રમતગમત

સ્નૉબૉબ બેટી

સ્નૉબૉબ બેટી (જ. 1906; અ. 1988) : ઇંગ્લૅન્ડનાં મહિલા ક્રિકેટ-ખેલાડી અને ઊંચી કક્ષાનાં વિકેટકીપર. બર્ટ ઓલ્ડફીલ્ડ સાથે તેમની સરખામણી થતી હતી. 1935માં સિડની ખાતે ઇંગ્લૅન્ડ વતી ઑસ્ટ્રેલિયા સામેની 10 ટેસ્ટમાં 21 વિકેટ (13 કૅચ, 8 સ્ટમ્પિંગ) ઝડપી હતી. વળી, પ્રારંભિક (opening) ખેલાડી તરીકે તેમણે નામના મેળવી હતી. સ્નૉબૉબ બેટી  તેમાં…

વધુ વાંચો >

સ્પિનર

સ્પિનર : ક્રિકેટની રમતમાં બૉલને પોતાના હાથની આંગળીઓથી અને હથેળીથી અણધાર્યો વળાંક આપવાની ક્ષમતા ધરાવતો બૉલર. ક્રિકેટની રમતમાં બૉલિંગને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવી હોય છે : (1) ફાસ્ટ બૉલિંગ, (2) મીડિયમ ફાસ્ટ બૉલિંગ અને (3) સ્પિન બૉલિંગ. ક્રિકેટમાં વપરાતો લાલ કે સફેદ બૉલ રમતના પ્રારંભે ભારે ચળકાટ ધરાવતો હોય છે.…

વધુ વાંચો >

સ્પેસ્કી બૉરિસ વૅસિલેવિચ

સ્પેસ્કી, બૉરિસ વૅસિલેવિચ (જ. 1937, લેનિનગ્રાડ, રશિયા) : રશિયાના ચેસ-ખેલાડી અને વિશ્વ ચૅમ્પિયન (1969થી ’72). બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે એક બાળગૃહમાં આશ્રિત તરીકે રહ્યા હતા બૉરિસ વૅસિલેવિચ સ્પેસ્કી ત્યારે તે ચેસ રમવાનું શીખ્યા હતા. 1953માં તે આ રમતના ‘ઇન્ટરનૅશનલ માસ્ટર’ બન્યા. 1955માં તે જુનિયર વિશ્વ ચૅમ્પિયન બન્યા. 1969માં તેમણે ટિગ્રાન…

વધુ વાંચો >

સ્પૉફૉર્થ ફ્રેડરિક

સ્પૉફૉર્થ, ફ્રેડરિક (જ. 9 સપ્ટેમ્બર 1853, બાલ્મેન, સિડની; અ. 4 જૂન 1926, લોંગ ડિટન, સરે, ઇંગ્લૅન્ડ) : અગ્રણી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેમની પ્રારંભિક ટેસ્ટ મૅચોમાં તેમને તેમની ગોલંદાજી બદલ ‘ધ ડેમન’ એવું ઉપનામ અપાયું હતું; કારણ કે ઘણી ટેસ્ટ મૅચોમાં તેઓ જ મોટા ભાગની વિકેટ ઝડપતા. તેમણે ઝડપી ગોલંદાજ તરીકે કારકિર્દીનો…

વધુ વાંચો >

સ્મિથ જૉન

સ્મિથ, જૉન (જ. 9 ઑગસ્ટ 1965, ડેલ સિટી, ઑક્લહૉમા, યુ.એસ.) : અમેરિકાના કુસ્તીબાજ. તેઓ અમેરિકાના સૌથી સફળ આંતરરાષ્ટ્રીય ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ બની રહ્યા અને 1988 તથા 1992માં તેઓ ઑલિમ્પિક વિજયપદકોના વિજેતા બન્યા તેમજ 1987, 1989–91માં ફેધરવેટ(62 કિગ્રા.)માં વિશ્વ વિજયપદકના વિજેતા બન્યા. જૉન સ્મિથ કુસ્તીનો પ્રારંભ તેમણે 6 વર્ષની વયે કર્યો અને…

વધુ વાંચો >

સ્મિથ માઇક

સ્મિથ, માઇક (જ. 30 જૂન 1933, વેસ્ટ કૉટ્સ, લિસ્ટરશાયર, યુકે) : અગ્રણી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેઓ છૂટથી રન કરી શકનાર ખેલાડી હતા. યુનિવર્સિટી મૅચમાં 1954–56 દરમિયાન દર વર્ષે સદી નોંધાવીને તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘બ્લૂ’ના વિજેતા બન્યા હતા; આ સદીમાં 1954માં કરેલા 201 રન(અણનમ)નો સમાવેશ થાય છે. એક સીઝનમાં 1,000 રન તેમણે…

વધુ વાંચો >

સ્મિથ માર્ગરેટ

સ્મિથ, માર્ગરેટ (જ. 16 જુલાઈ 1942, એલબરી, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનાં અગ્રણી મહિલા ટેનિસ-ખેલાડી. તેમણે ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટની 62 ચૅમ્પિયનશિપમાં વિજેતા બનવાનો વિક્રમ નોંધાવ્યો. તેઓ 24 સિંગલ્સ(11 ઑસ્ટ્રેલિયન, 5 યુ.એસ., 5 ફ્રેન્ચ, 3 વિમ્બલ્ડન)નાં તથા 19 વિમેન્સ ડબલ્સનાં (8 યુ.એસ., 5 વિમ્બલ્ડન, 4 ફ્રેન્ચ, 2 ઑસ્ટ્રેલિયન) વિજેતા બન્યાં.…

વધુ વાંચો >

સ્મિથ રૉબિન

સ્મિથ, રૉબિન (જ. 13 સપ્ટેમ્બર 1963, ડર્બન; સાઉથ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ-ખેલાડી. નાનપણથી જ તેઓ એક શક્તિશાળી બૅટધર નીવડે એવી આશા નજરે પડી હતી. હૅમ્પશાયર કાઉન્ટીની ટીમ માટે રમવા માટે તેઓ દક્ષિણ આફ્રિકાથી ઇંગ્લૅન્ડ આવ્યા. તેઓ વિશ્વના એક સર્વોત્તમ બૅટ્સમૅન તરીકે પ્રસ્થાપિત થયા; 1987માં તેમણે ક્રિકેટ-પ્રવેશ કર્યો ત્યારથી તેઓ…

વધુ વાંચો >

સ્લૅને મૅરી

સ્લૅને, મૅરી (જ. 4 ઑગસ્ટ 1958, રેમિન્ગટન, ન્યૂ જર્સી, યુ.એસ.) : અમેરિકાનાં લાંબા અંતરનાં મહાન મહિલા દોડવીર. તેઓ 1983માં 1,500 મિ. અને 3,000 મિ.માં એમ બંને સ્પર્ધામાં વિશ્વ ચૅમ્પિયનશિપમાં વિજેતા બન્યાં. 1973માં યુ.એસ.એસ.આર. સામે 1 માઈલ ઇન્ડોરની સ્પર્ધામાં તેમણે ભાગ લીધો ત્યારે 14 વર્ષ અને 224 દિવસના સ્પર્ધક તરીકે તેઓ…

વધુ વાંચો >

હઝારે વિજય

હઝારે, વિજય (જ. 11 માર્ચ 1915, સાંગલી, મહારાષ્ટ્ર; અ. 18 ડિસેમ્બર 2004, વડોદરા) : ભારતીય ટેસ્ટ ક્રિકેટને વડોદરાએ જે કેટલાક ઝમકદાર ક્રિકેટરો આપ્યા, તેમાંના એક અગ્રેસર ક્રિકેટર. પૂરું નામ વિજય સેમ્યુઅલ હઝારે. તેઓ ખ્રિસ્તી હતા. ગાયકવાડ સ્ટેટમાં નોકરી અર્થે વડોદરા આવ્યા બાદ, તેઓ ત્યાં જ સ્થાયી થયા હતા. વિજય હઝારે…

વધુ વાંચો >