રમતગમત
મૅરેડૉના, ડિયેગો
મૅરેડૉના, ડિયેગો (જ. 1960, લાનૂસ, આર્જેન્ટિના) : આર્જેન્ટિનાના ખ્યાતનામ ફૂટબૉલ ખેલાડી. 1977માં તેઓ આર્જેન્ટિનાના સૌથી નાની વયના આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા. તેમણે વીસી વટાવી ન હતી, છતાં તેમને 10 લાખ પાઉન્ડ આપીને ‘બૉકા જુનિયર્સ’ માટે રાખી લેવામાં આવ્યા હતા. 1982માં તેઓ વિશ્વના સૌથી મોંઘા ખેલાડી બની રહ્યા, કારણ કે તે 50…
વધુ વાંચો >મૅરેથૉન દોડ
મૅરેથૉન દોડ : માર્ગ પર યોજાતી લાંબા અંતરની દોડ-સ્પર્ધા. સામાન્ય રીતે તેમાં 42.195 કિમી. એટલે કે 26 માઈલ 385 વારનું અંતર દોડવાનું હોય છે. 1896થી યોજાતી રહેલી ઑલિમ્પિક રમતોમાં તે એક મહત્વની સ્પર્ધા બની રહી છે. જોકે દોડ માટેનું 42.195 કિમી.(26 માઈલ 385 વાર)નું અંતર સુનિશ્ચિત બન્યું 1908માં. એ વર્ષે…
વધુ વાંચો >મૅલરી, મૉલા
મૅલરી, મૉલા (જ. 1892, ઑસ્લો નૉર્વે; અ. 22 નવેમ્બર 1959, અમેરિકા) : અમેરિકાનાં મહિલા ટેનિસ ખેલાડી. અમેરિકાની એકલ-ખેલાડીની (singles) ચૅમ્પિયનશિપનાં 8 વાર વિજેતા બનનાર તે એકમાત્ર મહિલા-ખેલાડી હતાં. ખંત, ધૈર્ય તથા બેઝલાઇન પરના રમત-કૌશલ્ય માટે તે વિશેષ જાણીતાં હતાં; મુખ્યત્વે તે મજબૂતીપૂર્વક ‘ફોરહૅન્ડ’થી તથા રક્ષણાત્મક ફટકા ખેલીને પ્રતિસ્પર્ધીને થકવી નાંખતાં.…
વધુ વાંચો >મૉગર, ઈવાન (જિરાલ્ડ)
મૉગર, ઈવાન (જિરાલ્ડ) (જ. 1939, ક્રાઇસ્ટ ચર્ચ, ન્યૂઝીલૅન્ડ) : મૉટરબાઇકની સ્પર્ધાના કુશળ ચાલક (speedway rider). તેમણે 1957થી 1982 દરમિયાન, વિમ્બલડન, રાય હાઉસ, ઈસ્ટ બૉર્ન, ન્યૂ કૅસલ બૅલ વૂ, એક્સટર અને હલ ખાતેની ઝડપ-સ્પર્ધામાં વાહન ચલાવવામાં ભાગ લીધો હતો અને એ દરમિયાન, તેમણે 1968–70, 1972, 1977 અને 1979 – એમ 6…
વધુ વાંચો >મોઝર-પૉલ, ઍનમૅરી
મોઝર-પૉલ, ઍનમૅરી (1953, કલીનાર્લ, ઑસ્ટ્રિયા) : આલ્પાઇન પર્વત પર બરફમાં સરકવાની રમતનાં નામી મહિલા-ખેલાડી. તેઓ 1970–79 દરમિયાન 62 વિશ્વકપ રેસ જીત્યાં હતાં. એક મહિલા-ખેલાડી માટે તે એક વિક્રમ હતો. આ ઉપરાંત 1979માં ઑવઑબ ચૅમ્પિયન, 1978 અને 1979માં ડાઉનહિલ ચૅમ્પિયન, 1980માં ઑલિમ્પિક ડાઉનહિલ, 1972 અને ’78માં વર્લ્ડ કંબાઇન્ડ તેમજ 1974, ’78…
વધુ વાંચો >મૉઝિસ, ઍડવિન કૉરલી
મૉઝિસ, ઍડવિન કૉરલી (જ. 1955, ડ્રેટન, ઑહિયો) : વિઘ્ન-દોડના નિપુણ ખેલાડી. ઑગસ્ટ, 1977 તથા જૂન, 1987 વચ્ચેના ગાળા દરમિયાન તેમણે વિક્રમજનક 122 જેટલી રેસોમાં ભાગ લીધો અને તેમાંથી એકેયમાં તેમની હાર થઈ ન હતી. 1977, 1979 અને 1981માં 440 મીટર વિઘ્નદોડમાં તેઓ વિશ્વકપના સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા. 1983માં તેઓ વિશ્વ-ચૅમ્પિયન…
વધુ વાંચો >મોટરસાઇકલ-સ્પર્ધા
મોટરસાઇકલ-સ્પર્ધા : સ્પર્ધકની નિપુણતા, ગતિ, સહનશક્તિ વગેરે ચકાસવા માટે જુદા જુદા જૂથવાર વર્ગીકૃત કરાયેલ મશીનના આધારે યોજાતી અનોખી સ્પર્ધા. આ સ્પર્ધાનો પ્રારંભ યુરોપમાં થયો અને તેમાં મોટરકાર તથા મોટર-સાઇકલ એ બંને પ્રકારનાં વાહનો સામાન્ય માર્ગો પર એક શહેરથી બીજા શહેર વચ્ચેની સ્પર્ધામાં ભાગ લેતાં. 1903માં પૅરિસથી માડ્રિડ વચ્ચેની સ્પર્ધામાં દુર્ઘટના…
વધુ વાંચો >મોટર-સ્પર્ધા
મોટર-સ્પર્ધા (Racing) : બે કે તેથી વધુ વાહનો માટે યોજાતી સ્પર્ધા. આ સ્પર્ધામાં ઊતરનાર વાહનોનું નિયત જૂથવાર વર્ગીકરણ કરેલું હોય છે. વળી તે સ્પર્ધા નિયત કરેલા માર્ગે અથવા કોઈ માર્ગ પરનાં બે નિર્ધારિત બિંદુ-સ્થાનો (points) વચ્ચે યોજાતી હોય છે. ભારતમાં આ સ્પર્ધાઓનું સંચાલન-નિયમન ફેડરેશન ઑવ્ મોટર સ્પૉર્ટ્સ ઑવ્ ઇન્ડિયા (FMSCI)…
વધુ વાંચો >મોટેરા સ્ટેડિયમ
મોટેરા સ્ટેડિયમ : ગુજરાત રાજ્યમાં ક્રિકેટની રમત વ્યાપક લોકચાહના ધરાવે છે. જ્યારે મોટેરા સ્ટેડિયમનું અસ્તિત્વ ન હતું ત્યારે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન વન-ડે મૅચો અને ટેસ્ટ મૅચોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર કરતું. જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટની મૅચોનું આયોજન થતું ત્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશન, ગુજરાત સ્પૉર્ટ્સ ક્લબ…
વધુ વાંચો >મોદી, રૂસી
મોદી, રૂસી (જ. 11 નવેમ્બર 1924, સૂરત; અ. 17 મે 1996, મુંબઈ) : ભારતના ચપળ, સજાગ અને જમોડી આક્રમક ટેસ્ટ બૅટ્સમેન. સૂરતમાં બાળપણમાં જ ક્રિકેટના પાઠ શીખનાર રૂસી મોદી સૈયદ મુસ્તાકઅલીને પોતાના આદર્શ ખેલાડી માનતા હતા. મુંબઈમાં કૉલેજના ઉચ્ચ અભ્યાસાર્થે આવ્યા બાદ, વિજય મરચન્ટની બૅટિંગથી ખૂબ પ્રભાવિત થયા હતા. મુંબઈ…
વધુ વાંચો >