રક્ષા મ. વ્યાસ
શેષાન, ટી. એન.
શેષાન, ટી. એન. (જ. 15 ડિસેમ્બર 1932, પાલઘાટ, કેરળ; અ. 10 નવેમ્બર 2019 ચેન્નાઈ) : ભારત સરકારના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, વિદ્વાન લેખક અને સનદી અધિકારી. મૂળ નામ તિરુનેલ્લઈ નારાયણ ઐયર. તમિળભાષી પરિવારમાં જન્મ. માતા સીતાલક્ષ્મી નૈયર અને પિતા નારાયણ ઐયર. ઈ. શ્રીધરન્ તેમના સહાધ્યાયી હતા. વિજ્ઞાનના સ્નાતક બન્યા પછી…
વધુ વાંચો >શોધન, પ્રવીણલતા હરિપ્રસાદ
શોધન, પ્રવીણલતા હરિપ્રસાદ (જ. 21 જૂન 1915, મુંબઈ; અ. 4 માર્ચ 1998, અમદાવાદ) : પ્રખર સામાજિક મહિલા-કાર્યકર્તા. પિતા ચુનીલાલ ગુલાબદાસ મુનીમ અને માતા રતનગૌરી મુનીમ. સંયુક્ત કુટુંબમાં રહેવાના કારણે સંયમ, સહનશીલતા અને ધીરજના ગુણો ઉછેરની સાથે સાથે કેળવાતા ગયા. નાનપણમાં વિવિધ વ્રતો દ્વારા ધર્મસંસ્કારનું સિંચન પણ થતું રહ્યું. ધાર્મિક અને…
વધુ વાંચો >શ્રામ, વિલ્બર લગ
શ્રામ, વિલ્બર લગ (જ. 5 ઑગસ્ટ 1907, મારિયેટા, ઓહાયો, અમેરિકા; અ. ?) : જૂથપ્રત્યાયન અને પ્રત્યાયનકળાના પિતા તેમજ ઊંચી પ્રતિભા ધરાવતા સંશોધક. તેમનાં માતાપિતા સંગીતક્ષેત્રે ઊંચી કારકિર્દી ધરાવતાં હતાં. સંગીતની આ પરંપરાને અનુલક્ષીને તેઓ જીવનનાં પાછલાં વર્ષોમાં વાંસળીવાદક બન્યા અને ‘બોસ્ટન સિવિલ સિમ્ફની’ના સભ્ય રહ્યા. 1907માં પ્રત્યાયનક્ષેત્રે અમેરિકા બાહ્યજગત સાથે…
વધુ વાંચો >શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ)
શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ) (જ. 12 જુલાઈ 1932, છટ્ટનુર, પાલઘાટ જિલ્લો, કેરળ) : ઉચ્ચકક્ષાના ભારતીય ટેક્નોક્રૅટ અને કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે તથા દિલ્હી મેટ્રો રેલવેના મુખ્ય ઇજનેર. તેજસ્વી શૈક્ષણિક કારર્કિદી. મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન તેમના સહાધ્યાયી હતા. એન્જિનિયરિંગના સ્નાતક બની ટૂંકી મુદત માટે સિવિલ એન્જિનિયરિંગના વ્યાખ્યાતા બન્યા પછી…
વધુ વાંચો >શ્વેતપત્ર
શ્વેતપત્ર : આગોતરી વિચારણા માટે સરકાર દ્વારા રજૂ કરાતો અધિકૃત દસ્તાવેજ. સરકાર દ્વારા જારી કરાતા આ પ્રકાશનમાં કોઈ વિશેષ બાબત કે વિષય અંગે નિવેદન, પ્રતિનિવેદન યા મહત્વપૂર્ણ સૂચનાઓ વગેરે પ્રકાશિત કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડ અને અન્ય સંસદીય પદ્ધતિની લોકશાહી ધરાવતા દેશોમાં સામાન્ય રીતે સંસદમાં રજૂ થતા ખરડાની પૂર્વતૈયારી રૂપે તે…
વધુ વાંચો >સચિવ/સચિવો
સચિવ/સચિવો : વહીવટી કચેરીનો વડો યા વહીવટી કચેરીના ઉચ્ચ કક્ષાના અમલદારોનો વર્ગ. કોઈ પણ સરકાર અને તેનું વહીવટીતંત્ર બહુધા સચિવો દ્વારા ચાલે છે. સચિવોનું કાર્યાલય તે સચિવાલય. સચિવોને ઊંચી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતા ધરાવનારા અનુભવી અને કાબેલ વ્યક્તિઓ માનવામાં આવે છે. સામાન્ય રીતે જાહેર સનદી સેવાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તાલીમ…
વધુ વાંચો >સચિવાલય
સચિવાલય : વહીવટીતંત્રનો સર્વોચ્ચ એકમ અને કોઈ પણ સંસ્થા કે સરકારનું મુખ્ય વહીવટી કાર્યાલય. તેના વહીવટી વડા સચિવો હોવાથી સચિવોનું કાર્યાલય તે સચિવાલય. રોજબરોજનાં વહીવટી કાર્યોનું સંચાલન સરળ અને કાર્યક્ષમ બને તે માટે સચિવાલય હોય છે. આથી તેની કામગીરીમાં વહીવટની વિવિધ અને વ્યાપક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેની રચના સોપાનિક…
વધુ વાંચો >સત્યવતીદેવી (બહેન)
સત્યવતીદેવી (બહેન) (જ. 26 જાન્યુઆરી 1906, વી. તલવાન, જાલંધર; અ. ? ઑક્ટોબર 1945) : મહિલા-આંદોલનકાર અને શ્રમજીવી વર્ગનાં નેત્રી. ગાંધીજીએ તેમને ‘તૂફાની બહેન’ તરીકે ઓળખાવેલાં. પિતા જાણીતા સામાજિક કાર્યકર હતા. આર્યસમાજી નેતા સ્વામી શ્રદ્ધાનંદના તેઓ ભાણેજ હતા. દિલ્હીના બલભદ્ર વિદ્યાલંકાર સાથે તેઓ આંતરજ્ઞાતીય લગ્નથી જોડાયેલાં હતાં. રાજધાની દિલ્હીમાં તેઓ એફ.…
વધુ વાંચો >સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash)
સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash) (જ. 11 જાન્યુઆરી 1954, વિદિશા, મધ્યપ્રદેશ, ભારત) : 2014ના નોબેલ શાંતિ પુરસ્કાર મલાલા યૂસૂફઝાઈ (પાકિસ્તાન) સાથે મેળવનાર ભારતીય સમાજસેવક – બાળમજૂરોના મુક્તિદાતા. માતા ચિરાંજીદેવી. પિતા રામપ્રસાદ શર્મા પોલીસ અધિકારી હતા. તેમનાં સૌથી મોટાં ભાભી કૈલાસ સત્યાર્થીના જીવનમાં ભાભીમા તરીકે ઊંચું સ્થાન ધરાવે છે. તેઓ સુખી અને…
વધુ વાંચો >સપ્તાંગ સિદ્ધાંત
સપ્તાંગ સિદ્ધાંત : રાજ્યનાં સાત અંગો હોવાની માન્યતા ધરાવતો પ્રાચીન, પૌરસ્ત્ય સિદ્ધાંત. રાજ્યની ઉત્પત્તિ અંગે વિવિધ સિદ્ધાંતો વિવિધ દર્શનોમાં જોવા મળે છે. પાશ્ચાત્ય દર્શનમાં રાજ્યની ઉત્પત્તિ અંગે દૈવી સિદ્ધાંત, બળનો સિદ્ધાંત, સામાજિક કરારનો સિદ્ધાંત, આંગિક સિદ્ધાંત તેમજ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત પ્રચલિત છે. લગભગ તેવી જ રીતે પૌરસ્ત્ય દર્શનમાં પણ આવા વિચારો…
વધુ વાંચો >