રક્ષા મ. વ્યાસ
વાઘા સરહદી થાણું
વાઘા સરહદી થાણું : ભારત-પાકિસ્તાન સીમા-રેખા પરનું પંજાબમાં આવેલું થાણું. પંજાબ રાજ્યની પશ્ચિમ અને વાયવ્ય ખૂણાની સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ભારત-પાકિસ્તાન સરહદ પરનું આ મહત્વનું સરહદી થાણું પંજાબના અમૃતસર શહેર અને પાકિસ્તાનના લાહોર શહેર વચ્ચેની રેખા પર બરાબર મધ્યમાં આવેલું છે. વાઘાથી અમૃતસર અને વાઘાથી લાહોર વચ્ચે…
વધુ વાંચો >વાલેસ, ગ્રેહામ
વાલેસ, ગ્રેહામ (જ. 31 મે 1858, બિશપ વેરમાઉથ, સુંદરલેન, બ્રિટન; અ. 9 ઑગસ્ટ 1932, લંડન) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી અને વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના પ્રણેતા. રોસ્બરી શાળામાં 1871થી 1877 સુધી અભ્યાસ કર્યા બાદ ઑક્સફર્ડની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં અભ્યાસ કરી તેઓ 1881માં સ્નાતક થયા. ત્યારબાદ 1885 સુધી લંડનની હાઈગેટ સ્કૂલ તથા અન્યત્ર શાળાના શિક્ષક…
વધુ વાંચો >વાલ્ધેમ, કુર્ત
વાલ્ધેમ, કુર્ત (જ. 21 ડિસેમ્બર 1918, વિયેના) : રાષ્ટ્રસંઘના ચોથા મહામંત્રી, ઑસ્ટ્રિયાના પ્રમુખ (1986-92) અને રાજનીતિજ્ઞ. મધ્યમવર્ગીય કૅથલિક પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તે સમયે ઑસ્ટ્રો-હંગેરીનું સામ્રાજ્ય તૂટ્યું અને ઑસ્ટ્રિયા સંકોચાઈને એકમાત્ર નાનું રાજ્ય બની રહ્યું હતું. વિયેના યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી 1944માં સ્નાતક બન્યા. 1945માં ઑસ્ટ્રિયાની વિદેશસેવામાં જોડાયા. બીજા…
વધુ વાંચો >વાંચ્છુ, કૈલાસનાથ
વાંચ્છુ, કૈલાસનાથ (જ. 25 ફેબ્રુઆરી, 1903, મંદસૌર, મધ્યપ્રદેશ; અ. ?) : જાહેર જીવનના અગ્રણી નેતા અને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પિતા પ્રિથીનાથ અને માતા બિશનદેવી. તેમણે મ્યુર સેન્ટ્રલ કૉલેજ, અલ્લાહાબાદમાંથી શિક્ષણ મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારપછી વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ જઈ ઑક્સફર્ડની વાધેમ કૉલેજમાં જોડાયા. તેમણે ભારતીય સનદી સેવામાં જોડાઈ…
વધુ વાંચો >વિઠ્ઠલ, એન.
વિઠ્ઠલ, એન. (જ. 31 જાન્યુઆરી 1938, તીરુવનંતપુરમ) : ભારત સરકારના ઉચ્ચ સનદી અધિકારી અને જાહેર વહીવટના નિષ્ણાત. પ્રારંભે વિજ્ઞાનની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી રસાયણશાસ્ત્ર વિષય સાથે તેઓ સ્નાતક બન્યા. જમાલ મહમદ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે ટૂંકી કામગીરી બજાવી, 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. સનદી સેવાની ગુજરાત કૅડરમાં તેમણે વિવિધ હોદ્દાઓ શોભાવ્યા. 1962-63માં…
વધુ વાંચો >વિદ્યાર્થી, ગણેશ શંકર
વિદ્યાર્થી, ગણેશ શંકર (જ. ? 1890, ફતેહપુર, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 25 માર્ચ 1931, કાનપુર) : પત્રકાર અને કૉંગ્રેસી કાર્યકર. ગ્વાલિયરમાં પ્રારંભિક શિક્ષણ મેળવી તેઓ 1907માં કાયસ્થ પાઠશાળા, અલ્લાહાબાદમાં જોડાયા. તે પછી ‘સરસ્વતી’ નામના હિંદી માસિકના તંત્રીગણમાં 1911–1913 દરમિયાન કામ કર્યું. આ માસિકનું સંચાલન મહાવીરપ્રસાદ દ્વિવેદી કરતા હતા. 1913માં તેમણે ‘પ્રતાપ’…
વધુ વાંચો >વિધાન-પરિષદ
વિધાન–પરિષદ : રાજ્યની ધારાસભાનું પરોક્ષ રીતે ચૂંટાતું ઉપલું ગૃહ. વિધાન-પરિષદની રચના રાજ્યો માટે ઐચ્છિક હોવાથી બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનાં મળીને કુલ છ રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. આ પ્રત્યેક રાજ્યમાં વિધાનસભા અને વિધાન-પરિષદ એમ બે ધારાગૃહો અસ્તિત્વ ધરાવે છે. વિધાન-પરિષદની રચના અંગે બંધારણીય જોગવાઈ એવી…
વધુ વાંચો >વિધાનસભા
વિધાનસભા : ભારતમાં રાજ્યની ધારાસભાનું પ્રજા દ્વારા ચૂંટાતું નીચલું ગૃહ. ભારતના બંધારણમાં ‘સંઘ’ શબ્દપ્રયોગ દ્વારા સમવાયતંત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આથી રાજ્યો સ્વતંત્ર અને સ્વાયત્ત એકમ સરકારો તરીકે કાર્ય કરે છે. સમવાયતંત્રનાં ઘટક રાજ્યો તરીકે પ્રત્યેક એકમ રાજ્યની સરકાર ધારાસભા ધરાવે છે. રાજ્યોની ધારાસભા તેની ઇચ્છાનુસાર એકગૃહી કે દ્વિગૃહી હોઈ…
વધુ વાંચો >વિરોધપક્ષ
વિરોધપક્ષ : સંસદીય લોકશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતા દેશોમાં સંસદના નીચલા ગૃહમાં બહુમતી પક્ષ પછી સ્થાન મેળવનાર રાજકીય પક્ષ. સંસદીય લોકશાહીમાં સામાન્ય ચૂંટણીને અંતે બહુમતી મેળવનાર પક્ષ સરકારની રચના કરે છે; જ્યારે તેની પછી બીજો ક્રમાંક મેળવનાર અથવા બહુમતી પછી વધુમાં વધુ બેઠકો મેળવનાર રાજકીય પક્ષ નીચલા ગૃહમાં વિરોધપક્ષનું સ્થાન ધારણ…
વધુ વાંચો >વિલ્કી, વેન્ડેલ
વિલ્કી, વેન્ડેલ (જ. 18 ફેબ્રુઆરી 1892, એલ્વુડ, ઇન્ડિયાના અમેરિકા; અ. 8 ઑક્ટોબર 1944, ન્યૂયૉર્ક શહેર) : 1940માં અમેરિકાના પ્રમુખપદ માટે રિપબ્લિકન પક્ષના નિષ્ફળ ઉમેદવાર અને એફ. ડી. રુઝવેલ્ટના પ્રતિસ્પર્ધી. તેમના પિતા વકીલ હતા. સ્નાતક થયા બાદ ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી 1916માં તેઓ કાયદાના સ્નાતક બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ (191418) દરમિયાન થોડા સમય માટે…
વધુ વાંચો >