યતીન્દ્ર દીક્ષિત

કોલંબસ ક્રિસ્તોફર

કોલંબસ, ક્રિસ્તોફર : (જ. 1451, જિનોઆ, અ. 21 મે 1506, વલ્લદોલિદ, સ્પેન) : ઇટાલિયન નાવિક. અમેરિકાના શોધક. પ્રથમ જિનોઆ અને પછી સવોનામાં વસેલા. વણકર ડોમેનિકો કોલોમ્બો અને સુઝન્ના ફોન્ટેનરોસ્સાના પુત્ર. તે જિનોઆમાં સ્થિર થયેલા સ્પૅનિશ-યહૂદી કુટુંબના હતા. તે સ્પેન આવ્યા તે પહેલાં સ્પૅનિશ ભાષામાં નોંધો લખતા. તે પોતાના દસ્તખત કોલોમ્બો,…

વધુ વાંચો >

ગોપાલ-1

ગોપાલ-1 (શાસનકાળ લગભગ ઈ. સ. 750–770) : પાલ વંશના આદ્ય સ્થાપક. ગોપાલ પહેલાનો જન્મ પુંડ્રવર્ધન (જિ. બોગ્રા.) નજીક બંગાળમાં થયો હતો. તેના પિતા સેનાપતિ વપ્પટે દુશ્મનોનો નાશ કર્યો હતો. પિતામહ દયિતવિષ્ણુ વિદ્વાન હતા. બંગાળમાં ઈ. સ.ની આઠમી સદીમાં ફેલાયેલી અરાજકતાથી કંટાળીને પ્રજાએ રાજા તરીકે ગોપાલની પસંદગી કરી. પાલ રાજાઓ બંગપતિ…

વધુ વાંચો >

ગોપાલ-2

ગોપાલ-2 (ઈ. સ.ની દસમી સદી) : બંગાળના પાલ વંશનો સાતમો અને નબળો રાજા. દસમી સદીની મધ્યમાં બંગાળનું પતન થઈ રહ્યું હતું. રાજ્યપાલ, તેના પુત્ર ગોપાલ બીજાએ અને તેના પુત્ર વિગ્રહપાલે લગભગ 80 વર્ષ બંગાળ ઉપર રાજ્ય કર્યું. દસમી સદીની મધ્યમાં કંબોજે પાલ રાજા પાસેથી ગંડ જીતી લીધું અને ત્યાં પોતાની…

વધુ વાંચો >

ગોપાલ-3

ગોપાલ-3 (ઈ. સ.ની બારમી સદી) : બંગાળના પાલવંશનો સોળમો રાજા. તેના પિતા કુમારપાલના સમયમાં રાજ્યમાં અનેક મુશ્કેલીઓનું સર્જન થયું હતું. ઈ. સ. 1125માં કુમારપાલનું અવસાન થતાં ગોપાલ ત્રીજાના હાથમાં ભંગાર હાલતમાં રાજ્ય આવ્યું. ગોપાલ ત્રીજાએ ચૌદ વર્ષથી અધિક સમય રાજ્ય કર્યું. તેનું મૃત્યુ અકુદરતી રીતે થયું હતું; પરંતુ તેની કોઈ…

વધુ વાંચો >

ચચનામા

ચચનામા (ઈ. સ.ની તેરમી સદી) : સિંધની સ્થાનિક તવારીખો ઉપરથી રચાયેલ અરબી ઇતિહાસનો ફારસી અનુવાદ. તેની રચના ઈ. સ.ની તેરમી સદીના શરૂઆતના ચરણમાં થઈ હતી. તેમાં સિંધ ઉપરના આરબ વિજયનો અને સિંધનો સંક્ષિપ્ત ઇતિહાસ આપવામાં આવ્યો છે. આમ ‘ચચનામા’ સિંધની જીતનો સહુથી વિસ્તૃત અને પ્રાય: સૌથી પ્રાચીન વૃત્તાંત પણ છે.…

વધુ વાંચો >

ચંડપ

ચંડપ : સોલંકી સમયના ગુજરાતના ઇતિહાસમાં પ્રાપ્ત થતા ‘ચંડપ’ નામના બે ઉલ્લેખો : (1) વાગડના પરમાર શાખાના રાજા ચંડપ અને (2) સોલંકી રાજવીઓના મંત્રી ચંડપ. (1) વાગડના પરમાર શાખાના રાજા ચંડપ : રાષ્ટ્રકૂટોના પ્રતિનિધિ નિમાયેલા ઉપેન્દ્ર કૃષ્ણરાજના બીજા પુત્ર ડંબરસિંહથી પરમાર વંશની બીજી શાખા ડુંગરપુર વાંસવાડાના ભીલ પ્રદેશ ‘વાગડ’માં ચાલી.…

વધુ વાંચો >

ચંપારણ સત્યાગ્રહ (1917)

ચંપારણ સત્યાગ્રહ (1917) : ગાંધીજીના ભારત આગમન પછીનો દેશવ્યાપી મહત્વ ધરાવતો પ્રથમ સત્યાગ્રહ. 1916માં ગાંધીજી કૉંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા ત્યારે તેમને બિહારમાં આવેલા ચંપારણના ગળીના વાવેતર બાબતમાં સ્થાનિક ગરીબ ખેડૂતો અને ગોરા જમીનદારો વચ્ચેની સમસ્યાનો અભ્યાસ કરવાનો પ્રસંગ આવ્યો. 1917માં ગાંધીજી ચંપારણ જવા માટે મોતીહારી પહોંચ્યા ત્યારે તેમને તે…

વધુ વાંચો >

ચાવડા વંશ

ચાવડા વંશ : ઈ.સ. 756થી 942 સુધીમાં થયેલો મનાતો વનરાજ ચાવડાનો રાજવંશ; પરંતુ એને લગતો સહુથી પ્રાચીન ઉલ્લેખ કુમારપાળના વડનગર શિલાલેખ(ઈ.સ. 1151)માં મળે છે, જેમાં એ વંશ માટે ‘ચાપોત્કટ’ શબ્દ પ્રયોજાયો છે. ‘મોહરાજ પરાજય’ (ઈ.સ. 1174–76)માં ‘ચામુક્કડ’(સં. ચાપોત્કટ)નો ઉલ્લેખ છે. ‘સુકૃતસંકીર્તન’ તથા ‘સુકૃતકીર્તિકલ્લોલિની’માં પણ ‘ચાપોત્કટ’ શબ્દ મળે છે. સત્તરમા–અઢારમા શતકની…

વધુ વાંચો >

ચેદિઓ

ચેદિઓ : વૈદિક સમયની એક પ્રાચીન જાતિ. તે લોકો સંભવત: યમુના નદી અને વિંધ્યાચળ પર્વત વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા. તેમના કશુ નામના રાજાએ તેના પુરોહિતને 10 રાજાઓ સેવક તરીકે દાનમાં આપ્યા હતા એવો ‘દાનસ્તુતિ’માં ઉલ્લેખ છે. ચેદિઓ યદુઓમાંથી ઊતરી આવ્યા હતા એવી માહિતી પૌરાણિક સાહિત્યમાંથી મળે છે. યાદવોના નેતા વિદર્ભ…

વધુ વાંચો >

ચૉથ અને સરદેશમુખી

ચૉથ અને સરદેશમુખી : ચૉથ એટલે જમીનની ઊપજના ચોથા ભાગ જેટલો કર, અને સરદેશમુખી એટલે કુલ મહેસૂલના 10 % જેટલો કર. શિવાજીના આધિપત્ય હેઠળના પ્રદેશોને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા : એક, સીધી હકૂમત-તંત્ર હેઠળનો પ્રદેશ, જેને સ્વરાજ્ય તરીકે ઓળખવામાં આવતો હતો. બીજા વિભાગમાં મુઘલાઈ પ્રદેશ, એટલે સામાન્ય રીતે મુઘલો…

વધુ વાંચો >