યતીન્દ્ર દીક્ષિત

એરંડપલ્લ

એરંડપલ્લ : એરંડપલ્લ કે એરંડપલ્લીની બાબતમાં વિદ્વાનોમાં મતભેદ છે. આંધ્રના ગંજમ જિલ્લાના ચિકકોલની પાસે આવેલું પ્રાચીન રાજ્ય. સમુદ્રગુપ્તના સમયના અલ્લાહાબાદ સ્તંભલેખમાં ઈ. સ.ની ચોથી સદીમાં દક્ષિણ ભારતના રાજાઓ પર તેણે મેળવેલા વિજયની જે વિગતો નોંધવામાં આવી છે તેમાં એરંડપલ્લના રાજા દમનનો ઉલ્લેખ છે. કલિંગના રાજાઓના અભિલેખોમાં એરંડપલ્લી અને દેવરાષ્ટ્ર નામોનો…

વધુ વાંચો >

ઓઝા, ગૌરીશંકર હી.

ઓઝા, ગૌરીશંકર હી. (જ. 18 સપ્ટેમ્બર 1863, રોહેડા, સિરોહી; અ. 20 એપ્રિલ 1947, રોહેડા, સિરોહી) : રજપૂતાનાના ઇતિહાસના આદ્યલેખક અને ભારતના અગ્રણી વિદ્વાન. એક ગરીબ શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ગામઠી શાળામાં કેળવણી લીધા પછી તેમણે મુંબઈમાં 1885માં સંસ્કૃત અને ગુજરાતી સાથે મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. તે પછી વિલ્સન…

વધુ વાંચો >

ઑટોમન સામ્રાજ્ય

ઑટોમન સામ્રાજ્ય : ઑસ્માન (1288-1324) નામના રાજવીએ સ્થાપેલું અને 650 વર્ષ ટકેલું સામ્રાજ્ય. 1922માં તુર્કીએ પ્રજાસત્તાક રાજ્ય જાહેર કર્યું ત્યારે તેનો અંત આવ્યો. આ સામ્રાજ્ય આનાતોલિયાના કેન્દ્રમાં આવ્યું હતું. સમયે સમયે તેના વિસ્તારમાં વધઘટ થયા કરતી. જુદા જુદા સમયે તેમાં બાલ્કન રાજ્યો, ગ્રીસ, ક્રીટ અને સાયપ્રસ; અંશત: હંગેરી, ઑસ્ટ્રિયા અને…

વધુ વાંચો >

ઓરિસા (ઓડિશા)

ઓરિસા (ઓડિશા) ભારતમાં પૂર્વદિશાએ અને અગ્નિખૂણા પર દરિયાકિનારે આવેલું રાજ્ય. સ્થાન અને સીમા : 170 48′ અને 220 ૩4′ ઉ. અ. અને 810 42′ અને 870 29′ પૂ. રે. વચ્ચે આવેલા ઓરિસા કે ઉડિસાનો કેટલોક ભાગ કલિંગ, ઓડ્ર અને ઉત્કલ તરીકે ઓળખાતો હતો. તેનું ક્ષેત્રફળ 1,55,707 ચો.કિમી. છે. વસ્તી :…

વધુ વાંચો >

ઑસિરિસ

ઑસિરિસ : ઇજિપ્તની લોકકથાનું નાઇલ નદીના પ્રતીકરૂપ દૈવી પાત્ર. રા (અથવા દક્ષિણ ઇજિપ્તમાં અમોન તરીકે પ્રચલિત), ઓસિરિસ, ઇસિલ અને હોરસ – એ ઇજિપ્તના મહાન દેવો હતા. દેવો પૃથ્વી પર અવતર્યા ત્યારે તેમણે જોડકાં સ્વરૂપો અને સંજ્ઞાઓ ધારણ કરેલ. અમોન હંસ કે ઘેટાનું, રા તીડ કે વૃષભનું અને ઑસિરિસ વૃષભ કે…

વધુ વાંચો >

કરવેરા-સત્યાગ્રહ (સુરત)

કરવેરા-સત્યાગ્રહ (સુરત), 1860 : નવા આવકવેરા સામે સૂરતના વેપારીઓએ કરેલો સત્યાગ્રહ. 29 નવેમ્બર 1860ના રોજ સૂરતના વેપારીઓએ સરકાર દ્વારા નવા દાખલ કરવામાં આવેલા આવક-વેરાનો વિરોધ કર્યો. એ દિવસે લગભગ 3,000થી 4,000 જેટલા લોકોએ બુરહાનપુર ભાગોળ પાસે ભેગા મળીને જાહેર કર્યું કે તેઓ આવકવેરાનાં પત્રકો નહિ ભરે અને જ્યાં સુધી આવકવેરો…

વધુ વાંચો >

કુરુદેશ

કુરુદેશ : પૌરાણિક પરંપરા અનુસાર ઉત્તરે સરસ્વતી અને દક્ષિણે ર્દષદ્વતી વચ્ચે આવેલો પ્રદેશ. વેદકાળ દરમિયાન કુરુ રાજ્યમાં હાલનાં થાણેશ્વર, દિલ્હી અને અપર ગંગા-દોઆબનો સમાવેશ થતો. વેદસંહિતાઓ, બ્રાહ્મણ, ઉપનિષદ અને સૂત્રકાળમાં કુરુક્ષેત્ર એ મુખ્ય સ્થળ હતું, જે કુરુપાંચાલોનો પ્રદેશ કહેવાતો. તેની દક્ષિણે ખાંડવ, ઉત્તરે તુર્ધ્ન અને પશ્ચિમે પરીણા આવેલાં હતાં. વશો…

વધુ વાંચો >

કુશિનારા

કુશિનારા : બિહારમાં આવેલા ગોરખપુરથી પૂર્વમાં આશરે 60 કિમી. દૂર આવેલું કસિયા ગામ. મૂળ નામ કુશાવતી અને ત્યાં મલ્લ વંશનું પાટનગર. રાજાશાહી હતી ત્યારે તે એક સમૃદ્ધ અને વસ્તીવાળું નગર હતું. બુદ્ધના સમયમાં રાજાશાહીનું સ્થાન ગણતંત્રે લીધું અને નગરનું નામ કુશિનારા પાડ્યું. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 12 યોજન અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ…

વધુ વાંચો >

કોન્તિ નિકોલો દ

કોન્તિ, નિકોલો દ (જ. 1395, કેઓગા; અ. 1469) : પંદરમી સદીમાં ભારત તથા એશિયાના ઘણા દેશોની મુલાકાત લેનાર વેનિસનો યાત્રી. દમાસ્કસમાં તે અરબી ભાષા શીખ્યો. 1414માં બગદાદની મુલાકાત લઈ તે બસરા અને ઓર્મુઝ ગયો. ત્યાંથી મહાન વિક્રયકેન્દ્ર કલકશિયા પહોંચી, ત્યાંનાં ભાષા અને પહેરવેશ અપનાવી ઈરાનના વેપારીઓ સાથે ભારત અને ઈસ્ટ…

વધુ વાંચો >

કોર્ટેઝ હરનાદો

કોર્ટેઝ, હરનાદો (જ. 1485, મેડેલિન; અ. 2 ડિસેમ્બર 1547) : સ્પૅનિશ સાહસિક. 1504માં તે વેસ્ટ ઇન્ડિઝ ગયો. 1518માં તેને નાના સૈન્યદળ સાથે મેક્સિકો મોકલવામાં આવ્યો. થોડા જ સમયમાં આઝ્ટેક રાજ્યકર્તા મૉન્ટેઝુમાને તાબે કરીને અને ગંભીર પરિસ્થિતિનો સામનો કરીને પોતાના ઇન્ડિયન મિત્રોના સાથથી તેણે મેક્સિકો નગર જીતી લીધું. તેથી તેને એ…

વધુ વાંચો >