મ. શિ. દૂબળે
કૂવિયર જૉર્જેસ બૅરોન
કૂવિયર, જૉર્જેસ બૅરોન (જ. 23 ઑગસ્ટ 1769, મોનેબેલિયાર્ડ, ફ્રાંસ; અ. 13 મે 1832, પેરિસ, ફ્રાંસ) : જીવાવશેષવિજ્ઞાન (paleontology) અને પ્રાણીવિજ્ઞાનના ફ્રેન્ચ વિશારદ. કૂવિયર જર્મનીના સ્ટુટગાર્ટમાં પ્રાણીશરીરરચના(animal morphology)નો અભ્યાસ કરી સ્નાતક બન્યા. તુલનાત્મક શરીરરચનાના પ્રખ્યાત મ્યુઝિયમ ઑવ્ નેચરલ હિસ્ટરીના પ્રાણીવિજ્ઞાનના પ્રૉફેસર ઑટિને જ્યોફ્રૉય સેંટ હિલેરના સંપર્કમાં આવ્યા, જેમના અનુરોધથી કૂવિયર મ્યુઝિયમમાં…
વધુ વાંચો >કૉખ – હેનરિક હર્મન રૉબર્ટ
કૉખ, હેનરિક હર્મન રૉબર્ટ (જ. 11 ડિસેમ્બર 1843, જર્મન ફ્રી સિટી; અ. 27 મે 1910, બેડેન-બૅડેન, જર્મની) : સૂક્ષ્મજીવવિજ્ઞાનના આદ્ય સ્થાપક તરીકે જાણીતા જર્મન વિજ્ઞાની. ગટિન્જન વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાનના સ્નાતક; શરૂઆતમાં વિવિધ ઇસ્પિતાલોમાં સેવા આપી વૉલસ્ટિનમાં તબીબી જિલ્લાધિકારી તરીકે જોડાયા. ત્યાં તેમણે એક નાનકડી પ્રયોગશાળાની સ્થાપના કરી. આ પ્રયોગશાળામાં સૌપ્રથમ ન્યુમોનિયા…
વધુ વાંચો >કૉડ માછલી
કૉડ માછલી : ઉત્તરીય સમુદ્રનાં પાણીમાં વાસ કરનાર અને આર્થિક ર્દષ્ટિએ અગત્યની એવી ગેડસ પ્રજાતિની માછલીઓ. જોકે સાચી કૉડ ઉપરાંત બ્રેગ્મૅસેરાટિડે, દરિયાની ઊંડાઈએ રહેતી મોરિડે અને હેક માછલીઓ પણ કૉડ તરીકે ઓળખાય છે. સાચી કૉડને 3 પૃષ્ઠ-મીનપક્ષો (dorsal fins) અને 2 ગુદા-મીનપક્ષો (anal fins) હોય છે અને હડપચી (chin) પર…
વધુ વાંચો >કોષ
કોષ (cell) સજીવોની જીવન્ત અવસ્થાની બધી લાક્ષણિકતા ધરાવતો રચનાત્મક અને કાર્યાત્મક એકમ. જૈવિક ઉત્ક્રાંતિને કારણે સજીવોમાં જે વિવિધતા જોવા મળે છે, તે મૂળભૂત રીતે એકસરખી સામ્યતા દર્શાવતા કોષોનો ક્રમિક વિકાસ છે. બધા જ કોષોમાં જૈવ-રાસાયણિક તંત્ર અને જનીનિક સંકેતો લગભગ સરખા હોય છે. કાળક્રમે વિકાસ થતા, વિવિધ રચના ધરાવતા અને…
વધુ વાંચો >કોંકણી ભાષા અને સાહિત્ય
કોંકણી ભાષા અને સાહિત્ય : કોંકણ પ્રદેશની ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. પ્રાચીન કાળથી ઉત્તરે દમણગંગાથી દક્ષિણે ગંગાવલ્લી વચ્ચેના ભારતના પશ્ચિમના દરિયાકાંઠાનો પ્રદેશ તે કોંકા. હાલમાં તે ‘ગોમાંતક’, ‘ગૉય’ અને ‘ગોવા’ નામથી પરિચિત છે. આ પ્રદેશમાં આર્યો આવ્યા તે પૂર્વે કોલ, મુંડરી, નાગા, કુશ વગેરે ટોળીઓના લોકો રહેતા હતા. તેમની…
વધુ વાંચો >ખોરાના, હરગોવિંદ
ખોરાના, હરગોવિંદ (જ. 9 જાન્યુઆરી 1922, રાયપુર, પંજાબ – હાલ પાકિસ્તાનમાં; અ. 9 નવેમ્બર 2011 કોનકોર્ડ, મેસેચ્યુસેટસ, યુ. એસ.) : આણ્વિક જીવવિજ્ઞાન(molecular biology)ના ક્ષેત્રે સંશોધન બદલ 1968નું દેહધર્મવિદ્યા (physiology) – ઔષધવિજ્ઞાન (medicine) માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર અવિભાજિત ભારતમાં જન્મેલા અમેરિકન જીવરસાયણવિદ. તેમણે શરૂઆતનું શિક્ષણ મુલતાનની ડી.એ.વી. સ્કૂલમાં લીધું અને…
વધુ વાંચો >ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગોરીલો
ગોરીલો : માનવની જેમ અંગુષ્ઠધારી (primate) શ્રેણી, anthropoidea અધોશ્રેણી અને અધિકુળ Hominoideaનું એક સસ્તન પ્રાણી. ગોરીલાનો સમાવેશ Pangidae કુળમાં થાય છે. ગોરીલો એક સૌથી મોટું અંગુષ્ઠધારી સસ્તન પ્રાણી છે. તેની ઊંચાઈ 1.5 મી. જેટલી અને વજન 150થી 200 કિગ્રા. જેટલું હોય છે. નર કરતાં માદા ગોરીલા કદમાં સહેજ નાની હોય…
વધુ વાંચો >