મ. ઝ. શાહ
જાસૂદ (જાસવંતી)
જાસૂદ (જાસવંતી) : સં. जपाकुसुम, હિં. गुडहर, મ. जासवंद. લૅ. Hibiscus mulabilis; H. rosa sinensis, H. collinus વગેરે. કુળ : Malvaceae. સહસભ્યો : ભીંડા, અંબાડી, કપાસ, પારસ ભીંડી વગેરે. મુખ્યત્વે લાલ કે ગુલાબી રંગનાં જ ફૂલ જાસૂદને આવે એવો સૌને અનુભવ છે; પરંતુ હવે H. rosa. sinensisમાં સંકરણ કરીને નવી…
વધુ વાંચો >જિપ્સોફાઇલા
જિપ્સોફાઇલા : વનસ્પતિશાસ્ત્રમાં એક જાણીતો પુષ્પછોડ. લૅ. Gypsophila elegans. કુળ : Caryophyllaceae. સહસભ્યો : ડાયન્થસ, કાર્નેશન, સ્વીટ વિલિયમ વગેરે. અંગ્રેજી નામ : બેબીઝ બ્રેથ; ચૉક પ્લાન્ટ. 40થી 45 સેમી. ઊંચાઈવાળા આ છોડ ગુજરાતની આબોહવામાં શિયાળુ મોસમી ફૂલછોડ તરીકે ઉછેરવામાં આવે છે. ફૂલ નાનાં નાનાં ઝૂમખાંમાં સફેદ અથવા ગુલાબી રંગનાં આવે…
વધુ વાંચો >જૅકેરેન્ડા :
જૅકેરેન્ડા : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી વનસ્પતિકુળની એક પ્રજાતિ. તેના સહસભ્યોમાં : રગતરોહીડો, બૂચ, ખરખરિયો (કાઇજેલિયા) વગેરેનો સમાવેશ થાય છે. Jacaranda acutifolia syn mimosifolia ઝાડ આયુર્વિજ્ઞાનની ર્દષ્ટિએ અગત્યનું છે. તે સિફિલિસ જેવા જાતીય રોગને મટાડે છે. હાથા (tool handles) બનાવવામાં પણ તેને ઉપયોગમાં લેવાય છે. ઉનાળામાં પાન ખરી ગયાં હોય અને…
વધુ વાંચો >જૅક્વૅમૉન્શિયા
જૅક્વૅમૉન્શિયા : દ્વિદળી વર્ગના કૉન્વોલ્યુલેસી કુળની વનસ્પતિની એક પ્રજાતિ. લૅ. Jacquemontia violatia. તેના સહસભ્યોમાં મૉર્નિંગ ગ્લોરી, અમરવેલ, સમુદ્રવેલ વગેરેનો સમાવેશ થાય છે. ઠીક ઠીક ઝડપથી વધનારી J. violata નામે ઓળખાતી આ વેલને લગભગ બધે ઠેકાણે સહેલાઈથી ઉછેરી શકાય છે. આ વેલ બારેમાસ લીલીછમ રહે છે અને ફૂલ પણ બારેમાસ આવે…
વધુ વાંચો >જેટ્રોફા
જેટ્રોફા : દ્વિદળી વર્ગના કુળ યુફોર્બિયેસી વનસ્પતિની પ્રજાતિ. તેના સહસભ્યોમાં પુત્રંજીવા, એકેલિફા, ક્રોટન વગેરેનો સમાવેશ થાય છે. જેટ્રોફાની જુદી જુદી જાતોમાં સારી એવી વિવિધતા જોવા મળે છે. આ પૈકી થોડી જાતો આ પ્રમાણે છે : જે. પેન્ડુરેફોલિયા : દોઢેક મીટર ઊંચા થતા આના છોડ ઉપર લગભગ બારે માસ ગુલાબી-લાલ રંગનાં…
વધુ વાંચો >ઝિનિયા
ઝિનિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની પ્રજાતિ. તેની 16 જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ હોય છે અને ઉત્તર અમેરિકા થતા દક્ષિણ અમેરિકાની વતની હોવા છતાં દુનિયાના બીજા ભાગોમાં તે પ્રાકૃતિક રીતે થાય છે. મેક્સિકોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. Zinnia angustifolia H.B. & K. Syn.…
વધુ વાંચો >ટબેબુઇયા
ટબેબુઇયા : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલ બિગ્નોનિયેસી કુળની Tecoma સાથે સામ્ય દર્શાવતી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં તેની સાતેક જાતિઓ નોંધાયેલી છે. કેટલીક જાતિઓને તેનાં સુંદર ગુલાબી, સોનેરી-પીળાં કે વાદળી પુષ્પોના સમૂહો માટે શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તે સદાહરિત વૃક્ષ કે ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે. T. pentaphylla…
વધુ વાંચો >ટર્ફ
ટર્ફ : વિશિષ્ટ પ્રકારના ઘાસથી ખીચોખીચ છવાયેલ જમીન. એવી જમીન તૈયાર કરીને તેને ટાઇલ્સની માફક ટુકડા કાઢીને બીજી જગ્યાએ રોપી દેવામાં તે વપરાય છે. બગીચામાં જે લૉન ઉગાડવામાં આવે છે તેને પણ ટર્ફ જ કહે છે. સારી ટર્ફ એ કહેવાય, કે જે જમીન ઉપર પૂરેપૂરી પથરાઈ ગઈ હોય અને લીલીછમ,…
વધુ વાંચો >ટીકોમા
ટીકોમા : વનસ્પતિના દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની પ્રજાતિ. તે ઉષ્ણ કટિબંધમાં થતી કાષ્ઠમય આરોહી ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપ જાતિઓ ધરાવે છે. T. leucoxylon, Mart. ઉષ્ણ કટિબંધીય અમેરિકાનું વૃક્ષ છે. Tecoma grandifloraને કેસરી રંગનાં નલિકાકાર કે નિવાપ આકારનાં મોટાં પુષ્પો અગ્રસ્થ કલગી સ્વરૂપે આવે છે, મોટેભાગે વસંત ઋતુમાં પણ ક્યારેક વહેલાંમોડાં…
વધુ વાંચો >ટોરેનિયા
ટોરેનિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગના સ્ક્રોફ્યુલારિયેસી કુળની નાની, શોભનીય (ornamental) શાકીય પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ કટિબંધીય એશિયા અને આફ્રિકામાં થયેલું છે. તેની લગભગ 20 જેટલી જાતિઓ છે. તે પૈકી ભારતમાં 16 જેટલી જાતિઓ થાય છે અને બહુ થોડી વિદેશી જાતિઓને પ્રવેશ અપાયો છે, જે પ્રાકૃતિક બની છે. તે ભેજ અને…
વધુ વાંચો >