મૃગેન્દ્ર વૈષ્ણવ
ટ્રેમા
ટ્રેમા : દ્વિદળી વર્ગના અલ્મેસી કુળની સદાહરિત વૃક્ષો અને ક્ષુપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેની લગભગ 20 જાતિઓ થાય છે. ભારતમાં ત્રણ જાતિઓ Trema orientalis, Blume. (ખારગુલ, ગોલ), T. politoria, (Planch) Blume અને T. cannabina, Lour થાય છે. T. orientalis ઝડપી વૃદ્ધિ પામતું અલ્પાયુષી…
વધુ વાંચો >ડાયૉસ્પાયરોસ
ડાયૉસ્પાયરોસ : વનસ્પતિના દ્વિદળી વર્ગના અબનૂસાદિ (Ebenaceae) કુળમાં આવેલી એક પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની લગભગ 153 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી 12 જેટલી જાતિઓ આર્થિક ર્દષ્ટિએ અગત્યની છે. ભારતમાં આશરે 41 જાતિઓ નોંધાયેલી છે. તેઓ ડૅક્કન, અસમ અને બંગાળનાં સદાહરિત જંગલોમાં મોટે ભાગે થાય છે. બહુ થોડી જાતિઓ ઉત્તર…
વધુ વાંચો >તાડ
તાડ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની એક જાતિનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Borassus flabellifer. (બં. તાલ; ગુ. તાડ; હિં. તાડ, તાલ, તારકા ઝાર; મ. તાડ; તે. તાડીચેટ્ટુ; ત. પનાર્થ; ક.તાલે; મલ. પાના; અં. palmyra palm) છે. તેની બીજી ચાર જાતિઓ થાય છે. તે આફ્રિકાનું મૂલનિવાસી છે અને તેનો…
વધુ વાંચો >ધવ (ધાવડો)
ધવ (ધાવડો) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળનું મધ્યમથી ઊંચા કદનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Anogeissus latifolia Wall. ex Bedd. (સં. ધવ, હિં. ધો, ધાવા; બં. ધાઉયાગાછ, મ. ધાવડા, અં. બટન ટ્રી, ઘાટી ટ્રી) છે. તે સાગ, સાલ વગેરે અગત્યની જાતિવાળાં શુષ્ક અને પર્ણપાતી જંગલોમાં ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસા, ગુજરાત,…
વધુ વાંચો >ધામણ
ધામણ : દ્વિદળી વર્ગમાં આવેલા ટિલિયેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Grewia tilifolia Vahl (સં. ધનાન્, ધનુર્વૃક્ષ; હિં. ધામિન્; બં. ધામની; તે ચારચી; તા. સદાચી, ઉન્નુ; ક. ઉદુવે) છે. તે મધ્યમથી માંડી વિશાળ કદનું વૃક્ષ છે અને ભારતભરમાં મેદાની-સપાટ પ્રદેશમાં ઠેર ઠેર જોવા મળે છે. તેની વૃદ્ધિ ખીણોમાં અને દક્ષિણ…
વધુ વાંચો >નગોડ
નગોડ : દ્વિદળી વર્ગના વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitex negundo Linn. (સં. निर्गुण्डी ; હિં. शंबाऱु, शिवारी, निसिन्दा ; બં. નિસિન્દા, નિર્ગુન્ડી. મ. निसिन्दा, निगुडी, निर्गुण्डी, ગુ. નગોડ) છે. તે મોટું, સુરભિત (aromatic). 4.5 મી. ઊંચું ક્ષુપ છે. તેની ઉપશાખાઓ સફેદ ઘન રોમિલ (tomentose) હોય છે. કેટલીક…
વધુ વાંચો >નેપિયર ઘાસ
નેપિયર ઘાસ : એકદળી વર્ગમાં આવેલ પોએસી કુળનું તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum purpureum Schum. (નેપિયર ઘાસ, હાથીઘાસ) છે. તે બહુવર્ષાયુ (perennial) છે. અને તેનાં થુંબડાં ઝુંડ (clumps) મોટાં 1.0 મી. વ્યાસનાં થાય છે. વળી તેનાં મૂળિયાં ઊંડે સુધી પ્રસરે છે. તેનો સાંઠો(culm) 2થી 4 મી. લાંબો અને 1.2થી 2.5…
વધુ વાંચો >નૉર્ધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, દહેરાદૂન
નૉર્ધર્ન ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, દહેરાદૂન : દેશનાં વનોનું સંરક્ષણ અને વનીકરણ વૈજ્ઞાનિક પદ્ધતિથી થઈ શકે તે માટે ભારત સરકારે સ્થાપેલી સંસ્થા. તાલીમ પામેલ મહેકમ(staff)ની અગત્ય નજર સમક્ષ રાખીને સરકારે અધિકારીઓ માટેની તાલીમ દહેરાદૂન ખાતે ઇન્ડિયન ફૉરેસ્ટ કૉલેજમાં આપવાની શરૂ કરી હતી. જ્યારે પરિક્ષેત્ર (range) કક્ષાએ કામો સોંપવામાં આવે તો તે…
વધુ વાંચો >પાનરવો (પાંડેરવો)
પાનરવો (પાંડેરવો) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિયોનૉઇડી (પલાશાદિ) ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Erythrina variegata Linn. var. orientalis (Linn.) Merrill syn. E. indica Lam. (સં. મંદાર, પારિભદ્ર, રક્તકેસર, પારિજાત; હિં. દાદપ, મંદાર, ફરહદ, જલનીમ; બ. પલિતામંદાર, પાલિદામાર, પલિતુ-મુદાર; મ. પાંગરા, મંદાર; ગુ. પાનરવો, પાંડેરવો, તમ. કલ્યાણ-મુરુક્કુ, મરુક્કુ;…
વધુ વાંચો >પિત્તપાપડો (1)
પિત્તપાપડો (1) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ફ્યુમેરિયેસી (પર્પટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Fumaria Vaillantii Loisel syn. F. indica Pugsley, F parviflora subsp vaillantii Hook. f. (સં પર્પટ, કટુપત્ર, કલ્પાંગ, પર્પટક, વરતિક્ત, પિત્તહરા, રેણુ, કવચ, ચર્મકંટક, સૂક્ષ્મપત્ર, રજોરેણુ, અવકંટક; હિં પિત્તપાપરા, ધમગજરા, શાહતરા, બં શોતારા, પિત્તપાપરા, બન-શુલ્ફા, બંધાનિયા મ.…
વધુ વાંચો >