મુગટલાલ પોપટલાલ બાવીસી

લોંકાશાહ

લોંકાશાહ : જૈન ધર્મમાં લોંકાગચ્છ સંપ્રદાયના સ્થાપક. અમદાવાદમાં દશા શ્રીમાળી જૈન જ્ઞાતિના લોંકાશાહ નામના લહિયા રહેતા હતા. તેઓ જૈન શાસ્ત્રો અને ગ્રંથોની નકલ કરવાનું કામ કરતા. એ સમયે છાપખાનાંઓ ન હતાં. એટલે ગ્રંથો, શાસ્ત્રો કે પોથીઓની નકલ લહિયાઓ પાસે કરાવવામાં આવતી. કેટલાક શ્રીમંત જૈન શ્રેષ્ઠીઓ પણ પોતાના ખર્ચે ગ્રંથોની નકલ…

વધુ વાંચો >

વિક્ટોરિયા, રાણી

વિક્ટોરિયા, રાણી (જ. 24 મે 1819, લંડન, અ. 22 જાન્યુઆરી 1901, ઑસ્બોર્ન, ઇંગ્લૅન્ડ) : ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડ(યુનાઇટેડ કિંગ્ડમ)ની રાણી. એણે ઈ. સ. 1837થી 1901 સુધીનાં 64 વર્ષ એટલે કે બ્રિટનના બધા રાજ્યકર્તાઓમાં સૌથી વધારે સમય સુધી રાજ્ય કર્યું. એના સમયમાં બ્રિટને વિરાટ ઔદ્યોગિક વિકાસ સાધ્યો અને વિશ્વના સૌથી મોટા…

વધુ વાંચો >

વિટાન

વિટાન : ઇંગ્લૅન્ડમાં ઍંગ્લો-સૅક્સન સમયમાં રાજાને સલાહ આપવા માટેની ડાહ્યા માણસોની સભા(witenagemot)ના સભ્યો. આ સભામાં મોટા ધર્મગુરુઓ (Bishops), ‘અર્લ’ (મોટા જમીનદારો) અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓનો સમાવેશ થતો હતો. રાજા જરૂર પડે ત્યારે ગમે તે અધિકારીને આ સભામાં હાજરી આપવા બોલાવી શકતો. ઇંગ્લૅન્ડનો રાજા નવા કાયદાઓ ઘડવામાં, જમીનોનું દાન આપવામાં,…

વધુ વાંચો >

વિતસ્તા

વિતસ્તા : કાશ્મીરમાં અત્યારે ‘જેલમ’ તરીકે ઓળખાતી નદી. એ પ્રાચીન સમયમાં ‘વિતસ્તા’ તરીકે ઓળખાતી હતી. ગ્રીકોએ એનો ઉલ્લેખ ‘હાયડેસ્પીસ’ (Hydaspes) તરીકે અને ટૉલેમીએ એનો ઉલ્લેખ ‘બિડાસ્પેસ’ (Bidaspes) તરીકે કર્યો છે. એ પછી મુસ્લિમો એનો ઉચ્ચાર ‘બિહત’ અથવા ‘વિહત’ તરીકે કરતા હતા. ઋગ્વેદમાં પંજાબની જે પાંચ નદીઓનો ઉલ્લેખ છે તેમાં આ…

વધુ વાંચો >

વિદેહ

વિદેહ : ‘ઐતરેય બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે હિંદના પૂર્વીય પ્રદેશોમાં આવેલ રાજ્ય. એની સરહદ ‘સદાનીરા’ નદી (ગ્રીકોએ જેને ‘કોન્ડોચેટસ’ નદી તરીકે ઓળખાવી છે એ વર્તમાન ‘ગંડક’ નદી) સુધી હતી. પ્રાચીન વિદેહ રાજ્ય અર્વાચીન તિરહૂત પ્રદેશની જગ્યાએ આવેલું હતું. હાલના ઉત્તર બિહાર અને એની નજીકના વિસ્તારનો એમાં સમાવેશ થતો હતો. ‘મિથિલા’ (નેપાળની…

વધુ વાંચો >

વિલિયમ-1 (વિજેતા)

વિલિયમ-1 (વિજેતા) (જ. 1027, ફ્લઇસે, ફ્રાન્સ; અ. 1087) : ઇંગ્લૅન્ડનો નૉર્મન વંશનો પ્રથમ રાજા. તે વિલિયમ-1 ‘વિજેતા’ તરીકે ઓળખાય છે. એનો પિતા રૉબર્ટ-1 ફ્રાન્સના નૉર્મન્ડી પ્રદેશનો ડ્યૂક હતો. એના પિતાનું અવસાન થતાં 1035માં 8 વર્ષની વયે એને નૉર્મન્ડીનો પ્રદેશ વારસામાં મળ્યો. એની યુવાવસ્થામાં નૉર્મન્ડીમાં ઘણી અવ્યવસ્થા હતી. 1047માં થયેલા મોટા…

વધુ વાંચો >

વિશ્વખોજનો યુગ

વિશ્વખોજનો યુગ : વિશ્વમાં નવી શોધો થઈ તે યુગ. નવજાગૃતિના સમય દરમિયાન યુરોપમાં સાહિત્ય, કલા અને વિજ્ઞાનના ક્ષેત્રે ઘણો વિકાસ થયો. નવી શોધો થઈ. નવું જાણવાની, શીખવાની અને શોધવાની વૃત્તિ જન્મી. મુદ્રણકલા, હોકાયંત્ર, દૂરબીનનો કાચ વગેરેની શોધોએ સાહસિકોના જ્ઞાનમાં વધારો કર્યો. માર્કો પોલોનાં પ્રવાસવર્ણનોએ દરિયાખેડુઓેને પ્રોત્સાહન આપ્યું. લાંબા દરિયાઈ પ્રવાસો…

વધુ વાંચો >

વેવેલ, લૉર્ડ આર્કિબાલ્ડ પર્સિવલ

વેવેલ, લૉર્ડ આર્કિબાલ્ડ પર્સિવલ (જ. 5 મે 1883, કોલચેસ્ટર, ઇસૅક્સ, ઇંગ્લૅન્ડ; અ. 24 મે 1950, લંડન) : બ્રિટિશ ફિલ્ડમાર્શલ, મુત્સદ્દી અને વહીવટકર્તા ઈ. સ. 1943થી 1947 સુધીના સમયમાં એમણે હિંદના વાઇસરૉય અને ગવર્નર જનરલ તરીકે કામ કર્યું હતું. એમના પિતા લશ્કરમાં અધિકારી હતા. લૉર્ડ વેવેલે સૅન્ડહર્સ્ટની વિન્ચેસ્ટર કૉલેજ તથા રૉયલ…

વધુ વાંચો >

વૅંગ મૅંગ

વૅંગ મૅંગ (શાસનકાળ ઈ. સ. 9-23) : હેન વંશના બાળરાજાને દૂર કરી સત્તા આંચકી લેનાર ચીનનો સમ્રાટ. પ્રાચીન ચીનમાં હેન વંશના રાજાઓએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું હતું. આ રાજવંશની સ્થાપના લિયુ પેંગ (Liu Pang) નામના સમ્રાટે ઈ. પૂ. 202માં કરી હતી. ઈ. પૂ. 202થી ઈ. સ. 9 સુધી તેણે…

વધુ વાંચો >

વૉકર કરાર (સેટલમેન્ટ)

વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…

વધુ વાંચો >