મહેશ ચોકસી

સારથી ઓ. પી. શર્મા

સારથી, ઓ. પી. શર્મા (જ. 1 એપ્રિલ 1933, જમ્મુ) : ડોગરીના લેખક. તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો છે. તેમણે કલાકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને 1962 અને 1964માં વૈયક્તિક ચિત્રપ્રદર્શનો યોજ્યાં. સીએસઆઇઆરના સિનિયર આર્ટ ઑફિસર તરીકે નિવૃત્ત થયા પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત. તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : રાજ્યની અકાદમીનો…

વધુ વાંચો >

સાહુ મોહપાત્ર નીલમણિ

સાહુ, મોહપાત્ર નીલમણિ (જ. 1926, નિઆલી, જિ. કટક, ઓરિસા; અ. 25 જૂન 2016, ભુવનેશ્વર ) : અદ્યતન ઊડિયા લેખક. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અભિસપ્ત ગંધર્વ’ (1981) બદલ 1984ના વર્ષનો પ્રતિષ્ઠિત સરલા ઍવૉર્ડ તેમજ કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 19 વાર્તાસંગ્રહો, 2 નવલકથાઓ અને 10 નિબંધસંગ્રહો…

વધુ વાંચો >

સાંઝી ધરતી બખલે માનુ (1976)

સાંઝી ધરતી બખલે માનુ (1976) : ડોગરી નવલકથાકાર નરસિંગદેવ જામવાલ (જ. 1931) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. ડોગરી ભાષાના આ નામાંકિત નવલકથાકાર અને નાટ્યલેખક 14 વર્ષની વયે જમ્મુ અને કાશ્મીરનાં સ્ટેટ ફૉર્સિઝમાં જોડાયા અને 194850 દરમિયાન યુદ્ધકેદી તરીકે પકડાયા હતા. 1951માં લશ્કરમાંથી છૂટા…

વધુ વાંચો >

સિકૉર્સ્કી ઇગૉર (ઇવાન)

સિકૉર્સ્કી, ઇગૉર (ઇવાન) (જ. 1889, કીવ, યુક્રેન; અ. 1972) : અમેરિકાના હવાઈ ઉડ્ડયનના ઇજનેર અને હેલિકૉપ્ટરના શોધક. તેમણે 1909થી જ હેલિકૉપ્ટર બાંધવાના પ્રયોગો આદર્યા; પરંતુ પૂરતા અનુભવ તથા નાણાકીય સાધનોના અભાવે પોતાની કામગીરી અભરાઈએ ચઢાવી અને પોતાનું ધ્યાન હવાઈ જહાજ પરત્વે કેન્દ્રિત કર્યું. 1913માં તેમણે 4 એંજિનવાળું પહેલવહેલું ઍરોપ્લેન બાંધ્યું…

વધુ વાંચો >

સિનાત્રા ફ્રૅન્ક

સિનાત્રા, ફ્રૅન્ક (જ. 12 ડિસેમ્બર 1915, હોબૉકન, ન્યૂ જર્સી; અ. 14 મે 1998) : અમેરિકાના નામી ગાયક અને ફિલ્મી અભિનેતા. 1933માં જ્યારે તેઓ કલાપ્રેમી પ્રતિભાની સ્પર્ધામાં જોડાયા ત્યારથી તેમની ગાયક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. પછી તેઓ હૉબોકન ફૉર નામક અર્ધધંધાદારી જૂથમાં જોડાયા. 1939માં બૅન્ડના વડા હેરી જેમ્સે એક કાફેમાંથી તેમની…

વધુ વાંચો >

સિમોની સારા

સિમોની, સારા (જ. 19 એપ્રિલ 1953, રિવૉલી, વેરોના, ઇટાલી) : ઇટાલીનાં મહિલા ઍથ્લેટિક્સ-ખેલાડી. સૌપ્રથમ તેમણે 1972માં ઑલિમ્પિક રમતોમાં ભાગ લીધો અને તેઓ છઠ્ઠા ક્રમે રહ્યાં. તેઓ 3 ઑલિમ્પિક ચંદ્રકનાં વિજેતા બન્યાં. 1980માં સુવર્ણચંદ્રક અને 1976 તથા 1984માં રજતચંદ્રક. 1978માં તેઓ યુરોપિયન ચૅમ્પિયન બન્યાં; 1974 તથા 1982માં કાંસ્યચંદ્રક જીત્યાં; 1971માં તેઓ…

વધુ વાંચો >

સિમ્પસન બૉબી

સિમ્પસન, બૉબી (જ. 3 ફેબ્રુઆરી 1936, મૅરિક્વિલે, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. તેઓ એક આધારભૂત લેગ-બ્રેક ઓપનિંગ-ગોલંદાજ ઉપરાંત એક મહાન સ્લિપ-ફિલ્ડર હતા. 16 વર્ષની વયે ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમીને તેમણે કારકિર્દીનો વહેલો પ્રારંભ કર્યો અને 21 વર્ષની વયે તો તેમણે ટેસ્ટ-પ્રવેશ કર્યો. છતાં વિસ્મય એ વાતનું રહ્યું…

વધુ વાંચો >

સિલન્પા, ફ્રાન્સ એમિલ

સિલન્પા, ફ્રાન્સ એમિલ (જ. 16 સપ્ટેમ્બર 1888, કીરિક્કલા, ફિનલૅન્ડ; અ. 3 જૂન 1964, હેલસિન્કી) : 1939નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફિનલૅન્ડના સર્વપ્રથમ સાહિત્યકાર. ફ્રાન્સ એમિલ સિલન્પા તેમના સમયના તેઓ સૌથી અગ્રણી લેખક બની રહ્યા. તેઓ ખેડુ-પુત્ર હતા. થોડો સમય તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, પછી પૂરો સમય તેમણે લેખનકાર્ય પાછળ…

વધુ વાંચો >

સિલા નેરાંગલિલ સિલા મનિથાર્ગલ (1970)

સિલા નેરાંગલિલ સિલા મનિથાર્ગલ (1970) : તમિળ લેખક ડી. જયકાંતન્ (જ. 1934) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1972ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમનો ઉછેર સામ્યવાદી પક્ષની કચેરીમાં થયો હતો અને ત્યાં તેમણે આપમેળે શિક્ષણ મેળવ્યું. જુદી જુદી નાનીમોટી કામગીરી બજાવ્યા પછી તેઓ સ્વતંત્ર લેખક તરીકે બહાર આવ્યા. તેઓ…

વધુ વાંચો >

સિંગ આરસીપ્રસાદ

સિંગ, આરસીપ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1911, અરાઉત, સમસ્તીપુર, બિહાર; અ. 15 નવેમ્બર 1996) : મૈથિલી અને હિંદીના કવિ. તેઓ કોચી ડિગ્રી કૉલેજ, ખગસિયા ખાતે અધ્યાપક રહ્યા, 1948-51; ઑલ ઇન્ડિયા રેડિયો ખાતે હિન્દીના કાર્યક્રમ-નિર્માતા તરીકે કામ કર્યું, 1956-88. તેમને મળેલ સન્માનોમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવૉર્ડ (1984), બિહાર સરકાર તરફથી દિનકર એવૉર્ડ…

વધુ વાંચો >