મહેશ ચોકસી

શાસ્ત્રી, વિશ્વનારાયણ

શાસ્ત્રી, વિશ્વનારાયણ (જ. 1923, નારાયણપુર, આસામ) : આસામી તથા સંસ્કૃતના વિદ્વાન સર્જક. તેમની ‘અવિનાશી’ નામની સંસ્કૃત કૃતિને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે સંસ્કૃતનું પારંપરિક શિક્ષણ કોલકાતા, વારાણસી તથા આસામમાં મેળવ્યું. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ. તથા ડી. લિટ.ની ડિગ્રીઓ મેળવી. તેમણે શાળાના શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ…

વધુ વાંચો >

શાસ્ત્રી, વી. સુબ્રમણ્ય

શાસ્ત્રી, વી. સુબ્રમણ્ય (જ. 1907) : સંસ્કૃતના વિદ્વાન લેખક. સંસ્કૃતના પંડિતોના જાણીતા પરિવારમાં જન્મ. નાનપણથી જ પાંડિત્યવાળા વાતાવરણમાં ઉછેર થવાથી કિશોરાવસ્થામાં જ તેઓ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યથી સુપરિચિત થયા હતા. મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીની ‘ન્યાયશિરોમણિ’ની પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા અને પિટ્ટી મુનુસ્વામી ચેટ્ટી સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. એ ઉપરાંત કાંચીના શંકરાચાર્ય,…

વધુ વાંચો >

શાસ્ત્રી, શાંતિ ભિક્ષુ

શાસ્ત્રી, શાંતિ ભિક્ષુ (જ. 1912, બીબીપુર, લખનૌ, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃતના કવિ અને વિદ્વાન. 1938માં ‘સાહિત્યાચાર્ય’ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. ફ્રેડરિખ વેલર નામના અધ્યાપકના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરીને તેમણે લિપઝિગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1946થી તેમણે શ્રીલંકા, શાંતિનિકેતન તથા લિપઝિગ(જર્મની)માં અધ્યાપન કર્યું અને શ્રીલંકાની વિદ્યાલંકાર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત ભાષાવિભાગના પ્રાધ્યાપક…

વધુ વાંચો >

શાસ્ત્રી, સત્યવ્રત

શાસ્ત્રી, સત્યવ્રત [જ. 29 સપ્ટેમ્બર 1930, લાહોર (હવે પાકિસ્તાનમાં)] : સંસ્કૃતના વિદ્વાન અને કવિ. ‘શાસ્ત્રી’ તથા ‘વ્યાકરણાચાર્ય’ની ઉપાધિ ઉપરાંત એમ.એ., એમ.ઓ.એલ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. અધ્યાપનનો વ્યવસાય. દિલ્હી યુનિવર્સિટીમાંથી સંસ્કૃતના પંડિત મનમોહનનાથ દાર પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત. શાસ્ત્રીનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : મુલાકાતી પ્રાધ્યાપક, ઇન્ડિયન સ્ટડિઝ, યુલાલાગ્કૉર્ન યુનિવર્સિટી, બૅંગ્કૉક, 1977-79;…

વધુ વાંચો >

શિવપ્રકાશ, એચ. એસ.

શિવપ્રકાશ, એચ. એસ. (જ. 15 જૂન 1954, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. (1976) અને પીએચ.ડી.(1998)ની ડિગ્રી મેળવી. બૅંગલોરની મહારાણી આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક. હાલ (2002માં) કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અંગ્રેજી મુખપત્ર ‘ઇન્ડિયન લિટરેચર’ના તંત્રી. તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ,…

વધુ વાંચો >

શિવરુદ્રપ્પા, જી. એસ.

શિવરુદ્રપ્પા, જી. એસ. (જ. 7 ફેબ્રુઆરી 1926, શિકારીપુરા, જિ. શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના લેખક. મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. (1953) તથા પીએચ.ડી.(1960)ની ડિગ્રી મેળવી. નિવૃત્ત પ્રાધ્યાપક અને નિયામક, સેન્ટર ઑવ્ કન્નડ સ્ટડિઝ, બૅંગલોર યુનિવર્સિટી. 2002થી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિમાં રોકાયેલા રહ્યા છે. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : પ્રમુખ, કર્ણાટક સાહિત્ય અકાદમી (1987-90);…

વધુ વાંચો >

શીશે જા ઘરા

શીશે જા ઘરા (1989) : સિંધી કવિ ગોવર્ધન‘ભારતી’નો કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1990ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમાં ગઝલ, ગીતો અને અન્ય કાવ્યરૂપોનું ઠીક ઠીક વૈવિધ્ય છે. કાવ્યરચનાના પ્રકાર પ્રમાણે સંગ્રહના 3 ભાગ છે. ક્યારેક કવિ લાગણીશીલ, ક્યારેક ચિંતનશીલ, ક્યારેક ઉદ્દંડ તો ક્યારેક સૌમ્ય – એમ વિવિધ ભાવમુદ્રાઓ…

વધુ વાંચો >

શુશુનૉવા યેલેના

શુશુનૉવા યેલેના (જ. 23 મે 1969, લેનિનગ્રાડ, રશિયા) : રશિયાના જિમ્નૅસ્ટિકનાં મહિલા ખેલાડી. 1988ના ઑલિમ્પિક રમતોત્સવનાં તેઓ સર્વાંગી ચૅમ્પિયન નીવડ્યાં; તેઓ વ્યક્તિગત રૌપ્ય અને કાંસ્યચન્દ્રકનાં વિજેતા બન્યાં અને ટીમનો સુવર્ણચન્દ્રક જીત્યાં. 1982માં તેઓ પ્રથમ સોવિયેત વિજયપદકના વિજેતા બન્યાં; 1985માં તેઓ સમગ્ર યુરોપના ચૅમ્પિયન બન્યાં અને એ રીતે 4માંથી 3 વૈયક્તિક…

વધુ વાંચો >

શેખલિન બૉરિસ

શેખલિન બૉરિસ (જ. 23 જાન્યુઆરી 1932, ઇશિમ, યુએસએસઆર) : જિમ્નૅસ્ટિક્સના રશિયાના ખેલાડી, ઑલિમ્પિક રમતોત્સવમાં તેઓ જિમ્નૅસ્ટિક્સની 6 વ્યક્તિગત સ્પર્ધાઓમાં 6 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા : 1956માં 1, 1960માં 4 અને 1964માં 1. વળી એમાં ઉમેરા તરીકે 1956માં ટીમ-સુવર્ણચંદ્રક પણ જીત્યા. આ ઉપરાંત 4 રૌપ્ય અને 2 કાંસ્યચંદ્રકો પણ જીત્યા. ઑલિમ્પિકમાં આવું…

વધુ વાંચો >

શેખાવત, સુમેરસિંહ

શેખાવત, સુમેરસિંહ (જ. 1933, સરવાડી, સિકર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મારુ મંગલ’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ શેખાજી શેખાવતના વંશના છે. તેમનું પ્રારંભિક જીવન બિનાસર, રાજસ્થાનમાં પસાર થયું. આનંદીલાલ શર્મા તથા નેમનારાયણ જોશીના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ તેમણે શિક્ષણ મેળવ્યું હતું. વ્યવસાયે તેઓ શિક્ષક રહેલા અને…

વધુ વાંચો >