મહેશ ચોકસી

વૅન ઉસ્ટન-હૅગ કીટી

વૅન ઉસ્ટન–હૅગ કીટી (જ. 1949, માર્ટનસ્ટિક, હોલૅન્ડ) : હોલૅન્ડનાં મહિલા-સાઇકલસવાર (cyclist). તેઓ વિશ્વનાં એક સૌથી મજબૂત સાઇકલસવાર લેખાયાં. તેમની ઝળહળતી કારકિર્દીમાં તેમણે 6 વિશ્વ વિજયપદક અને 22 રાષ્ટ્રીય વિજયપદક હાંસલ કર્યા. 1975-76માં અને 1978-79માં તેઓ વિશ્વ-ચૅમ્પિયન બન્યાં. 1971માં બીજા ક્રમે, 1968-69માં અને 1974માં ત્રીજા ક્રમે રહ્યાં; 1968 અને 1976માં તેઓ…

વધુ વાંચો >

વેન્ડેન, માઇક

વેન્ડેન, માઇક (જ. 17 નવેમ્બર 1949, લિવરપૂલ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના તરણ-ખેલાડી. 1968ના ઑલિમ્પિકના રમતોત્સવમાં 100 મી. તથા 200 મી. ફ્રીસ્ટાઇલ – એ બંને સ્પર્ધામાં છ-દશાંશના તફાવતથી તેઓ વિજેતા બન્યા. તેઓ ‘સ્વિમિંગ મશીન’ તરીકે ઓળખાતા. વળી ઑસ્ટ્રેલિયન રિલે ટીમમાં રજત અને કાંસ્યચંદ્રક પણ તેમણે જીત્યા હતા. ટૂંકા અંતરના તરણમાં તેમણે 52.2નો…

વધુ વાંચો >

વેરિટી, હેડલી

વેરિટી, હેડલી (જ. 18 મે 1905, હેડિંગ્લી, લીડ્ઝ, યૉર્કશાયર, યુ.કે.; અ. 31 જુલાઈ 1943, કૅસેર્ટા, ઇટાલી) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. 1930ના દાયકાના વિશ્વના સર્વોત્તમ ધીમા મધ્યમ (slow medium) ડાબેરી સ્પિનર તરીકે તેઓ વ્યાપક ખ્યાતિ પામ્યા હતા. બીજા વિશ્વયુદ્ધની અતિજાણીતી ક્રિકેટ-દુર્ઘટના નિમિત્તે પણ તેમનું નામ જુદી રીતે પ્રસિદ્ધિ પામ્યું હતું – ઇટાલીની…

વધુ વાંચો >

વેલ્લાયની, અર્જુનન્

વેલ્લાયની, અર્જુનન્ (જ. 10 ફેબ્રુઆરી 1933, વેલ્લાયની, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ લેખક. અંગ્રેજી, મલયાળમ તથા હિંદીમાં એમ.એ., પીએચ.ડી., ડી.લિટ.; તમિળ, તેલુગુ તથા કન્નડમાં ડિપ્લોમા; ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક ડિપ્લોમા. હાલ મહાત્મા ગાંધી યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ કૉમ્યુનિકેશન ઍન્ડ ઇન્ફરમેશન સાયન્સના નિયામક. અગાઉ ‘મલયાળમ એન્સાઇક્લોપીડિયા’ના મુખ્ય સંપાદક તેમજ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્સાઇક્લોપીડિક પબ્લિકેશન્સના નિયામક…

વધુ વાંચો >

વેલ્સ, ઍલન

વેલ્સ, ઍલન (જ. 3 મે 1952, એડિનબરો, યુ.કે.) : ઍથ્લેટિક્સના આંગ્લ ખેલાડી. 1980માં 100 મીટરમાં તેઓ ઑલિમ્પિક રમતોમાં ચૅમ્પિયન બન્યા અને તે વખતે તેમની વય 28 હોવાથી, એ ચૅમ્પિયનશિપમાં તેઓ સૌથી મોટી ઉંમરના ચૅમ્પિયન હતા. યુ.એસ.ના બહિષ્કારના કારણે તેઓ ટોચના અમેરિકન ખેલાડી સામે પોતાની તાકાતનું પ્રદર્શન કરી શક્યા નહિ, પરંતુ…

વધુ વાંચો >

વેંગસરકર, દિલીપ બળવંત

વેંગસરકર, દિલીપ બળવંત (જ. 6 એપ્રિલ 1956, મુંબઈ) : ભારતના ક્રિકેટ ખેલાડી. ઉચ્ચ કક્ષાના પૂર્વ ટેસ્ટ બૅટધર ઇંગ્લૅન્ડના લૉડર્ઝના મેદાન ખાતે ત્રણ વાર સદીઓ ફટકારવાનું સ્વપ્નું સાર્થક કરનાર ભારતના એકમાત્ર બૅટધર. વેંગસરકરે આ સિદ્ધિ પોતાના પ્રથમ 3 ઇંગ્લૅન્ડ-પ્રવાસ દરમિયાન એટલે કે 1979, 1982 અને 1986માં હાંસલ કરી અને ક્રિકેટના વિશ્વમથક…

વધુ વાંચો >

વૉકર, જૉન

વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…

વધુ વાંચો >

વૉકિહુરી, ડગ્લાસ

વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…

વધુ વાંચો >

વૉગેલ, પોલા (ઍન)

વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…

વધુ વાંચો >

વૉન ક્રૅમ ગૉટ ફ્રિડ

વૉન ક્રૅમ ગૉટ ફ્રિડ (જ. 7 જુલાઈ 1909, નૅટિંગન, હૅનૉવર; અ. 9 નવેમ્બર 1976, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) : જર્મનીના ટેનિસ-ખેલાડી. તેઓ 7 ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સમાં ફાઇનાલિસ્ટ બન્યા પણ કેવળ 2માં જ વિજયી નીવડ્યા  એ બે તે 1934 અને 1936માં ફ્રેન્ચ સ્પર્ધા. 1935માં તેઓ એ સ્પર્ધામાં રનર-અપ હતા. એ જ રીતે 1937માં…

વધુ વાંચો >