મહેશ ચોકસી
લિપ્ટન, ટૉમસ (સર)
લિપ્ટન, ટૉમસ (સર) (જ. 10 મે 1850, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 2 ઑક્ટોબર 1931) : સ્કૉટલૅન્ડના નામી ઉદ્યોગપતિ. તેઓ લિપ્ટન લિમિટેડ નામની ચા તથા અન્ય જીવનજરૂરી વસ્તુઓની કંપનીના સ્થાપક હતા. શરૂઆતમાં તેમણે સૂકવેલું માંસ, ઈંડાં, માખણ અને ચીઝના વેપારમાંથી ખૂબ કમાણી કરી. ગ્લાસગોમાં તેમનો નાનો સ્ટોર હતો અને તેમાંથી સમગ્ર યુનાઇટેડ…
વધુ વાંચો >લિયોનાર્ડ, રે
લિયોનાર્ડ, રે (જ. 17 મે 1956, વિલમિગ્રૉન, નૉર્થ કૅરોલિના, યુ.એસ.) : અમેરિકાના નામી મુક્કાબાજ. મૂળે તો તેઓ ગાયક થવાના હતા, પણ કુસ્તીબાજ બની ગયા. તેઓ 1974–75 દરમિયાન નૉર્થ અમેરિકાના ઍમેટર ચૅમ્પિયન અને એએયુ (AAU) ચૅમ્પિયન હતા. 1973–74 દરમિયાન તેઓ ગોલ્ડન ગ્લવ્ઝ ચૅમ્પિયન રહ્યા, 1975ની પૅન-અમેરિકન ગૅમ્સમાં તેઓ સુવર્ણચન્દ્રકના વિજેતા નીવડ્યા…
વધુ વાંચો >લિલી, ડેનિસ કીથ
લિલી, ડેનિસ કીથ (જ. 18 જુલાઈ 1949, સુખિયાકો, પર્થ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના મહાન ઝડપી ગોલંદાજ. 1970ના દશકામાં ઑસ્ટ્રેલિયાની ટીમમાં તેમણે પ્રતિષ્ઠા મેળવી; એ વખતે, તેમના એક બીજા ઝડપી ગોલંદાજ સાથી જેફ ટૉમસનના સાથથી કેવળ અતિઝડપી ગોલંદાજીના પ્રભાવથી તેમણે અનેક ટેસ્ટ ટીમોને હતોત્સાહ કરી મૂકી હતી. પછીના સમયમાં તેમણે પોતાની ગોલંદાજીમાં…
વધુ વાંચો >લિવિંગ થિયેટર
લિવિંગ થિયેટર : 1947માં ઉદભવેલી અમેરિકન થિયેટર પ્રવૃત્તિ. જૂડિથ મૅલિના (જ. 1926) અને જૂલિયન બેક (જ. 1925) નામનાં અભિનેતા પતિ-પત્નીએ ભેગાં મળીને તેની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તેઓ બ્રેખ્ત, ગાર્સિયા લૉર્કા, ગર્ટ્રૂડ સ્ટાઇન તથા પૉલ ગુડમૅન જેવાં નાટ્યકારોની લિખિત કૃતિઓ પ્રમાણે નાટ્ય-પાઠ ભજવતા. આખરે તેમણે આંતોનૅ આર્તો પ્રયોજિત શબ્દાતીત કે…
વધુ વાંચો >લિસ્ટન, સૉની
લિસ્ટન, સૉની (જ. 8 મે 1932, સેંટ ફ્રાન્સિસ, અરકૅનસસ, યુ.એસ.; અ. 30 ડિસેમ્બર 1970, લાસ વેગાસ; નેવાડા) : અમેરિકાના મુક્કાબાજ. અગાઉ થઈ ગયેલા કરતાં એક સૌથી ભયાવહ હેવી વેટ ચૅમ્પિયન. તેમની રીતભાત કઠોર અને નિર્દય હતી, તેમજ આંખો બિહામણી હતી. કિશોરાવસ્થામાં પોલીસ-કાર્યવહીનો પણ ઘણી વાર તેઓ ભોગ બન્યા હતા. તેમની…
વધુ વાંચો >લિંડવૉલ, રે
લિંડવૉલ, રે (જ. 3 ઑક્ટોબર 1921, મૅસ્કોટ, સિડની) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. સરળ અભિગમ તથા લયબદ્ધ ગોલંદાજી ક્રિયા(action)ના પરિણામે જે ઝડપ અને આઉટ-સ્વિંગ ગોલંદાજીનો તેમણે આવિષ્કાર કર્યો તેના પરિણામે તત્કાલીન યુદ્ધોત્તર દશકા દરમિયાન તેઓ સૌથી ભયાવહ ઝડપી ગોલંદાજ બની રહ્યા. કીથ મિલરના સાથમાં તેમની એક જોરદાર જોડી બની રહી, ઇંગ્લૅન્ડ સામેની…
વધુ વાંચો >લીવિસ, એફ. (ફ્રૅન્ક) આર. (રેમંડ)
લીવિસ, એફ. (ફ્રૅન્ક) આર. (રેમંડ) (જ. 14 જુલાઈ 1895, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 17 એપ્રિલ 1978) : બ્રિટનની આર્નોલ્ડ અને રસ્કિનની પરંપરાના સાહિત્યવિવેચક. આ પ્રભાવશાળી વિવેચકનાં લખાણો તથા શિક્ષણની બ્રિટનની શાળાઓ તથા યુનિવર્સિટીઓમાં સાહિત્યના અભ્યાસ પર ઊંડી અને વ્યાપક અસર પડી. તેમના સમકાલીન અન્ય વિવેચકો આઈ. એ. રિચર્ડ્ઝ તથા વિલિયમ ઍમ્પસન…
વધુ વાંચો >લૂઇસ, સેસિલ ડે
લૂઇસ, સેસિલ ડે (જ. 27 એપ્રિલ 1904, બેલિનટબર, આયર્લૅન્ડ; અ. 22 મે 1972) : બ્રિટનના રાજકવિ. તેમણે ઇંગ્લૅન્ડમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. રાજકવિ તરીકેની નિયુક્તિ પૂર્વેની તેમની કારકિર્દીમાં કાવ્યલેખનનો, વર્જિલ અને વાલેરીની કૃતિઓના અનુવાદનો, યુનિવર્સિટી-પ્રાધ્યાપક તરીકે અધ્યાપન તેમજ ‘નિકલસ બ્લૅક’ના ઉપનામથી રહસ્યકથાનું લેખન જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો.…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લૅક્સનેસ, હૉલ્ડોર (Halldor Laxness)
લૅક્સનેસ, હૉલ્ડોર (Halldor Laxness) (જ. 23 એપ્રિલ 1902, રિક્યાવિક/રેક્જેવિક, આઇસલૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1998, રેક્જૅવિક, આઇસલૅન્ડ) : 1955માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર આઇસલૅન્ડના આધુનિક સાહિત્યજગતના અગ્રણી સર્જક. આઇસલૅન્ડની રાજધાની રૅકજેવિકમાં તેમનો ઉછેર ફાર્મમાં થયો હતો તેથી ગ્રામીણ વાતાવરણ, આઇસલૅન્ડના પરંપરાગત ગીતો, લોકકથાઓ અને સાહસકથાઓના તેમને દૃઢ સંસ્કાર સાંપડ્યા હતા.…
વધુ વાંચો >