મહેશ ચોકસી

રિવૉલ્વિંગ સ્ટેજ

રિવૉલ્વિંગ સ્ટેજ : નાટ્ય-ભજવણીનાં દૃશ્યો બદલવા કે તેમાં ફેરફાર કરવા માટે રંગભૂમિની પ્રયુક્તિ. તેમાં મધ્યસ્થ મજબૂત આધાર-કીલક(pivot)ના ટેકે ગોઠવાયેલ ફરતા ટેબલ પર ત્રણ કે ત્રણથી વધુ દૃશ્યો તૈયાર કરવામાં આવે છે. પ્રેક્ષકો સમક્ષ યથાપ્રસંગ તે ફેરવવાથી દૃશ્ય-પલટો સહજ, સુગમ અને ઝડપી બની શકે છે. તેની શોધ સત્તરમી સદીમાં જાપાનમાં ત્યાંના…

વધુ વાંચો >

રીઝ, અર્નેસ્ટ પર્સિવલ

રીઝ, અર્નેસ્ટ પર્સિવલ (જ. 17 જુલાઈ 1859, લંડન; અ. 25 મે 1946, લંડન) : આંગ્લ સંપાદક અને લેખક. વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓની બિનખર્ચાળ આવૃત્તિઓની શ્રેણીના સંપાદનકાર્યનો તેમની પોતાની જ નહિ પણ અનુગામી પેઢીઓની સાહિત્યિક રુચિ પર ખૂબ પ્રભાવ પડ્યો હતો. નબળા સ્વાસ્થ્યને કારણે તેમના અભ્યાસમાં વિક્ષેપ પડ્યો હતો, પણ ભાવિ વિકાસની…

વધુ વાંચો >

રીડ, જૉન

રીડ, જૉન (જ. 3 જૂન 1928, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-ખેલાડી. નૉર્ધન ડિસ્ટ્રિક્ટ્સ સામે વેલિંગ્ટન વતી 1963માં 296 રનના દાવમાં તેમણે વિશ્વવિક્રમ રૂપે 15 છક્કા લગાવીને દડાને જોરદાર રીતે ફટકારવાના પોતાના કૌશલ્યની પ્રતીતિ કરાવી હતી. ટેસ્ટ-કારકિર્દીનો આરંભ તેમણે 1940માં ઇંગ્લૅન્ડ સામે કર્યો અને ત્યારથી માંડીને તેઓ ન્યૂઝીલૅન્ડ વતી ઉત્તરોત્તર 58…

વધુ વાંચો >

રીડ, ફિલ

રીડ, ફિલ (જ. 1 જાન્યુઆરી 1939, લુટન બેડફર્ડશાયર, યુ.કે.) : મોટર-સાઇક્લિંગના યુ.કે.ના ખેલાડી. તેઓ મોટર-સાઇક્લિંગના 8 વખત વિશ્વ-ચૅમ્પિયન બન્યા – 1964–65, 1968 અને 1971માં 2,500 સીસી, પર; 1973 –79માં એમવી માટે 500 સીસી પર અને 1977માં હૉન્ડા માટે ફૉર્મ્યુલા-I પર. 1961થી 1975 દરમિયાનની તેમની કારકિર્દી દરમિયાન તેઓ 52 વાર ગ્રૅન્ડ…

વધુ વાંચો >

રીડ, રૉબિન

રીડ, રૉબિન (જ. 20 ઑક્ટોબર 1899, પેટીગ્રુ, આર્કન્સો, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 1978, સાલેમ, ઑરેગન) : વિશ્વયુદ્ધ પૂર્વેના યુગના સૌથી મહાન – કદાચ સદાકાળ માટેના સૌથી મહાન અમેરિકન કુસ્તીબાજ. હાઇસ્કૂલથી શરૂ થયેલી અને ઑરેગન રાજ્યમાં સાતત્યપૂર્વક ચાલુ રહેલી તેમની કારકિર્દીમાં તેઓ કદી પરાજિત થયા નહોતા. 1921–22 અને 1924માં તેઓ ઍમેટર…

વધુ વાંચો >

રીમ્ઝ કથીડ્રલ

રીમ્ઝ કથીડ્રલ : ગૉથિક કલા અને સ્થાપત્યનું એક સૌથી ભવ્ય સર્જન. 1211થી 1311 દરમિયાન બંધાયેલ આ કથીડ્રલનું નિર્માણ, ફ્રાન્સના રીમ્ઝ શહેરમાં રાજવીઓના રાજ્યાભિષેકના પરંપરાગત સ્થળે કરવામાં આવ્યું છે. 1210માં આગ લાગ્યા પછી આ કથીડ્રલનું બાંધકામ જ્યાં દ’ ઑરબેઝ નામના સ્થપતિના માર્ગદર્શન હેઠળ 1211માં આરંભાયું. જે જિન લુપે 1231થી 1237 સુધી;…

વધુ વાંચો >

રુરુબા રોમન

રુરુબા રોમન (જ. 25 નવેમ્બર 1942, જ્યૉર્જિયન વિલેજ, જ્યૉર્જિયા, યુ.એસ.એસ.આર.) : રશિયાના કુસ્તીબાજ. 196૩થી 1970ના દરેક વર્ષે 6૩ અથવા 69 કિગ્રા. ગ્રેકૉ-રોમન કુસ્તીમાં સોવિયેટ ચૅમ્પિયન બન્યા, 1964માં ઓલિમ્પિક રમતોત્સવમાં ફેધર વેટ (6૩ કિગ્રા.) સ્પર્ધામાં રૌપ્યચંદ્રકના વિજેતા બન્યા અને 1968માં સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1966થી તેઓ 5 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અપરાજિત…

વધુ વાંચો >

રૂડૉલ્ફ, વિલ્મા (ગ્લૉડિયન)

રૂડૉલ્ફ, વિલ્મા (ગ્લૉડિયન) (જ. 1940, બેથલહેમ, ટેનેસી; અ. 1994) :  અમેરિકાનાં મહિલા-દોડવીર. શૈશવમાં તેઓ બાળલકવાનો ભોગ બન્યાં હતાં, પરંતુ ખૂબ પરિશ્રમ વેઠીને તેઓ તેમાંથી પાર ઊતર્યાં. ખેલાડીઓની ‘ટેનેસી બેલ્સ’ નામક મંડળીના એક સભ્ય તરીકે તેઓ નાની વયથી જ નામના પામ્યાં. 16 વર્ષની વયે જ તેઓ 1956ની ઓલિમ્પિક રમતોમાં મેલબૉર્ન ખાતે…

વધુ વાંચો >

રૂની, મિકી

રૂની, મિકી (જ. 1920, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : અમેરિકાના નામી ફિલ્મ-અભિનેતા. મૂળ નામ જૉ યુલ, જુનિયર. મનોરંજક વૃંદ તરીકેનો વ્યવસાય કરનારા પરિવારમાં તેમનો જન્મ થયો હતો, તેથી અભિનય-સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા. ‘મિકી મૅકગ્વાયર’ (1927–’33) તથા ‘ઍન્ડી હાર્ડી’ (1937–’38) જેવી શ્રેણીઓમાંના તેમના અભિનય બદલ તેઓ ઘણી નામના પામ્યા. ‘બૉઇઝ ટાઉન’…

વધુ વાંચો >

રૂબિક, એર્નો

રૂબિક, એર્નો (જ. 1944, બુડાપેસ્ટ) : હંગેરીના જાણીતા સ્થપતિ અને વિખ્યાત રૂબિક્સ ક્યૂબના સર્જક. તેમણે બુડાપેસ્ટની ટેક્નિકલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને ત્યાં જ સ્કૂલ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં અધ્યાપનકાર્ય આરંભ્યું. 1974માં તેમને બહુરંગી ‘પઝલ ક્યૂબ’ની કલ્પના ઊગી. આ ક્યૂબમાં બીજા 9 ક્યૂબો હોય અને દરેક ક્યૂબ ચાવી રૂપે કેન્દ્રમાં રહેતું…

વધુ વાંચો >