મહેશ ચોકસી

રિચર્ડસન, ટૉમ

રિચર્ડસન, ટૉમ (જ. 11 ઑગસ્ટ 1870, બાઇફ્લીટ, સરે; અ. 2 જુલાઈ 1912, સેંટ ઝાં દ આર્વે, ફ્રાન્સ) : ઇંગ્લૅન્ડના કુશળ ક્રિકેટ-ખેલાડી. તેઓ સુદૃઢ બાંધો ધરાવતા ઝડપી ગોલંદાજ હતા. 1890ના દાયકામાં તેઓ કારકિર્દીની ટોચે હતા, ત્યારે તેઓ વિશ્વના સુંદર ગોલંદાજ લેખાતા હતા. 1892માં તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને પછીના જ વર્ષે…

વધુ વાંચો >

રિચર્ડસન, રિચી

રિચર્ડસન, રિચી (જ. 7 માર્ચ 1952, ફાઇવ આઇલૅન્ડ્ઝ, ઍન્ટીગ્વા, વેસ્ટ ઇંડિઝ) : ઍન્ટીગ્વાના ક્રિકેટ-ખેલાડી. તેઓ અત્યંત પ્રભાવશાળી જમણેરી બૅટ્સમૅન બન્યા. તેઓ તેમના સાથી વિવિયન રિચડર્ઝના પગલે વેસ્ટ ઇંડિઝના કપ્તાન બન્યા. તેઓ દૃઢ નિર્ણયશક્તિ ધરાવતા હતા અને તેમણે વેસ્ટ ઇંડિઝનાં રાષ્ટ્રોમાં કપ્તાન તરીકેની કારકિર્દીનો સફળતાપૂર્વક આરંભ કર્યો. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે…

વધુ વાંચો >

રિચર્ડ્ઝ, આઇવર આર્મસ્ટ્રૉંગ

રિચર્ડ્ઝ, આઇવર આર્મસ્ટ્રૉંગ (જ. 26 ફેબ્રુઆરી 1893, સૅન્ડબૅચ, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 7 સપ્ટેમ્બર 1979, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : આંગ્લ વિવેચક, કવિ અને વિદ્વાન શિક્ષક. કાવ્યવાચનની નવી રીતિ વિકસાવવામાં તેઓ અત્યંત પ્રભાવક પરિબળ બની રહ્યા અને તેમના અભિગમના પરિણામે ‘ન્યૂ ક્રિટિસિઝમ’ એટલે કે નવ્ય વિવેચનાની સંકલ્પના પ્રચલિત બની. તેઓ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હતા.…

વધુ વાંચો >

રિચર્ડ્ઝ, બૉબ

રિચર્ડ્ઝ, બૉબ (જ. 20 ફેબ્રુઆરી 1926, શૅમ્પેઇન, ઇલિનૉઇ, યુ.એસ.) : ઍથલેટિક્સના અમેરિકન ખેલાડી. 1948માં તેમણે પાદરી તરીકેના દીક્ષા-સંસ્કાર લીધા હતા અને તેઓ ‘ધ વૉલ્ટિંગ વિકર’ (વાંસ-કૂદકાના પાદરી) તરીકે જાણીતા થયા હતા. 1950ના પ્રારંભિક દાયકાના તેઓ વાંસ-કૂદકાના સર્વોત્તમ ખેલાડી (pole vaulter) હતા. તેઓ ઓલિમ્પિક રમતોત્સવના વિજયપદકના વિજેતા 1952 અને 1956માં, પૅન-અમેરિકન…

વધુ વાંચો >

રિચર્ડ્સ, વિવિયન

રિચર્ડ્સ, વિવિયન (જ. 7 માર્ચ 1952, સેંટ જૉન્સ, ઍન્ટીગ્વા) : વેસ્ટ ઇન્ડિઝના વિશ્વવિખ્યાત ક્રિકેટર. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં જે કેટલાક ઝંઝાવાતી અને આક્રમક બૅટધરો થઈ ગયા, તેમાં વિવિયન રિચર્ડ્સનું નામ મોખરે છે. ટેસ્ટ-ક્રિકેટમાં વિવ રિચર્ડ્સ કે વિવિયન રિચર્ડ્સના હુલામણા નામે ઓળખાયેલા રિચર્ડ્સનું પૂરું નામ છે  ઈસાક વિવિયન ઍલેક્ઝાંડર રિચર્ડ્સ. એક સમયે ટેસ્ટ-ક્રિકેટ…

વધુ વાંચો >

રિપ્લે, રૉબર્ટ

રિપ્લે, રૉબર્ટ (જ. 1893, સાન્ટા રૉસા, કૅલિફૉર્નિયા; અ. 1949) : અમેરિકાના સુખ્યાત ચિત્રાંકનકાર, કાર્ટૂનિસ્ટ અને લેખક. કબરોના પથ્થરોને પૉલિશ કરવાની કામગીરીથી તેમણે જીવનની શરૂઆત કરી. 1909થી 1913 દરમિયાન તેમણે સાનફ્રાન્સિસ્કોમાં જુદાં જુદાં અખબારોમાં બહુવિધ કામગીરી બજાવી. 1913માં ‘ગ્લોબ’ અખબારની કામગીરી સંભાળવા તેઓ ન્યૂયૉર્ક શહેરમાં આવ્યા. પોતાનું મૂળ નામ ‘લૅરૉય રિપ્લે’…

વધુ વાંચો >

રિબમૅન, રૉનાલ્ડ (બર્ટ)

રિબમૅન, રૉનાલ્ડ (બર્ટ) (જ. 28 મે 1932, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના નાટ્યલેખક. બ્રુકલિન કૉલેજ – ન્યૂયૉર્ક ખાતે શિક્ષણ – 1950–51; યુનિવર્સિટી ઑવ્ પિટ્સબર્ગમાંથી બી.બી.એ. – 1954; એમ. લિટ્. – 1958; પીએચ.ડી. – 1962. યુ.એસ. સેનાદળમાં કામગીરી બજાવી – 1954–56. ઓહાયોની ઑટરબેન કૉલેજમાં અંગ્રેજીના સહાયક-પ્રાધ્યાપક – 1962–63. તેમને મળેલાં સન્માનો આ…

વધુ વાંચો >

રિયો, એમિલ વિક્ટર

રિયો, એમિલ વિક્ટર (જ. 1887, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1972) : જાણીતા આંગ્લ સંપાદક તથા ભાષાંતરકાર. પ્રશિષ્ટ સાહિત્યના તેઓ શ્રદ્ધેય વિદ્વાન હતા. તેમને વિવિધ પ્રશિષ્ટ કૃતિઓનાં ભાષાંતર કરતાં કરતાં પોતાનાં પત્ની સમક્ષ તે રજૂ કરતા જવાની ટેવ હતી. એ રીતે તેમનાં પત્નીને ‘ઑડિસી’ની એમની રજૂઆતમાં રસ પડ્યો; પરિણામે રિયોને ‘ઑડિસી’નું પોતીકું…

વધુ વાંચો >

રિલિસ, જૅકબ ઑગસ્ટ

રિલિસ, જૅકબ ઑગસ્ટ (જ. 3 મે 1849, રિબ, ડેન્માર્ક; અ. 26 મે 1914, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : અમેરિકાના અખબારી પત્રકાર, સમાજસુધારક તથા ફોટોગ્રાફર. અમેરિકાના ગીચ-ગંદા વિસ્તારો(slums)નો તાદૃશ ચિતાર આપતા તેમના પુસ્તક ‘હાઉ ધી અધર હાફ લિવ્ઝ’ દ્વારા તેમણે 1890માં અમેરિકાની અંતરતમ સંવેદનાને હચમચાવી મૂકી હતી. 21 વર્ષની વયે તેઓ સ્થળાંતર કરીને…

વધુ વાંચો >

રિવેન્જ ટ્રૅજેડી

રિવેન્જ ટ્રૅજેડી : કરુણાંત નાટકનો એક પ્રકાર. મોટે ભાગે તેમાં વેરની વસૂલાતનું નાટ્યવસ્તુ હોય છે અને બહુધા નાયક કે ખલનાયક પોતાને થયેલા અન્યાયનો બદલો લેતો હોય છે. આ પ્રકારની લોહીતરસી ટ્રૅજેડીનો સૌથી પ્રાચીન નમૂનો તે ઇસ્કિલસકૃત ‘ઑરેસ્ટ્રિયા’. રેનેસાંસ સમયગાળા દરમિયાન બે પ્રકારના નાટ્યશૈલી-પ્રવાહ જોવા મળે છે. પહેલો પ્રવાહ તે ફ્રેન્ચ-સ્પૅનિશ…

વધુ વાંચો >