મહેશ ચોકસી

રાય, રામશંકર

રાય, રામશંકર (જ. 1838, ઓરિસા; અ. 1917) : ઊડિયા ભાષાના લેખક. ગામઠી નિશાળમાં થોડું શિક્ષણ મેળવ્યા પછી કટકની બંગાળી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. રેવન્શો કૉલેજમાંથી સ્નાતક થયા પછી ક્લાર્ક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો; પરંતુ ટૂંકસમયમાં કાયદાનો અભ્યાસ કરી વકીલ બન્યા. 1875માં તેઓ ઊડિયા માસિક ‘ઉત્કલ મધુપ’ના તંત્રી હતા ત્યારે ‘પ્રેમાતરી’ નામનું…

વધુ વાંચો >

રાય, શિવકુમાર

રાય, શિવકુમાર (જ. 26 એપ્રિલ 1919, રેનૉક, સિક્કિમ) : નેપાળી કવિ અને નવલકથાકાર. 1941માં કોલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. કર્યું. થોડો સમય શિક્ષક તરીકે કાર્ય કર્યું. પછી આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો. ઑલ ઇન્ડિયા ગુરખા લીગ(1943)ના સક્રિય સ્થાપક સભ્ય. ઑલ ઇન્ડિયા રેડિયોમાં નિર્માતા. પશ્ચિમ બંગાળના બી. સી. રૉયના મંત્રીમંડળમાં શ્રમવિભાગના…

વધુ વાંચો >

રાવ, રજનીકાંત બલંતરપુ

રાવ, રજનીકાંત બલંતરપુ (જ. 1920) : તેલુગુ ભાષાના લેખક. કવિ પિતાના આ પુત્રે એક સફળ કવિ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેઓ નામાંકિત સંગીતશાસ્ત્રી (musicologist) તથા સંગીતનિયોજક હતા. ‘શતપત્ર સુંદરી’ નામનો તેમનો ગીત-સંગ્રહ તથા ‘વિશ્વ-વીણા’ નામનો ઑપેરા-સંગ્રહ તેલુગુ સાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવે છે. ‘આંધ્ર વાગ્ગેયકાર ચિત્રમુ’ (‘હિસ્ટરી ઑવ્ આંધ્ર મ્યૂઝિકૉલૉજિસ્ટ્સ’)…

વધુ વાંચો >

રાવ, રાજલક્ષ્મી એન.

રાવ, રાજલક્ષ્મી એન. (જ. 1934) : કન્નડ ભાષાનાં મહિલા-વાર્તાકાર. 1950ના દશકાના પૂર્વાર્ધમાં તેમણે લખવાનો પ્રારંભ કર્યો. ‘સંગમ’ (1956) નામનો તેમનો એક જ વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે; 1985માં તેનું પુનર્મુદ્રણ થયું ત્યાં સુધી તે અપ્રાપ્ય હતો. તેમાં 12 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. કન્નડ ભાષાના ખૂબ જાણીતા લેખક બી. એમ. શ્રીકાન્તૈનાં તેઓ…

વધુ વાંચો >

રાહી, કૃષ્ણ

રાહી, કૃષ્ણ (જ. 1932, લારકાના, હાલ પાકિસ્તાનમાં) : સિંધીના કવિ અને વાર્તાકાર. 1947માં તેઓ સ્થળાંતર કરીને ભારત આવ્યા. 1954માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અત્યારે ટ્રૉમ્બેના ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં કામગીરી બજાવે છે. 1950માં ટૂંકી વાર્તાના લેખનથી તેમણે સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. પાછળથી કાવ્યલેખન અપનાવ્યું અને જુદાં જુદાં કાવ્યસ્વરૂપોનું પ્રયોગાત્મક ખેડાણ…

વધુ વાંચો >

રાહી, માસૂમ રઝા

રાહી, માસૂમ રઝા (જ. 1927, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ; અ. ) : હિંદી-ઉર્દૂના અગ્રણી કવિ અને નવલકથાકાર. પ્રતિષ્ઠિત મુસ્લિમ શિયા પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જોડાયા અને ઉર્દૂમાં તેમણે એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ‘ઇન્ડિયન પર્સનાલિટી ઇન ઉર્દૂ લિટરેચર’ – એ તેમના મહાનિબંધનો વિષય હતો.…

વધુ વાંચો >

રાહી, વેદ

રાહી, વેદ (જ. 22 મે 1933, જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી ભાષાના ટૂંકી વાર્તાના અગ્રણી લેખક તથા ફિલ્મસર્જક. તેઓ પત્રકાર પરિવારમાં જન્મ્યા હતા અને તેમના પિતા લાલા મુલ્કરાજ શરાફ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં અખબારમાલિકો તથા તંત્રીઓના મંડળના સર્વોચ્ચ સભ્ય હતા. લેખકોની વચ્ચે ઊછરેલા રાહીને શબ્દોની ઝમક અને શાહીની સુવાસ કોઠે પડી…

વધુ વાંચો >

રિક્ટર, ઉર્લિક

રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…

વધુ વાંચો >

રિગર્ટ ડૅવિડ

રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…

વધુ વાંચો >

રિગ્લી, વિલિયમ્સ, જુનિયર

રિગ્લી, વિલિયમ્સ, જુનિયર (જ. 1861, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા; અ. 1932) : ચૂઇંગ-ગમના અમેરિકન ઉત્પાદક. તેમના પિતાની સાબુ-ઉત્પાદનની કંપની હતી; ત્યાં તેમણે સેલ્સમૅન તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારપછી તેઓ શિકાગો ગયા અને પોતાના માલના વેચાણ માટે ચૂઇંગ-ગમ આપવા લાગ્યા. મનભાવન અને લોકભોગ્ય સ્પિરમિન્ટનો સ્વાદ ધરાવતા ચૂઇંગ-ગમના વેચાણમાં 1899માં તેમને ખૂબ…

વધુ વાંચો >