મહેશ ચોકસી
રામાધીન સોની
રામાધીન સોની [જ. 1 મે 1929, એસ્પરન્સ વિલેજ, ટ્રિનિડાડ (વેસ્ટ ઇન્ડિઝ)] : ટ્રિનિડાડના ક્રિકેટખેલાડી. પ્રથમ કક્ષાની રમતના અનુભવ પેટે તેઓ માત્ર બે અજમાયશી રમતોમાં રમ્યા હતા. પણ તેઓ વેસ્ટ ઇન્ડિઝના ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની 1950ની ટીમ માટે પસંદ થયા હતા. ત્યાં બીજા એવા જ અપરિચિત ડાબેરી એલ્ફ વૅલેન્ટાઇન (જ. 1930) સાથે…
વધુ વાંચો >રામાયણ-કલ્પવૃક્ષમુ
રામાયણ-કલ્પવૃક્ષમુ : તેલુગુ કવિ વિષ્વણધા સત્યનારાયણે તેલુગુમાં લખેલું મહાકાવ્ય. આ કૃતિ માટે તેમને 1970માં ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો હતો. બીજું ‘રામાયણ’ શા માટે એવો પ્રશ્ર્ન ઉઠાવીને, પોતાના આ સૌથી ભગીરથ સાહિત્યસર્જન માટેનાં કારણોમાં કવિ એક તો પોતાના પિતાની ઇચ્છાની પૂર્તિનો તથા બીજું પોતાની અંત:પ્રેરણાના સંતોષનો મુદ્દો રજૂ કરે છે. 12,800…
વધુ વાંચો >રાય, અન્નદાશંકર
રાય, અન્નદાશંકર (જ. 1904, ધેનકૅનાલ, ઓરિસા) : બંગાળી અને ઊડિયા ભાષાના લેખક. કટકની રેવનશો કૉલેજમાંથી ઑનર્સ સાથે અંગ્રેજીમાં બી.એ. થયા. એમ.એ.ના અભ્યાસ દરમિયાન 1927માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તમામ ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ મેળવી પાસ થયા. 1951માં પૂરો સમય સાહિત્યસેવામાં ગાળવા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. રાજકીય વિચારસરણી પૂરતા તેઓ ગાંધીવાદી હતા,…
વધુ વાંચો >રાય, આશિત
રાય, આશિત (જ. 1943, જૂગ્ના ટી એસ્ટેટ, દાર્જીલિંગ) : નેપાળી નવલકથાકાર. તેમની નવલકથા ‘નયા ક્ષિતિજ કો ખોજ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. સિલિગુડી ખાતેની નૉર્થ બેંગૉલ યુનિવર્સિટીમાંથી 1943માં નેપાળીમાં એમ.એ. કર્યું. હિંદીમાં તેમણે વિશારદની પદવી મેળવી હતી. તેઓ એક વિદ્વાન શિક્ષક હતા. 23 વર્ષના લેખનકાર્ય દરમિયાન તેમણે નવલકથા…
વધુ વાંચો >રાય, ઇન્દ્ર બહાદુર
રાય, ઇન્દ્ર બહાદુર (જ. 3 ફેબ્રુઆરી 1927, બલાસણ, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી ભાષાના સાહિત્યકાર. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું હતું. તેમણે અનેક સાહિત્યિક કૃતિઓની રચના કરી છે. તેમના પુસ્તક ‘નેપાલી ઉપન્યાસ કા આધારહારુ’ (‘ધ બૅસિસ ઑવ્ નેપાલી નૉવેલ્સ’) બદલ 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમને…
વધુ વાંચો >રાયચૌધરી, અંબિકાગિરિ
રાયચૌધરી, અંબિકાગિરિ (જ. 1885, બારપેટ, આસામ; અ. 1967) : આસામી સાહિત્યકાર. તેમણે માધ્યમિક શાળાનાં 8 ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી પરંપરાગત શિક્ષણ છોડી દીધું. ભવિષ્યની કારકિર્દી બનાવવા તેઓ ગુઆહાટી ગયાં અને ત્યાં કેટલાક ક્રાંતિકારીઓના પરિચયમાં આવ્યાં; એ લોકો બ્રિટિશ અમલ સામે સશસ્ત્ર ક્રાંતિમાં માનતા હતા. આથી તેમની પણ તુરત ધરપકડ…
વધુ વાંચો >રાય, દાશરથિ
રાય, દાશરથિ (જ. 1806; અ. 1857) : બંગાળી લેખક. તેમને પારંપરિક શિક્ષણ બિલકુલ મળી શક્યું નહોતું, પરંતુ અંગ્રેજીનું થોડું જ્ઞાન મેળવેલું. મામાને ત્યાં ઉછેર થયો. તેઓ ‘કવિ-ગીતો’ના ખૂબ ચાહક હતા અને હરુ ઠાકુરનાં ગીતોનો તેમના પર ગાઢ પ્રભાવ હતો. તેઓ ‘કવિવલ’ તરીકે ખ્યાતિ પામ્યા; નિમ્ન સમાજની ગણાતી કવિવલ મહિલા નામે…
વધુ વાંચો >રાય, દ્વિજેન્દ્રલાલ
રાય, દ્વિજેન્દ્રલાલ (જ. 1863, કૃષ્ણનગર, જિ. નડિયા, બંગાળ; અ. 1913) : બંગાળી લેખક. શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં જન્મ; નાનપણથી જ સાહિત્ય અને સંગીતનો શોખ. 1884માં તેઓ રાજ્ય તરફથી સ્કૉલરશિપ મેળવીને કૃષિવિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. તે વખતનો સમાજ અત્યંત રૂઢિચુસ્ત હોવાથી, વિદેશથી આવ્યા ત્યારે સમાજ તેમજ તેમના પોતાના પરિવારે…
વધુ વાંચો >રાય, મણીન્દ્ર
રાય, મણીન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1919, સિતાલાઈ, પાબના, બાંગ્લાદેશ) : બંગાળી કવિ. 1940માં કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક. મદદનીશ દિગ્દર્શક તરીકે તેઓ સિનેમાજગતના નિકટ સંપર્કમાં આવ્યા. 1953થી ’56 દરમિયાન તેઓ ‘સીમાંત’ના સ્થાપક તંત્રી રહ્યા. 1961થી બે દશકા સુધી તેઓ ‘અમૃતા’ નામના બંગાળી સાપ્તાહિકના સંયુક્ત સંપાદક તરીકે રહ્યા. તેમણે વિપુલ પ્રમાણમાં કાવ્યો લખ્યાં…
વધુ વાંચો >રાય, રાધાનાથ
રાય, રાધાનાથ (જ. 1848; અ. 1908) : ઊડિયા સાહિત્યના નવયુગના જનક. 8 વર્ષની વયે માતાનું અવસાન થવાથી તેઓ ઉદાસ અને એકાકી બની ગયા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે બાલાસોર હાઇ ઇંગ્લિશ સ્કૂલમાંથી પ્રવેશ-પરીક્ષા પાસ કરીને તેઓ કોલકાતા ખાતેની પ્રેસિડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવી શક્યા; પણ માંદગી અને ગરીબીને કારણે એ અભ્યાસ છોડીને તેમને…
વધુ વાંચો >