મહેશ ચોકસી

યેદીન, પિગેલ

યેદીન, પિગેલ (જ. 21 માર્ચ 1917, જેરૂસલેમ; અ. 1984) : ઇઝરાયલના પુરાતત્વવિજ્ઞાની અને લશ્કરી આગેવાન. 1949થી ’52 દરમિયાન ઇઝરાયલના સંરક્ષણ સેનાદળના જનરલ સ્ટાફના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ હીબ્રુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1945માં એમ.એ. અને 1955માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1959માં ત્યાં જ પુરાતત્વ-વિજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમાયા. ઇઝરાયલમાં તેમણે કેટલાંક ઉત્ખનન-સંશોધન કાર્યો પાર…

વધુ વાંચો >

યેલ યુનિવર્સિટી

યેલ યુનિવર્સિટી : અમેરિકાની ત્રીજી સૌથી પ્રાચીન યુનિવર્સિટી. 1701માં તેની સ્થાપના ‘કૉંગ્રેશનલ મિનિસ્ટર’ના જૂથે કનેક્ટિકટ ખાતે ‘કૉલેજિયેટ સ્કૂલ’ તરીકે કરી હતી. હાર્વર્ડ ખાતે ધાર્મિક વિચારસરણી પ્રત્યે દર્શાવાતી સહાનુભૂતિથી નારાજ થયેલા પ્યૂરિટન નેતા કૉટન મૅથરે એલિડ્ડુ યૅલ નામના ધનાઢ્ય બ્રિટિશ વેપારીને આ નવી સંસ્થા માટે દાન કરવા પ્રેર્યા. તેમની દાનની રકમના…

વધુ વાંચો >

યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ)

યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ) (જ. 18 જુલાઈ 1933, ઝિમા, રશિયા) : નામી રશિયન કવિ. 1944માં તેઓ મૉસ્કો આવી વસ્યા; ત્યાં ગૉર્કી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ લિટરેચરમાં અભ્યાસ કર્યો. પ્રારંભિક કાવ્યસંગ્રહ ‘ધ થર્ડ સ્નો’ 1955માં પ્રગટ થયો અને તે સાથે જ અનુ-સ્ટાલિન સમયની નવી પેઢીના તેઓ અગ્ર પ્રવક્તા તરીકે ઊભરી આવ્યા. ‘ઝિમા જંક્શન’ (1961)…

વધુ વાંચો >

યેશિન, લેવ

યેશિન, લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : રશિયાના ફૂટબૉલ ખેલાડી. સોવિયેત સૉકરના તેઓ એક મહાન ખેલાડી હતા. યુરોપિયન ફૂટબૉલર ઑવ્ ધ યર (1963) તરીકે સ્થાન પામનાર (voted) તેઓ એકમાત્ર ગોલકીપર હતા. તેમણે ‘મૉસ્કો ડાઇનેમો’માં આઇસ હૉકી પ્લેયર તરીકે પ્રારંભ કર્યો હતો. 1951માં તેમણે સૉકરની…

વધુ વાંચો >

યૉર્ક, ઍલ્વિન

યૉર્ક, ઍલ્વિન (જ. 13 ડિસેમ્બર 1887, પૉલ મૉલ, ટેનેસી, અમેરિકા; અ. 2 સપ્ટેમ્બર 1964) : અમેરિકાના સૈનિક અને લોકપ્રિય વીરપુરુષ. ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં તેમને પાકી આસ્થા હતી. તેથી તેમનું વલણ યુદ્ધવિરોધી હતું, પણ 1917માં તેઓ સેનાદળમાં જોડાયા અને તેમની શંકાઓનું નિવારણ થયું. ફ્રાન્સમાં યુદ્ધ-કામગીરી બજાવતા હતા ત્યારે તેમણે મશીનગનથી…

વધુ વાંચો >

યોશીડા, શિગેરુ

યોશીડા, શિગેરુ (જ. 22 સપ્ટેમ્બર 1878, ટોકિયો, જાપાન; અ. 20 ઑક્ટોબર 1967, ઓઇસો, જાપાન) : જાપાનના રાજકારણી અને વડાપ્રધાન. 1906માં ટોકિયો ઇમ્પિયરિયલ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની બી.એલ.ની ડિગ્રી મેળવી અને વિદેશ મંત્રાલયમાં જોડાયા. વિશ્વની કેટલીય રાજધાનીઓમાં તેમણે વિવિધ પ્રકારનો કાર્યભાર સંભાળ્યો. 1928માં તેઓ સ્વીડન, નૉર્વે તથા ડેન્માર્કમાં મંત્રી નિમાયા. 1928–30 દરમિયાન નાયબ…

વધુ વાંચો >

રઘુનાથન્, ચિદંબર

રઘુનાથન્, ચિદંબર (જ. 1923, તિરુનેલવેલી, તમિળનાડુ) : તમિળ સાહિત્યકાર. સતત સાહિત્યિક પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્ર સમા તિરુનેલવેલીમાં તમિળ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પ્રારંભિક વર્ષોમાં તેઓ ડાબેરી નેતાઓ તથા અગ્રણી લેખકોના ગાઢ સંપર્કમાં આવ્યા. તેમની નવલકથા ‘પંજુમ પસિયમ’ (‘કૉટન ઍન્ડ હંગર’) 1953માં પ્રગટ થઈ ત્યારે તેને તમિળનાડુના સમાજવાદી વાસ્તવવાદના આદર્શ…

વધુ વાંચો >

રઘુવીર

રઘુવીર (જ. 1902, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1963) : સંસ્કૃત તથા હિંદીના અગ્રણી વિદ્વાન. તેમના પિતા મુનશીરામ મધ્યમ વર્ગના સામાન્ય માનવી હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, વિશેષ અભ્યાસ માટે તેઓ લાહોર ગયા અને ત્યાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખીને તેમણે લંડન ખાતેથી પીએચ.ડી.ની તથા યૂટ્રેક્ટ (નેધરલૅન્ડ્ઝ) યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની…

વધુ વાંચો >

રણજિતસિંહ

રણજિતસિંહ (જ. 10 સપ્ટેમ્બર 1872, સરોદર; અ. 1933, જામનગર) : ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. તેઓ ‘હિઝ હાઇનેસ ધ મહારાજા જામસાહેબ ઑવ્ નવાનગર કુમાર શ્રી રણજિતસિંહજી’ના પૂરા નામે ઓળખાતા હતા. ‘લેગ-ગ્લાન્સ’ના સર્જક નવાનગરના જામસાહેબ કુમાર રણજિતસિંહજી એક એવા રાજવી ક્રિકેટર હતા કે જેઓ ભારતીય હોવા છતાં ઇંગ્લૅન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા…

વધુ વાંચો >

રથચક્ર

રથચક્ર (1962) : મરાઠી નવલકથાકાર એસ. એન. પેંડસેની એક મહત્વની કૃતિ. સામાન્ય રીતે પેંડસેની નવલકથાઓમાં ઉત્તર કોંકણના અમુક સ્થળ-વાતાવરણનું તેમજ તેનાં રહેવાસીઓનું ચિત્રાત્મક આલેખન હોય છે. ‘રથચક્ર’ની વાર્તા એક અનામી યુવાન સ્ત્રીની આસપાસ ગૂંથાઈ છે; એ અનામી મહિલાને તેના પતિ તથા સ્વાર્થી સાસરિયાંએ તજી દીધી છે. તેણે પોતાનું અને પોતાનાં…

વધુ વાંચો >