મહેશ ચોકસી
મૉસ્ક્વિટો
મૉસ્ક્વિટો : એક બહુવિધ ઉપયોગિતાવાળું અને લગભગ તમામ લડાયક વિમાનોમાં સૌથી સફળ નીવડેલું વિમાન. તે 2 બેઠકવાળું વિમાન છે. તેની શોધ ઑક્ટોબર, 1938માં થઈ. બ્રિટનની એક ખાનગી પેઢીએ અતિઝડપી અને હળવા બૉમ્બરો માટેનો પ્રૉજેક્ટ હાથ ધર્યો, ત્યારે તેનો આવિષ્કાર થયો. તેનું એક નોંધપાત્ર લક્ષણ એ હતું કે તેની રચના સંપૂર્ણપણે…
વધુ વાંચો >મ્યુઝિયમ (કલાવિષયક)
મ્યુઝિયમ (કલાવિષયક) : સૌંદર્યમૂલક અને સાંસ્કૃતિક સામાજિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ કે નમૂનાઓ અને દસ્તાવેજોની જાળવણી તથા પ્રદર્શન માટેની સંસ્થા. કલા-મ્યુઝિયમની પ્રવૃત્તિમાં વિશેષ ગુણવત્તા ધરાવતી અને મૂલ્યવાન વસ્તુઓની પ્રાપ્તિ, તેમની કાળજીભરી સાચવણી, તેમની સુયોજિત ગોઠવણી, તેમનું હેતુલક્ષી પ્રદર્શન, જનસમુદાય માટે કલાશિક્ષણનો પ્રબંધ તેમજ કલા-ઇતિહાસને લગતું સંશોધન જેવી બહુવિધ કામગીરીનો…
વધુ વાંચો >મ્યુઝિયૉલૉજી
મ્યુઝિયૉલૉજી : મ્યુઝિયમની ચીજવસ્તુઓને સુરુચિપૂર્વક પ્રદર્શિત કરવા અંગેની વિદ્યા. મ્યુઝિયમોની લોકપ્રિયતા વધતાં થોડાં વર્ષોથી આ વિદ્યાનો સ્વતંત્ર વિદ્યા તરીકે વિકાસ થયો છે. મ્યુઝિયમની પ્રદર્શિત કરવા અંગેની સામગ્રીમાં દર્શકો વધુમાં વધુ રસ લે અને એ રીતે જે તે પદાર્થનું યથાર્થ જ્ઞાન સંક્રાંત થતું જાય, એવું પ્રયોજન આ વિદ્યાશાખાનું રહેલું છે. આમાં…
વધુ વાંચો >મ્યૂટિની ઑન ધ બાઉન્ટી
મ્યૂટિની ઑન ધ બાઉન્ટી (1932) : મધદરિયે જહાજ પર યોજાતા બળવાને લગતી આંગ્લ નવલકથા. ચાર્લ્સ મૉર્ડોફ તથા જેમ્સ નૉર્મન હૉલ તેના સહલેખકો છે. અસામાન્ય સફળતા પામેલી આ નવલકથા સત્ય ઘટના પર આધારિત છે. અંગ્રેજી યુદ્ધ-જહાજ એચ. એમ. એસ. બાઉન્ટી પર 1789માં આ બળવો પ્રસર્યો હતો. એ જહાજના કપ્તાનના મુખ્ય સાથી…
વધુ વાંચો >મ્યૂનિક પુત્શ
મ્યૂનિક પુત્શ (Munich Putsch) : મ્યૂનિક ખાતે હિટલરની આગેવાની હેઠળ યોજાયેલો બળવો. આ નિષ્ફળ બળવો મ્યૂનિક ખાતેના બિયર-હૉલમાં 8 નવેમ્બર, 1923ની રાતે યોજાયેલો. તેની પાછળ બવેરિયન સરકારને અને તેના પગલે છેવટે જર્મનીની રાષ્ટ્રીય સરકારને નૅશનલ સોશિયાલિસ્ટ (નાઝી) પાર્ટીના નિયંત્રણ હેઠળ લાવવાનો હેતુ હતો. બવેરિયાની રાજધાની મ્યૂનિક તે સમયે નાઝી ચળવળનું…
વધુ વાંચો >મ્યૂર, જૉન
મ્યૂર, જૉન (જ. 21 ઍપ્રિલ 1838, ડનબાર, ઈસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 24 ડિસેમ્બર 1914) : જાણીતા સંશોધક, પ્રકૃતિવિજ્ઞાની અને પર્યાવરણવાદી. તેઓ આધુનિક પર્યાવરણ-સંરક્ષણને લગતા આંદોલનના પિતામહ લેખાય છે. તેમણે વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ સંશોધન માટેની મૌલિક પ્રતિભા ધરાવતા હતા. 1867માં ઔદ્યોગિક ક્ષેત્રે અકસ્માત નડવાથી તેમને એક આંખ લગભગ ગુમાવવી …
વધુ વાંચો >યત દૂરેઇ જાઇ (1962)
યત દૂરેઇ જાઇ (1962) : બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાય (1919) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1964ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. સુભાષ મુખોપાધ્યાય કોલકાતા યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમના રાજ્યનાં રાજકીય આંદોલનોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થી અવસ્થાથી જ તેમાં સક્રિય ભાગ લેતા હતા. 1942માં તેઓ ભારતના સામ્યવાદી…
વધુ વાંચો >યલો બુક, ધ (1894–’97)
યલો બુક, ધ (1894–’97) : આકર્ષક દેખાવનું પણ અલ્પજીવી નીવડેલું અંગ્રેજી સાહિત્યિક સામયિક. પ્રકાશનના પ્રારંભકાળથી જ તેણે અંગ્રેજી સાહિત્યજગતને અરૂઢ પ્રકારના વિષયોને લગતા લેખોથી ભડકાવવા ધાર્યું હતું અને થોડા જ સમયમાં તે નામચીન બની ગયું હતું. સાહિત્ય તેમ કલાને વરેલા આ સામયિકના પ્રકાશક જે. લેર્ન હતા અને તેના તંત્રી હતા…
વધુ વાંચો >યંગ, ચિક
યંગ, ચિક (જ. 9 જાન્યુઆરી 1901, શિકાગો, ઇલિનૉઇસ; અ. 14 માર્ચ 1973, સેંટ પિટર્સબર્ગ, અમેરિકા) : અમેરિકાના કાર્ટૂન ચિત્રપટ્ટી(strip)ના કલાકાર. બેહદ ખ્યાતિ પામેલા લોકપ્રિય પાત્ર ‘બ્લૉન્ડી’ના સર્જક. મૂળ નામ મ્યુરટ બર્નાડ યંગ. તેમનો જન્મ અને ઉછેર કલા-સંસ્કાર ધરાવતા પરિવારમાં થયો હતો. તેમણે શિકાગો ઇન્સ્ટિટ્યૂટમાં કલાનો અભ્યાસ કર્યો. અનેક સ્થળે જુદી…
વધુ વાંચો >યંગ, જિમી
યંગ, જિમી (જ. 1923) : બ્રિટિશ ગાયક કલાકાર અને પ્રસારણકર્તા (broadcaster). યંગ જિમી વ્યવસાયી નામ છે. મૂળ નામ છે લેસ્લી રૉનાલ્ડ. તેમણે સિંડરફર્ડ, ગ્લૉસ્ટરશાયર ખાતે શિક્ષણ લીધું. 1939–1946 દરમિયાન તેમણે રૉયલ એરફૉર્સમાં કામગીરી બજાવી. 1950ના દાયકામાં તેમની ઘણી રેકર્ડ અત્યંત સફળ અને લોકપ્રિય પુરવાર થઈ. 1955માં ‘અનચેન્ડ મેલડી’ તથા ‘ધ…
વધુ વાંચો >