મહેશ ચોકસી
મૉરેવિયા, આલ્બર્તો
મૉરેવિયા, આલ્બર્તો (જ. 28 નવેમ્બર 1907, રોમ; અ. 1990) : ઇટાલીના વાર્તાકાર, નવલકથાકાર અને પત્રકાર. તેમના કથાસાહિત્યમાં આલેખાયેલાં સામાજિક અળગાપણા તથા પ્રેમવિહીન કામુકતા બદલ તેઓ જાણીતા છે. તેમને 16 વર્ષની વયે ક્ષય લાગુ પડ્યો પણ સૅનેટૉરિયમમાંનાં બે વર્ષ દરમિયાન તેમણે ફ્રેન્ચ અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો; બૉકાચિયો, ઍરિયૉસ્ટો, શેક્સપિયર તથા મૉલિયેરની…
વધુ વાંચો >મૉરેસ, ડૉમ
મૉરેસ, ડૉમ (જ. 19 જુલાઈ 1938, મુંબઈ; અ. 2 જૂન, 2004 મુંબઈ) : અંગ્રેજીમાં લખતા ભારતીય કવિ. તેમના કાવ્યસંગ્રહ ´સેરેન્ડિપ´ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1994ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. તેમના લેખક-પિતા (અને એક વખતના ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ના તંત્રી) ફ્રૅન્ક મૉરેસ સાથે તેમણે નાનપણમાં જ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને અગ્નિ એશિયાના દેશોનો…
વધુ વાંચો >મૉર્ગન, જુલિયા
મૉર્ગન, જુલિયા (જ. 20 જાન્યુઆરી, 1872, સાનફ્રાન્સિસ્કો; કૅલિફૉર્નિયા, યુ.એસ., અ. 2 ફેબ્રુઆરી 1957) : અમેરિકાનાં મહિલા-સ્થપતિ. કૅલિફૉર્નિયામાં સ્થાપત્યનો વ્યવસાય (practice) કરવાનું લાઇસન્સ મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેઓ બર્નાર્ડ મેબેકનાં વિદ્યાર્થિની હતાં. વળી પૅરિસ ખાતેની ઇકૉલ-દ-બો આર્ટ્સમાં સ્થાપત્યના અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર પણ તેઓ સર્વપ્રથમ મહિલા હતાં. 1904માં તેમણે પોતાનો…
વધુ વાંચો >મૉર્ગેન્સ્ટર્ન, ક્રિશ્ચિયન
મૉર્ગેન્સ્ટર્ન, ક્રિશ્ચિયન (જ. 6 મે 1871, મ્યૂનિક; અ. 31 માર્ચ 1914, મેરન, ઑસ્ટ્રિયા–હંગેરી) : જર્મનીના કવિ અને હાસ્યલેખક. તેમણે બ્રેસલો અને બર્લિનની યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો; ત્યાં 1893માં તેમને ક્ષય થયો હોવાનું નિદાન થયું અને તેના પરિણામે જ છેવટે તેમનું અવસાન થયું. અભ્યાસ છોડી તેઓ પ્રવાસે નીકળી પડ્યા અને થોડો…
વધુ વાંચો >મૉર્નિંગ ફેસ
મૉર્નિંગ ફેસ (1968) : ભારતીય નવલકથાલેખક, નિબંધકાર અને કલાવિવેચક મુલ્કરાજ આનંદ(જ. 1905)ની આત્મકથાત્મક નવલ. આત્મકથાના 7 ગ્રંથોની મહત્વાકાંક્ષી શ્રેણીનો આ સુદીર્ઘ અને પ્રથમ ગ્રંથ છે. આ નવલકથામાં પંજાબની પાર્શ્વભૂમિકામાં લાલા લજપતરાય, રોલૅટ કાયદા તથા જલિયાંવાલા બાગના સમયગાળાનાં હિંસક તથા ઉદ્દામવાદી ઉશ્કેરાટભર્યાં વર્ષોનું કથાચિત્રણ છે. બહુવિધ પ્રસંગોની હારમાળા કૃષ્ણ નામના કિશોરના…
વધુ વાંચો >મૉર્સ, સૅમ્યુઅલ ફિન્લેબ્રિઝ
મૉર્સ, સૅમ્યુઅલ ફિન્લેબ્રિઝ (જ. ? 1791, ચાર્લ્સ ટાઉન, મૅસેચૂસેટ્સ; અ. 2 એપ્રિલ, 1872) : ટેલિગ્રાફ પદ્ધતિના અને મૉર્સ સંકેતલિપિ (code)ના શોધક. 1810માં તે યૅલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. તે પછી તેમણે ઇંગ્લૅન્ડમાં પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો. 1826માં તેમણે ન્યૂયૉર્ક સિટીમાં નૅશનલ એકૅડેમી ઑવ્ ડિઝાઇનની સ્થાપના કરી તેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. 1832થી…
વધુ વાંચો >મૉલિયેર, ઝાં બેપ્ટિસ્ટે પૉક્લિન
મૉલિયેર, ઝાં બેપ્ટિસ્ટે પૉક્લિન (જ. 15 જાન્યુઆરી 1622, પૅરિસ; અ. 17 ફેબ્રુઆરી 1673, પૅરિસ) : ફ્રાન્સના નાટ્યકાર અને અભિનેતા. ફ્રેન્ચ કૉમેડીના તે સૌથી મહાન લેખક ગણાયા છે. તેઓ એક સુખી-સંપન્ન પરિવારના પુત્ર હતા અને સારું શિક્ષણ પામ્યા હતા. પરંતુ 1643માં અભિનેતા બનવા માટે ગૃહત્યાગ કર્યો. તેમણે ´લ ઇલ્સ્ટ્રે થિયેટ્રિકલ કંપની´ની…
વધુ વાંચો >મૉલિસન, જૅમ્સ
મૉલિસન, જૅમ્સ (જ. 1905, ગ્લાસગૉ, વેસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 1959) : હવાઈ જહાજ-ઉડ્ડયનના નિષ્ણાત. વ્યવસાયે તે ઇજનેરી કામના સલાહકાર હતા. 1923માં તેમને રૉયલ ઍરફૉર્સમાં હોદ્દો મળ્યો. 1931માં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે 8 દિવસ 19 કલાક અને 28 મિનિટમાં વિક્રમજનક ઉડ્ડયન પૂરું કરીને તે ભારે નામના કમાયા. 1932માં ઉત્તર ઍટલાંટિકને સૌપ્રથમ વાર પૂર્વ-પશ્ચિમ માર્ગે…
વધુ વાંચો >મૉસન, સર ડગ્લાસ
મૉસન, સર ડગ્લાસ (જ. 1882, શિપ્લે, વેસ્ટ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1958) : આંગ્લ સાહસખેડુ સંશોધક અને ભૂસ્તરવિજ્ઞાની. 1907માં તે અર્ન્સ્ટ શૅકલ્ટનના નેજા હેઠળના દક્ષિણ ધ્રુવના આઇસ-અભિયાનમાં વૈજ્ઞાનિક સ્ટાફમાં નિયુક્તિ પામ્યા હતા. ટી. ડબ્લ્યૂ. ઇ. ડૅવિડના સહયોગમાં તેમણે ‘સાઉથ મૅગ્નેટિક પોલ’ની શોધ કરી. 1911થી 1914 સુધી તેમણે ઑસ્ટ્રેલિયાના દક્ષિણ ધ્રુવ સાહસ-સંશોધનપ્રવાસની…
વધુ વાંચો >મૉસ્કો આર્ટ થિયેટર
મૉસ્કો આર્ટ થિયેટર (સ્થાપના – 1898) : રશિયાના પાટનગર મૉસ્કોની નાટ્યતાલીમ આપતી અને નાટ્યનિર્માણ કરતી જગપ્રસિદ્ધ નાટકશાળા. તેનું અધિકૃત નામ મૅક્સિમ ગૉર્કી મૉસ્કો આર્ટ એકૅડેમિક થિયેટર છે. તેની સ્થાપના સહકારી ધોરણે કરવામાં આવી હતી. અવેતન કલાકારો તેમજ ફિલહાર્મોનિક સોસાયટીના નાટ્યવર્ગના નવા સ્નાતકોના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવી હતી. તેના નામ…
વધુ વાંચો >