મહેશ ચોકસી

મેલૉન, પૉલ

મેલૉન, પૉલ (જ. 11 જૂન 1907, પીટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 1 ફેબ્રુઆરી 1999, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના એક અગ્રેસર કલાસંગ્રાહક તેમજ કલાને પ્રોત્સાહન આપનારા દાનવીર. અમેરિકાના કુબેરભંડારી જેવા અતિધનાઢ્ય શરાફ, કલાસંગ્રાહક તથા દાનવીર ઍન્ડ્રુ મેલૉનના તેઓ એકના એક પુત્ર થાય. અનેક કલા-મ્યુઝિયમોને તથા સાંસ્કૃતિક લાભાર્થીઓને આર્થિક મદદ કરવામાં તથા તે…

વધુ વાંચો >

મેલૉન, મૅક્સ (સર) (ઍડગર લ્યુસિયન)

મેલૉન, મૅક્સ (સર) (ઍડગર લ્યુસિયન) (જ. 6 મે 1904, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 19 ઑગસ્ટ 1978, ઑક્સફર્ડ શાયર, યુ.કે.) : બ્રિટનના પુરાતત્ત્વવિજ્ઞાની. તેમણે ઑક્સફર્ડ ખાતે પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યો; 1925થી ’31 દરમિયાન તેઓ મેસોપોટેનિયન સંસ્કૃતિના પ્રાચીન અવશેષોનો અભ્યાસ કરવા માટે ઇરાકમાં ઉર ખાતે લિયૉનાદ વૂલ્ઝી પાસે તાલીમાર્થી તરીકે રહ્યા. ત્યાં જ…

વધુ વાંચો >

મૅશેલ, સમોરા મોઝિઝ

મૅશેલ, સમોરા મોઝિઝ (જ. 1933, અ. 1986) : મોઝામ્બિકમાંના પૉર્ટુગીઝ શાસન સામેની ગેરીલા લડતના નેતા. તેમણે કૅથલિક મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને તે પછી હૉસ્પિટલમાં પુરુષ-નર્સ તરીકે સેવા બજાવી. તેઓ ‘ફૅન્તે દ લિબેર્ટકો દ મોકામ્બિક’ નામના લશ્કરી દળના કમાન્ડર-ઇન-ચીફ હતા (1966–70) અને 1970થી તેના પ્રમુખ બન્યા. મોઝામ્બિક સ્વતંત્ર થયું ત્યારે…

વધુ વાંચો >

મેસ

મેસ : એક પ્રકારનો ટિયર ગૅસ. હાથમાં પકડેલા કૅનમાંથી તે છોડી શકાય છે. તોફાની કે અશાંત પરિસ્થિતિમાં ટોળાનો નજીકથી સામનો કરવાનો હોય ત્યારે પોલીસ અને લશ્કર ટોળાને શાંત પાડી નિયંત્રણમાં રાખવા તેનો ઉપયોગ કરે છે. તેનાથી તત્પૂરતો અંધાપો આવી જાય છે. 1.8 મી. કરતાં ઓછા અંતરેથી તે મોઢા પર છાંટવામાં…

વધુ વાંચો >

મૅસત્રોયાની, મૅચેલો

મૅસત્રોયાની, મૅચેલો (જ. 28 સપ્ટેમ્બર 1924, ફૉન્તાના લિરી, ઇટાલી; અ. 1996) : ઇટાલીના લોકલાડીલા અભિનેતા. સંવેદનશીલ અને પ્રેમાળ મુખમુદ્રા તેમજ એકાકી અને ત્રસ્ત માનવીના હૃદયસ્પર્શી અભિનય માટે તેઓ ઇટાલીના સિનેજગતમાં બેહદ ચાહના પામ્યા હતા. તેમણે હાસ્યરસિક ચિત્રોથી માંડીને ગંભીર નાટ્યાત્મક કૃતિઓના અભિનય દ્વારા ચિત્રજગતમાં પ્રારંભ કર્યો. યુદ્ધસમયના નાઝીવાદી વેઠશિબિરોમાંથી તેઓ…

વધુ વાંચો >

મેસ વર્ડી નૅશનલ પાર્ક

મેસ વર્ડી નૅશનલ પાર્ક : અન્સાઝી ઇન્ડિયન પ્રજાનાં પ્રાગ્-ઐતિહાસિક સમયનાં કરાડ(cliff)–વસવાટો તથા ખુલ્લાં ગામ કે નગરો(pueblo)નું મુખ્ય ઉત્ખનન-સ્થળ. તે નૈર્ઋત્ય કૉલોરાડોમાં ડુરાંગોથી આશરે 45 કિમી. દૂર 210 ચોરસ કિમી.માં પથરાયેલ રાષ્ટ્રીય પાર્ક બન્યું છે. સીધાં ચઢાણવાળી ખડક-દીવાલો અને સપાટ ટોચ(mesas)થી રચાયેલી તેની ખાસ ભૂ-રચનાના આધારે, આ પાર્કનું નામ ગ્રીન ટેબલ…

વધુ વાંચો >

મેસિયે, ચાર્લ્સ

મેસિયે, ચાર્લ્સ (જ. 26 જૂન 1730, બૉડનવિલે, ફ્રાન્સ; અ. 11 એપ્રિલ 1817) : ફ્રાન્સના ખગોળશાસ્ત્રી. તેમણે અતિપ્રસિદ્ધ મેસિયે કૅટલૉગનું સંકલન-સંપાદન કર્યું હતું. આકાશી પદાર્થોની આ બહુ જાણીતી બનેલી યાદી હજુ પણ વપરાય છે. હેલીના ધૂમકેતુની 1759ની વળતી પરિક્રમા દરમિયાન ફ્રાન્સમાં તેનું અવલોકન કરનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. પછીનાં વર્ષો દરમિયાન…

વધુ વાંચો >

મૅસીર, ક્વેટ

મૅસીર, ક્વેટ (જ. 1925) : બૉટ્સ્વાનાના રાજદ્વારી પુરુષ અને 1980થી તેના પ્રમુખ. તેમણે પત્રકારત્વથી કારકિર્દીનો આરંભ કર્યો. ત્યારબાદ તેમણે બૅગ્વાફત્સે ટ્રાઇબલ કાઉન્સિલ મારફત રાજકારણમાં અને ત્યારપછી લેજિસ્લેટિવ કાઉન્સિલમાં પ્રવેશ કર્યો. 1962માં તેઓ ‘બૉટ્સ્વાના ડેમૉક્રૅટિક પાર્ટી’ના સહસ્થાપક બન્યા. 1965માં તેઓ નાયબ વડાપ્રધાન બન્યા. 1966માં દેશને સંપૂર્ણ સ્વાતંત્ર્ય સાંપડ્યું ત્યારે તેઓ 1966માં…

વધુ વાંચો >

મેહબૂબ, હરિંદરસિંગ

મેહબૂબ, હરિંદરસિંગ (જ. 1937; ચાક, જિ. લાયલપુર, હવે પાકિસ્તાનમાં) : પંજાબી સાહિત્યકાર. તેમને ‘ઝનાં દી રાત’ નામક કાવ્યસંગ્રહ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે અંગ્રેજી તથા પંજાબી ભાષાના વિષયમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી; ત્યારપછી હોશિયારપુર તાલુકાના ગઢડીવાલા શહેરની ખાલસા કૉલેજમાં અધ્યાપક નિમાયા. 1960ના દશકાનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે…

વધુ વાંચો >

મૅહિલૉન, વિક્ટર ચાર્લ્સ

મૅહિલૉન, વિક્ટર ચાર્લ્સ (જ. 10 માર્ચ 1841, બ્રસેલ્સ; અ. 17 જૂન 1924, બેલ્જિયમ) : બેલ્જિયમના સંગીત-વિષયક વિદ્વાન. તેમણે અનેકવિધ સંગીતવાદ્યોનો સંગ્રહ કરી તેમનું વિગતે વર્ણન કરીને એ વાદ્યોની અનુકૃતિ કરી લીધી. 1865માં તે પિતાની વાજિંત્ર-નિર્માણની ફૅક્ટરીમાં જોડાયા. તેમણે ‘લ ઈકો મ્યુઝિકલ’ નામનું સામયિક 1869થી ’86 સુધી પ્રગટ કર્યું. 1879થી તે…

વધુ વાંચો >