મહેશ ચોકસી
મેરે ડોગરી ગીત
મેરે ડોગરી ગીત (1974) : ડોગરી કવિ કૃષ્ણ સ્મેલપુરી(જ. 1900)નો કાવ્યસંગ્રહ. સાહિત્યજગતમાં તે ઉર્દૂ કવિ તરીકે પ્રવેશ્યા, પણ 1950ના દાયકા દરમિયાન તેમને પ્રતીતિ થઈ ચૂકી કે પોતાની માતૃભાષા ડોગરી પોતાની કાવ્યાત્મક અભિવ્યક્તિ માટે સમુચિત અને સબળ માધ્યમ છે. સંગ્રહના શીર્ષક પરથી સૂચવાય છે તે મુજબ તેમાં ગીતો સંગ્રહસ્થ થયાં છે;…
વધુ વાંચો >મૅરેડૉના, ડિયેગો
મૅરેડૉના, ડિયેગો (જ. 1960, લાનૂસ, આર્જેન્ટિના) : આર્જેન્ટિનાના ખ્યાતનામ ફૂટબૉલ ખેલાડી. 1977માં તેઓ આર્જેન્ટિનાના સૌથી નાની વયના આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા. તેમણે વીસી વટાવી ન હતી, છતાં તેમને 10 લાખ પાઉન્ડ આપીને ‘બૉકા જુનિયર્સ’ માટે રાખી લેવામાં આવ્યા હતા. 1982માં તેઓ વિશ્વના સૌથી મોંઘા ખેલાડી બની રહ્યા, કારણ કે તે 50…
વધુ વાંચો >મૅરેથૉન દોડ
મૅરેથૉન દોડ : માર્ગ પર યોજાતી લાંબા અંતરની દોડ-સ્પર્ધા. સામાન્ય રીતે તેમાં 42.195 કિમી. એટલે કે 26 માઈલ 385 વારનું અંતર દોડવાનું હોય છે. 1896થી યોજાતી રહેલી ઑલિમ્પિક રમતોમાં તે એક મહત્વની સ્પર્ધા બની રહી છે. જોકે દોડ માટેનું 42.195 કિમી.(26 માઈલ 385 વાર)નું અંતર સુનિશ્ચિત બન્યું 1908માં. એ વર્ષે…
વધુ વાંચો >મૅર્ગેટાલર, ઑટમર
મૅર્ગેટાલર, ઑટમર (જ. 1854, હૅચેલ, જર્મની; અ. 1899) : લાઇનૉટાઇપ મશીનના શોધક. તે ઘડિયાળ-નિર્માતા પાસે તાલીમ લેવા રહ્યા હતા, પરંતુ તેમને ઇજનેરીમાં વિશેષ રસ પડતો હતો; સાંજના અભ્યાસ-વર્ગો ભરીને તેઓ ઇજનેરી શીખ્યા હતા. 1872માં તેઓ સ્થળાંતર કરીને અમેરિકા ગયા અને ત્યાં એક સ્વજનની મશીનશૉપમાં કામે રહ્યા. ત્યાં જ તેમણે અતિ…
વધુ વાંચો >મૅલમડ, બર્નાર્ડ
મૅલમડ, બર્નાર્ડ (જ. 26 એપ્રિલ 1914, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 1986) : અમેરિકાના નવલકથાકાર તથા ટૂંકી વાર્તાના લેખક. યહૂદી માતાપિતા મૂળ રશિયામાંથી સ્થળાંતર કરી અમેરિકામાં સ્થાયી થયેલાં. તે યહૂદી પરંપરાના લેખક મનાય છે. તેમની નવલો તેમજ ટૂંકી વાર્તાઓમાં બ્રુકલિન, મૅનહટન તથા બ્રૉન્ક્સમાં વસતા અમેરિકન યહૂદીઓ જ સાદ્યંત કેન્દ્રસ્થાને રહેતા આવ્યા છે.…
વધુ વાંચો >મૅલરી, મૉલા
મૅલરી, મૉલા (જ. 1892, ઑસ્લો નૉર્વે; અ. 22 નવેમ્બર 1959, અમેરિકા) : અમેરિકાનાં મહિલા ટેનિસ ખેલાડી. અમેરિકાની એકલ-ખેલાડીની (singles) ચૅમ્પિયનશિપનાં 8 વાર વિજેતા બનનાર તે એકમાત્ર મહિલા-ખેલાડી હતાં. ખંત, ધૈર્ય તથા બેઝલાઇન પરના રમત-કૌશલ્ય માટે તે વિશેષ જાણીતાં હતાં; મુખ્યત્વે તે મજબૂતીપૂર્વક ‘ફોરહૅન્ડ’થી તથા રક્ષણાત્મક ફટકા ખેલીને પ્રતિસ્પર્ધીને થકવી નાંખતાં.…
વધુ વાંચો >મે લાન-ફાંગ
મે લાન-ફાંગ (જ. 22 ઑક્ટોબર 1894; અ. 7 ઑગસ્ટ 1961) : ચીનના એક ઉત્તમ અભિનેતા, ગાયક અને સ્ત્રીપાત્રના વેશમાં ઉત્તમ નૃત્ય રજૂ કરનારા કલાકાર. ચીની રંગભૂમિ-જગતમાં તેઓ મૂઠી-ઊંચેરા કલાકાર લેખાય છે. અપાર પરિશ્રમ અને ખંત વડે તેમણે વર્ષોથી ઉપેક્ષિત રહેલાં રંગભૂમિનાં સર્વોત્તમ સર્જનો શોધી કાઢ્યાં અને ચીની રંગભૂમિ પર જહેમતપૂર્વક…
વધુ વાંચો >મેલીઝ, જ્યૉર્જ
મેલીઝ, જ્યૉર્જ (જ. 8 ડિસેમ્બર 1861, પૅરિસ; અ. 21 જાન્યુઆરી 1938, પૅરિસ) : ફ્રાન્સના વિશ્વ સિનેમાના મહત્ત્વના વિકાસ-પ્રવર્તક. વિશ્વ સિનેમાસૃષ્ટિનાં પ્રારંભિક વર્ષોમાં કચકડાની કલા વિશે તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો છે. કારકિર્દીના પ્રારંભમાં તેઓ તખ્તા પર હાથચાલાકીના અજાયબીભર્યા પ્રયોગો કરી બતાવતા હતા. 1895માં તેમણે લ્યૂમ્પેર બંધુઓની પ્રોજેક્ટર દ્વારા રજૂ થતી ર્દશ્યચિત્રણા…
વધુ વાંચો >મૅલેર્બ, ફાંસ્વા દ
મૅલેર્બ, ફાંસ્વા દ [જ. 1555, કૅન (નજીક), ફ્રાન્સ; અ. 16 ઑક્ટોબર 1628, પૅરિસ] : ફ્રેન્ચ કવિ અને સિદ્ધાંતપ્રવર્તક. ચુસ્ત આકાર-સૌષ્ઠવ, શૈલીની સંયતતા અને કાવ્યબાનીની શુદ્ધતા પરત્વેના તેમના અત્યાગ્રહને પરિણામે જ ફ્રૅન્ચ ક્લાસિસિઝમનો આવિષ્કાર થયો. તેમણે કૅન અને પૅરિસ ખાતે અને પાછળથી બૅઝબ (1571) તથા હાઇડલબર્ગ (1573) યુનિવર્સિટી ખાતે પ્રૉટેસ્ટન્ટ ધર્મનું…
વધુ વાંચો >મેલોડ્રામા
મેલોડ્રામા : ઑપેરામાંથી ઉદભવેલો નાટ્યપ્રકાર. ગ્રીક ભાષામાં તે ‘સાગ ડ્રામા’ એટલે કે ‘ગીત-નાટ્ય’ તરીકે ઓળખાય છે. મેલોડ્રામાનો ઉદભવ ઇટાલીમાં સોળમી સદીનાં અંતિમ વર્ષોમાં ઑપેરાના ઉદભવની સાથોસાથ થયો. ઑપેરાનો વિકાસ પ્રશિષ્ટ ટ્રૅજેડીને પુનર્જીવિત કરવાના પ્રયત્નમાંથી થયો. તેમાં સંગીત કે નાટ્યની જમાવટ હોય તે પ્રમાણે તે કૃતિ ઑપેરા કે મેલોડ્રામા તરીકે ઓળખાતી.…
વધુ વાંચો >