મહેશ ચોકસી

બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ

બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ (જ. 480 આશરે; અ. 524) : રોમના વિદ્વાન તત્વવેત્તા અને રાજકારણી. તેમનો જન્મ રોમના રાજકારણી પરિવારમાં થયો હતો. તેમણે ઍથેન્સ ખાતે અભ્યાસ કર્યો હતો અને ત્યાં તેમણે જે વિદ્યાજ્ઞાન પ્રાપ્ત કર્યું તેના ફળ સ્વરૂપે જ તેઓ ઍરિસ્ટોટલ તથા પૉર્ફિરીની કૃતિઓના અનુવાદ કરવાની ક્ષમતા કેળવી શક્યા. તેમના…

વધુ વાંચો >

બ્યર્સન, બ્યર્સ્ટન (માર્ટિનિયસ)

બ્યર્સન, બ્યર્સ્ટન (માર્ટિનિયસ) (જ. 1832, ક્વિકને, નૉર્વે; અ. 1910) : નૉર્વેના લેખક અને રાજકારણી. તેમણે ઑસ્લો તથા કૅપનહેગન ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે વૈવિધ્યપૂર્ણ અને રસપ્રદ વિષયો અંગે નાટકો અને નવલકથાઓ લખ્યાં. તેઓ ઉદારમતવાદી વલણના આજીવન પુરસ્કર્તા બની રહ્યા. તેઓ જોશીલા દેશભક્ત હતા. નૉર્વેની રંગભૂમિને તેઓ ડૅનિશ પ્રભાવથી મુક્ત કરવા…

વધુ વાંચો >

બ્રન્ટલૅન્ડ, ગ્રૉ હાર્લેન

બ્રન્ટલૅન્ડ, ગ્રૉ હાર્લેન (જ. 1939, ઑસ્લો) : નૉર્વેનાં રાજકારણી તેમજ પ્રથમ મહિલા વડાપ્રધાન. તેમણે ઑસ્લો તથા હાર્વર્ડ ખાતે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1960માં તેમણે વિરોધી રૂઢિચુસ્ત પક્ષના નેતા અર્ને ઑલેય સાથે લગ્ન કર્યાં. તેઓ મજૂર પક્ષમાં જોડાયાં અને 1969માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1974 –’79 દરમિયાન તેઓ પર્યાવરણના પ્રધાન…

વધુ વાંચો >

બ્રાઉન, ઇવા

બ્રાઉન, ઇવા (જ. 1910, મ્યુનિખ, જર્મની; અ. 1945) : ઍડૉલ્ફ હિટલરનાં પત્ની. તે હિટલરના સ્ટાફ ફોટોગ્રાફરનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હતાં. 1930ના દશકામાં તે હિટલરનાં પ્રેયસી બની રહ્યાં. બર્લિનના પતન પછી, ચાન્સેલરીમાં આવેલા બંકરમાં તેમણે અને હિટલરે સાથે આપઘાત કર્યો. આપઘાત કરતાં પહેલાં તેમણે હિટલર સાથે લગ્ન કર્યું હોવાનું મનાય…

વધુ વાંચો >

બ્રાન્ટ, બિલ

બ્રાન્ટ, બિલ (જ. 1904, લંડન; અ. 1983) : નિપુણ તસવીરકાર. 1929માં તેમણે આ કલાના કસબી મૅન રે પાસે તસવીર-કલાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. 1931માં તેઓ લંડન પાછા ફર્યા. 1930ના ઉત્તરાર્ધમાં તેમણે સામાજિક વિષયો – વ્યક્તિઓ તથા પ્રસંગોની દસ્તાવેજી પ્રકારની શ્રેણીબંધ યાદગાર તસવીરો લીધી; તેમાંથી ગરીબ તથા ધનિકવર્ગની વિરોધાત્મક જીવનશૈલીનો અત્યંત જીવંત…

વધુ વાંચો >

બ્રિગ્સ, બૅરી

બ્રિગ્સ, બૅરી (જ. 1934, ન્યૂઝીલૅન્ડ) : મોટરસાઇકલના અતિઝડપી ચાલક-સવાર (rider). 1954થી 1970 દરમિયાન તેઓ સતત 17 વાર વિશ્વ-ચૅમ્પિયનશિપની અંતિમ સ્પર્ધા (final) સુધી પહોંચી શક્યા. આ એક પ્રકારનો વિશ્વવિક્રમ લેખાય છે. એ દરમિયાન તેમણે જે 201 પૉઇન્ટ નોંધાવ્યા તે પણ એક વિશ્વવિક્રમ લેખાય છે. તેમણે કુલ 87 વાર રેસ-સ્પર્ધામાં ભાગ લીધો…

વધુ વાંચો >

બ્રુક્સ, (સર) નૉર્મન

બ્રુક્સ, (સર) નૉર્મન (જ. 1877, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા; અ. 1968) : નામી ટેનિસ-ખેલાડી. 1905માં તેઓ વિમ્બલડન ખાતે ‘ઑલ કમર્સ સિંગલ્સ’ પદકના વિજેતા બન્યા. પછીના વર્ષે તેઓ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ પદકના વિજેતા બન્યા. 1914માં તે વિમ્બલડન ખાતે ફરીથી વિજેતા બન્યા. 1921 સુધી તે ડેવિસ કપ માટે ટેનિસ રમતા રહ્યા અને…

વધુ વાંચો >

બ્રુચફિલ્ડ, રૉબર્ટ (વિલિયમ)

બ્રુચફિલ્ડ, રૉબર્ટ (વિલિયમ) (જ. 1923, વાંગનૂઇ, ન્યૂઝીલૅન્ડ) : કોશરચનાકાર અને વિદ્વાન અભ્યાસી. તેમણે વેલિંગ્ટન ખાતેની વિક્ટોરિયા યુનિવર્સિટી કૉલેજ ખાતે તથા ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો. 1952થી 1963 દરમિયાન તેઓ ઑક્સફર્ડમાં અંગ્રેજીનું અધ્યાપન કરતા રહ્યા. પછી ત્યાં 1963થી 1979 દરમિયાન તેઓ ટ્યૂટોરિયલ ફેલો પણ બન્યા. તે પછી સેન્ટ પિટર્સ કૉલેજમાં તેમણે સીનિયર…

વધુ વાંચો >

બ્રુટસ, માર્ક્સ જુનિયસ

બ્રુટસ, માર્ક્સ જુનિયસ (જ. આ. ઈ. પૂ. 85; અ. ઈ. પૂ. 42, ફિલિપી નજીક, મૅસેડૉનિયા) : રોમન રાજકારણી. રોમના આપખુદ સત્તાધીશ જુલિયસ સીઝરના મુખ્ય ખૂની તરીકે તેઓ બહુ પંકાયા છે. તેમની માતા સર્વિલિયા કૅટો(યંગર)નાં સાવકી બહેન થતાં હતાં તથા સીઝરનાં જાણીતા પ્રેયસી હતાં. પાછળથી બ્રુટસને ક્વિન્ટસ સર્વિલિયસ કેપિયોએ દત્તક લીધા…

વધુ વાંચો >

બ્રૂમ, ડેવિડ

બ્રૂમ, ડેવિડ (જ. 1940, કાર્ડિફ, ઇંગ્લૅન્ડ) : અશ્વને કૌશલ્યપૂર્વક કુદાવનાર નામી અશ્વારોહક. 1970માં તેમણે વિશ્વ ચૅમ્પિયનશિપ મેળવી હતી. તે પૂર્વે તેઓ 3 વાર (1961, 1967 તથા 1969) યુરોપિયન ચૅમ્પિયન બન્યા હતા. 1960 અને 1968ની ઓલિમ્પિક રમતોમાં વ્યક્તિગત ધોરણે કાંસ્ય ચંદ્રકના તેઓ વિજેતા થયા હતા. 20 વર્ષ સુધી અશ્વારોહણના ક્ષેત્રથી તેઓ…

વધુ વાંચો >