મહેશ ચોકસી

બેકર, સૅમ્યુઅલ (સર)

બેકર, સૅમ્યુઅલ (સર) (જ. 1821, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1893) : અંગ્રેજ સાહસવીર. તેમણે નાઈલ નદીનાં મૂળ સ્થાનોની શોધ માટે સાહસપ્રવાસ ખેડ્યો અને 1864માં ગૉન્ડોકૉરો ખાતે સ્પેક તથા ગ્રાન્ટ સાથે ભેટો થયો. 1864માં નાઈલ નદી જેમાં આવી ભળે છે તે અંતરિયાળ દરિયા (inland sea) સુધી પહોંચ્યા અને તેને ‘ઍલ્બર્ટ ન્યાન્ઝા’ એવું…

વધુ વાંચો >

બેકેટ, સેંટ ટૉમસ

બેકેટ, સેંટ ટૉમસ (જ. 21 ડિસેમ્બર 1118, લંડન; અ. 29 ડિસેમ્બર 1170, કૅન્ટરબરી, કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : ખ્રિસ્તી ધર્મના શહીદ. રોમન કૅથલિક પંથના સંત તરીકે પ્રતિષ્ઠા (1173). ચાન્સેલર ઑવ્ ઇંગ્લૅન્ડ (1155–62) અને આર્ચબિશપ ઑવ્ કૅન્ટરબરી (1162–70). રાજા હેન્રી બીજા સાથે વૈમનસ્ય થતાં કૅન્ટરબરીના દેવળમાં જ તેમની નિર્મમ હત્યા. નૉર્મન વંશના ‘લિટર…

વધુ વાંચો >

બેકેનબાવર, ફ્રાન્ઝ

બેકેનબાવર, ફ્રાન્ઝ (જ. 1945, મ્યૂનિક, જર્મની) : ફૂટબૉલની રમતના મહાન ખેલાડી. આ રમતના ખેલાડી બનવા ઉપરાંત પ્રશિક્ષક (coach), મૅનેજર અને વહીવટકર્તા તરીકે – એમ વિવિધ રીતે તેઓ 1970ના દાયકા દરમિયાન જર્મનીમાં ફૂટબૉલ રમતના ક્ષેત્રે એક પ્રભાવક અને જોશીલું પ્રેરકબળ બની રહ્યા. 1972માં યુરોપિયન નૅશન્સ કપમાં પશ્ચિમ જર્મનીની રાષ્ટ્રીય ટીમને તેમના…

વધુ વાંચો >

બૅકૉલ, લૉરેન

બૅકૉલ, લૉરેન (જ. 16 સપ્ટેમ્બર 1924, ન્યૂયૉર્ક શહેર; અ. 12 ઑગસ્ટ 2014) : અમેરિકાનાં નામાંકિત અભિનેત્રી. અમેરિકન એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટમાં તેમણે અભ્યાસ કર્યો. 1942માં તેમણે રંગભૂમિ પર સૌપ્રથમ અભિનય આપ્યો. 1945માં, તેમની સાથે કામ કરતા અભિનેતા હમ્ફ્રી બૉગાર્ટ સાથે તેમણે લગ્ન કર્યાં અને ‘ધ બિગ સ્લિપ’ (1946) અને ‘કી…

વધુ વાંચો >

બૅક્સ, બેન્જામિન (સર)

બૅક્સ, બેન્જામિન (સર) (જ. 1840, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1907) : નિષ્ણાત અંગ્રેજ ઇજનેર. 1861માં સલાહકાર-ઇજનેર તરીકેનો જૉન ફાઉલર સાથેનો સહયોગ ખૂબ લાંબા સમય સુધી રહ્યો. 1883થી 1890 દરમિયાન બંનેએ સાથે મળીને લંડન મેટ્રોપૉલિટન રેલવે તથા વિક્ટોરિયા સ્ટેશન તેમજ ચોથા રેલવે-પુલ સહિત અનેક પુલોની ડિઝાઇન તૈયાર કરી. તેઓ ઇજિપ્તમાંના આસ્વાન બંધ(1902)ના…

વધુ વાંચો >

બૅચલર, જૉય

બૅચલર, જૉય (જ. 1914; હર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1991) : જીવંત (animated) કાર્ટૂનનાં નિર્માત્રી. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો ‘હાર્પર બાઝાર’માં ફૅશન આર્ટિસ્ટ તરીકે. 1935માં તેમણે ‘રૉબિનહુડ’ના નિર્માણ દ્વારા જીવંત કાર્ટૂનનો પ્રારંભ કર્યો. 1941માં તેમણે સાથી નિર્માતા જૉન હલ્સ સાથે લગ્ન કર્યાં. બંનેએ સાથે મળીને હલ્સ બૅચલર ઍનિમેશન યુનિટની સ્થાપના કરી. તેમણે…

વધુ વાંચો >

બૅટમૅન, હેનરી મૅયો

બૅટમૅન, હેનરી મૅયો (જ. 1887, સટન ફૉરેસ્ટ, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 1970) : પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ. નાનપણથી જ તેઓ ઇંગ્લૅન્ડમાં ઊછર્યા હતા. 1906થી તેમણે ‘પંચ’ અને અન્ય સામયિકો માટે હાસ્યરસિક કથાની ચિત્રપટ્ટીઓ (comic strips) અનોખી શૈલીમાં રજૂ કરવા માંડી. તેઓ વિનોદાત્મક (humorous) ડ્રૉઇંગ માટે સૌથી વધુ જાણીતા હતા. મહેશ ચોકસી

વધુ વાંચો >

બૅટિસ્ટા, ફુલજેન્સિયો

બૅટિસ્ટા, ફુલજેન્સિયો (જ. 1901, ઑરિયેન્ટ પ્રાંત; અ. 1973) : ક્યૂબાના સૈનિક અને સરમુખત્યાર. જન્મ તો તેમનો એક સાધારણ મજૂરને ત્યાં થયો હતો, પરંતુ સખત પરિશ્રમ સતત કરીને ઉત્તરોત્તર આગળ વધતા રહ્યા. સાર્જન્ટ મેજરમાંથી તેઓ 1931–33ના ગાળામાં પ્રમુખ મકાર્ડો સામેના લશ્કરી બળવા દરમિયાન, કર્નલના પદે પહોંચી ગયા. પછીથી તેઓ ક્યૂબાના પ્રમુખ…

વધુ વાંચો >

બેટી, વૉરન

બેટી, વૉરન (જ. 30 માર્ચ 1937, રિચમંડ, વર્જિનિયા) : અમેરિકાના ફિલ્મ-અભિનેતા અને નિર્માતા. આખું નામ હેર્ની વોરેન બેટી. જાણીતી ફિલ્મ-અભિનેત્રી શર્લી મૅક્લિનના તેઓ નાના ભાઈ હતા. 1961માં ‘સ્પ્લેન્ડર ઇન ધ ગ્રાસ’ ફિલ્મથી તેમણે અભિનયની કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેઓ સ્વરૂપવાન હતા અને ગાંભીર્યપૂર્ણ મુખમુદ્રા ધરાવતા હતા; પરંતુ અમુક નિશ્ચિત પ્રકારની ઢાંચાઢાળ…

વધુ વાંચો >

બૅટ્સન, ગ્રેગરી

બૅટ્સન, ગ્રેગરી (જ. 1904, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1980) : માનવશાસ્ત્રના જાણીતા અભ્યાસી. તેઓ વિલિયમ બૅટ્સન નામના જીવવિજ્ઞાનીના પુત્ર હતા. તેમણે ભૌતિક માનવશાસ્ત્રનો અભ્યાસ કર્યો કેમ્બ્રિજ ખાતે, પરંતુ પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો અમેરિકામાં. માર્ગારેટ મીડની સાથે તેઓ પણ સંસ્કૃતિ અને વ્યક્તિત્વની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા. 1942માં તેમણે ‘બાલિનીઝ કૅરેક્ટર’ નામનું પુસ્તક…

વધુ વાંચો >