મહેશ ચોકસી
પૅટરસન, ફ્લૉઇડ
પૅટરસન, ફ્લૉઇડ (જ. 4 જાન્યુઆરી 1935, વૅકો, ટૅક્સાસ; અ. 11 મે 2006, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકાના વ્યવસાયી મુક્કાબાજ (boxer). તેમનો ઉછેર બ્રુકલિનમાં થયો હતો. ત્યાં માનસિક અસંતુલન ભોગવતાં બાળકોની શાળામાં રહેવાનું થયું; એ શાળામાં તેમણે મુક્કાબાજીમાં નિપુણતા મેળવી. નાનાં-મોટાં વિજેતાપદ મેળવ્યા બાદ, તેમણે 1952માં ઑલિમ્પિક રમતોમાં મિડલવેટ ક્લાસમાં સુવર્ણચંદ્રક મેળવ્યો.…
વધુ વાંચો >પૅટર્ન પોએટ્રી
પૅટર્ન પોએટ્રી : શબ્દોનું ભાવતત્ત્વ વ્યક્ત થાય એ રીતે ભૌતિક પદાર્થોના નિશ્ચિત આકાર અનુસાર ગોઠવાયેલી કાવ્યપંક્તિઓ. તે ‘શેપ્ડ’, ‘ક્યૂબિસ્ટ’ અને ‘કાક્રીટ’ કવિતા તરીકે પણ ઓળખાય છે. તેમાં ભૌમિતિક આકારો વિશેષ હોય છે; એ ઉપરાંત પાંખો, ઈંડાં અને ભાલો જેવા આકારો પણ પ્રયોજાય છે. તેનો ઉદ્ગમ પ્રાચીન મનાય છે. પૅટર્ન કવિતા…
વધુ વાંચો >પૈસ (1971)
પૈસ (1971) : મરાઠી લેખિકા દુર્ગા ભાગવત(જ. 1910)કૃત નિબંધસંગ્રહ. તેમાં અંગત શૈલીના 12 નિબંધો છે. નિબંધો પર નજર નાખતાં જણાઈ આવે છે કે તેમાં સાંસ્કૃતિક પાસું પ્રાધાન્ય ભોગવે છે. લેખિકા સંગીત, ચિત્રકળા, શિલ્પ તથા નૃત્યકળા જેવા કળાવિષયો પરત્વે ઊંચી અભિરુચિ તથા સૂઝ ધરાવે છે. વળી વિવિધ ધર્મો, તત્ત્વજ્ઞાન, સમાજવિદ્યાઓ, ભારતીય…
વધુ વાંચો >પૉઇટિયર સિડની
પૉઇટિયર, સિડની (જ. 20 ફેબ્રુઆરી 1927, માયામી, ફ્લૉરિડા; અ. 6 જાન્યુઆરી 2022, એવર્લી હિલ્સ) : અમેરિકાના અશ્વેત અભિનેતા અને દિગ્દર્શક. ન્યૂયૉર્ક શહેરમાં આવેલા ‘અમેરિકન નિગ્રો થિયેટર’માં તેમણે અભિનયની તાલીમ લીધી. ત્યારબાદ રંગમંચ પર તથા ચલચિત્રોમાં અભિનય આપ્યો; પણ હૉલિવૂડમાં અભિનયનો સૌપ્રથમ પ્રારંભ કર્યો 1950માં. મુખ્યત્વે તેમને સહાયક પાત્રોની ભૂમિકા મળતી;…
વધુ વાંચો >પોપા વાસ્કો
પોપા, વાસ્કો (જ. 27 જૂન 1922 સર્બિયા; અ. ) : યુગોસ્લાવિયાના કવિ. 1950ના દશકામાં સાહિત્યનાં સ્થાપિત હિતોને પડકારનારા લેખકોમાં તેઓ અગ્રેસર બન્યા. એ રીતે તેમણે વાસ્તવવાદીઓ વિરુદ્ધ આધુનિકતાવાદીઓના વાદવિવાદમાં સક્રિય ભાગ ભજવ્યો. તેમની લખાવટનું વલણ ભારોભાર આધુનિકતાથી રંગાયેલું હતું અને માનવજીવનની કારુણ્યલક્ષી પરિસ્થિતિઓને વૈશ્વિક વ્યાપપૂર્વક આલેખવાની તેમની નેમ હતી. ઉત્કટ…
વધુ વાંચો >પૉર્ટર કૅથરિન અન્ને
પૉર્ટર, કૅથરિન અન્ને (જ. 189૦, ઇન્ડિયાના ક્રિક, ટૅક્સાસ; અ. 18 સપ્ટેમ્બર, સિલ્વર સ્પ્રિંગ મેરી લૅન્ડ, યુ.એસ. 198૦) : ટૂંકી વાર્તાનાં અમેરિકી લેખિકા અને નવલકથાકાર. કૉન્વેન્ટમાં શિક્ષણ લીધા બાદ તેમણે મેક્સિકોમાં પત્રકાર અને શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમની ટૂંકી વાર્તાનો પ્રથમ સંગ્રહ તે ‘ફ્લાવરિંગ જુડાસ’ (193૦). ત્યારપછી, 1939માં ‘પેલ હૉર્સ,…
વધુ વાંચો >પ્રકાશપ્રેમી
પ્રકાશપ્રેમી (જ. 16 ઑગસ્ટ 1943, કસૂરી, જિ. ઉધમપુર, જમ્મુ-કાશ્મીર) : ડોગરી સાહિત્યસર્જક. તેમની કૃતિ ‘બેદ્દન ધરતી દી’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના વતનના ગામમાં તથા રામનગરમાં થયું હતું. અને ઉચ્ચ શિક્ષણ તેમણે જમ્મુમાં લીધું હતું. જમ્મુ યુનિવર્સિટીમાંથી તેમણે હિંદી, સંસ્કૃત તથા ડોગરી ભાષામાં…
વધુ વાંચો >પ્રભજોત કૌર
પ્રભજોત કૌર (જ. 1924, પંજાબ) : પંજાબી લેખિકા. લાહોર ખાતેની મહિલાઓ માટેની ખાલસા કૉલેજમાંથી 1945માં તે સ્નાતક થયાં. 1948માં, પંજાબના જાણીતા નવલકથાકાર નરેન્દ્રપાલ સિંગ સાથે લગ્ન કર્યાં. પંજાબી સાહિત્યજગતમાં આ લગ્ન એક લાક્ષણિક ઘટના લેખાય છે – એટલા માટે કે સાહિત્યકાર પતિને તેમની નવલકથા ‘બા મુલાહિઝા હોશિયાર’ (1975) માટે 1976ના…
વધુ વાંચો >પ્રવાસી, માર્કંડેય
પ્રવાસી, માર્કંડેય (જ. 1942, ગરૂર, જિ. સમસ્તીપુર, બિહાર) : મૈથિલી ભાષાના કવિ અને નવલકથાકાર. તેમની ‘અગસ્ત્યાયની’ નામની મહાકાવ્યાત્મક કૃતિને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે હિંદીમાં શિક્ષણના વિષયમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલું. તેમણે એક મૈથિલીમાં અને એક હિંદીમાં એમ 2 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ‘અભિયાન’ નામની તેમની નવલકથા…
વધુ વાંચો >પ્રહસન
પ્રહસન : બહુધા ફાર્સ તરીકે ઓળખાતો પાશ્ચાત્ય હાસ્યનાટકનો પ્રકાર. નાટ્યની પરિભાષામાં મૂળ ફ્રેન્ચ શબ્દ farce એટલે કે ‘ઠાંસીને ભરવું’ પરથી આ શબ્દ યોજવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ તદ્દન હળવા પ્રકારનું અને સૌથી પ્રાકૃત સ્તરનું હાસ્ય એટલે કે અટ્ટહાસ્ય નિપજાવવાનો છે. તે નિમ્ન પ્રકારની એટલે કે હળવી કૉમેડી લેખાય છે. તેનાં…
વધુ વાંચો >