મલયાળમ સાહિત્ય
સદાનંદન, એસ. એલ. પુરમ્
સદાનંદન, એસ. એલ. પુરમ્ (જ. 1926, સેતુલક્ષ્મીપુરમ્, જિ. એલ્લેપ્પી; કેરળ) : મલયાળમના નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે મલયાળમ હાયર એક્ઝામિનેશન પાસ કરી. પછી રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાવાને કારણે તેમને થોડો વખત જેલવાસ થયો. તેઓ ખૂબ જાણીતા પુન્નાપ્રા-વયલાર બળવામાં સક્રિયપણે જોડાયેલા. તેમને રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસેનાની તરીકે તામ્રપત્ર એનાયત કરાયું છે. તેમનું પ્રથમ પ્રદાન…
વધુ વાંચો >સાનૂ એમ. કે.
સાનૂ, એમ. કે. (જ. 27 ઑક્ટોબર 1928, અલ્લેપ્થેય, કેરળ) : મલયાળી લેખક. તેમણે મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી મહારાજની કૉલેજ, એર્નાકુલમ્માં મલયાળમના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેઓ અઠવાડિક ‘કુમકુમ’ના સંપાદક; કેરળ પ્રોગ્રેસિવ રાઇટર્સ યુનિયનના પ્રમુખ; કેરળ સાહિત્ય અકાદમી, ત્રિસ્સુરના પ્રમુખ તથા 1987-1991 દરમિયાન એર્નાકુલમના ધારાસભ્ય રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 19…
વધુ વાંચો >સારા જૉસેફ (શ્રીમતી)
સારા જૉસેફ (શ્રીમતી) (જ. 10 ફેબ્રુઆરી 1946, ત્રિશ્શૂર, કેરળ) : મલયાળમ વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમની નવલકથા ‘આલાહાયુડે પેણ્મક્કળ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપનક્ષેત્રે જોડાયાં. છેલ્લે પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયાં. તેઓ અંગ્રેજી તથા તમિળ ભાષાની જાણકારી…
વધુ વાંચો >સી. રાધાકૃષ્ણન્
સી. રાધાકૃષ્ણન્ (જ. 15 ફેબ્રુઆરી, 1939, અમરપટ્ટમ, તા. તિરુર, જિ. મલ્લપુરમ્, કેરળ) : મલયાળમ ભાષાના આ સર્જકની કૃતિ ‘સ્પન્દમાપિનિંકાલ નન્દી’(1986)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. કોલકાતા યુનિવર્સિટીમાંથી પ્રયુક્ત ભૌતિકશાસ્ત્રમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે કોડાઈકેનાલની ઍસ્ટ્રૉફિઝિકલ વેધશાળામાં કામગીરી બજાવી. ત્યારપછી તેમણે અનેક સાપ્તાહિકો તથા દૈનિકોના તંત્રીપદે કામગીરી…
વધુ વાંચો >સુકુમાર ઍઝિકૉડ
સુકુમાર ઍઝિકૉડ (જ. 14 મે 1926, ઍઝિકૉડ, જિ. કેન્નોર, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક અને વિદ્વાન. મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.કૉમ., બી.એડ. તથા મલયાળમ અને સંસ્કૃતમાં એમ.એ.. તે પછી કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.. 2002 પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિ. ઍઝિકૉડ સુકુમાર તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : માનાર્હ પ્રાધ્યાપક, પ્રો-વાઇસ-ચાન્સેલર અને મલયાળમના પ્રાધ્યાપક, કાલિકટ યુનિવર્સિટી;…
વધુ વાંચો >સુકુમારન્, એમ.
સુકુમારન્, એમ. (જ. 11 જાન્યુઆરી 1943, ચિત્તૂર, જિ. પાલઘાટ, કેરળ; અ. 16 માર્ચ 2018, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘ચુવન્નચિહનંગલ’ બદલ 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ 1963માં મહાલેખાકારની કચેરી, તિરુવનંતપુરમ્માં લિપિકની સેવામાં જોડાયા, 1974માં ટ્રેડ યુનિયનની ચળવળને કારણે…
વધુ વાંચો >સુગતકુમારી બી. (શ્રીમતી)
સુગતકુમારી, બી. (શ્રીમતી) (જ. 22 જાન્યુઆરી 1934, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ ભાષાનાં કવયિત્રી. કેરળ યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાનના વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી (1955). અધ્યાપનની કારકિર્દી. કેરળ રાજ્ય જવાહર બાલભવનનાં નિવૃત્ત આચાર્યા. 2002માં કેરળ વિમેન્સ કમિશનનાં અધ્યક્ષા. તેઓ મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીનાં તજ્જ્ઞ છે. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઘણાં વર્ષો સુધી…
વધુ વાંચો >