મરાઠી સાહિત્ય

પણ લક્ષાંત કોણ ઘેતો

પણ લક્ષાંત કોણ ઘેતો (1890થી 1893) : પ્રસિદ્ધ મરાઠી લેખક હરિનારાયણ આપટે(1860થી 1911)ની નવલકથા. આ કૃતિ મરાઠી સાહિત્યની પહેલી નવલકથા છે, જેમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, હિન્દુ સ્ત્રી ત્રસ્ત અવસ્થામાં બંદિની હોય એ રીતે જીવતી હતી અને રૂઢિગ્રસ્ત રીતરિવાજો એનું જીવન ઝેર કરી દેતા હતા તે પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્રણ છે. નવલકથાની…

વધુ વાંચો >

પરૂળેકર, ગોદાવરી

પરૂળેકર, ગોદાવરી (જ. 14 ઑગસ્ટ 1907, પુણે; અ. 8 ઑક્ટોબર 1996) : મરાઠી લેખિકા. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુણેમાં લીધું. એમણે એલએલ.બી.ની પદવી 1932માં મેળવી. જાણીતા સામ્યવાદી શામરાવ પરૂળેકર સાથે લગ્ન થયાં અને પતિની જોડે થાણાના આદિવાસી ક્ષેત્રમાં સેવાકાર્યમાં જોડાઈ ગયાં. ગોપાળ કૃષ્ણ દેવધરની પ્રેરણાથી તેમણે સમાજસેવાનું ક્ષેત્ર અપનાવ્યું. પાછળથી…

વધુ વાંચો >

પાટીલ વિશ્વાસ મહિપાલ

પાટીલ, વિશ્વાસ મહિપાલ (જ. 28 નવેમ્બર 1959, નેર્લે, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : ખ્યાતનામ મરાઠી નવલકથાકાર. મરાઠીની તેમની જાણીતી નવલકથા ‘ઝાડાઝડતી’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નેર્લેમાં અને માધ્યમિક શિક્ષણ કોક્રુડમાં. શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુરમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવીઓ મેળવ્યા પછી રાજ્ય મુલકી સેવાની પરીક્ષા…

વધુ વાંચો >

પાડગાંવકર મંગેશ

પાડગાંવકર, મંગેશ (જ. 10 માર્ચ 1929, વેંગુર્લા; અ. 29 ડિસેમ્બર 2015, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લા ખાતે અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા 1956માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પસાર કરી અને તર્ખડકર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1958માં તે જ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

પાધ્યે પ્રભાકર આત્મારામ

પાધ્યે, પ્રભાકર આત્મારામ (જ. 4 જાન્યુઆરી 19૦9, લાંગે, જિલ્લો  રત્નાગિરિ; અ. 1984 પૂણે) : મરાઠી પત્રકાર, વિવેચક અને સૌંદર્યશાસ્ત્રના જ્ઞાતા. શિક્ષણ રત્નાગિરિ, મુંબઈ અને પુણે ખાતે. 1932માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર સાથે મેળવી. શિક્ષણકાળથી જ મરાઠી સામયિકોમાં લેખો લખવાની શરૂઆત કરી. 1939માં મરાઠી પત્રકારત્વક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1939-45 દરમિયાન ‘ધનુર્ધારી’…

વધુ વાંચો >

પાધ્યે પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે)

પાધ્યે, પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે) (જ. 29 નવેમ્બર 1926; અ. 1996) : મરાઠી લેખક, પત્રકાર તથા મજૂરનેતા. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1942માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા તથા 1946માં તે જ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. થોડાક સમય સુધી શિક્ષકની નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય પસંદ કર્યો. સાથોસાથ મજૂર ચળવળમાં સક્રિય રહ્યા.…

વધુ વાંચો >

પેંડસે શ્રી. ના.

પેંડસે, શ્રી. ના. (જ. 5 જાન્યુઆરી, 1913, દાપોલી, રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 માર્ચ, 2007, મુંબઈ) : મરાઠી લેખક. શિક્ષણ મુંબઈમાં. એમણે મરાઠી સાહિત્યમાં જાનપદી (આંચલિક) નવલકથાની શરૂઆત કરી અને મરાઠી નવલકથાને નવી દિશાસૂઝ આપી. એમની પ્રથમ કૃતિ ‘ખડકાવરીલ હિરવળ’(1941)માં શબ્દચિત્રો છે અને મરાઠી શબ્દચિત્રોમાં તે ઉચ્ચસ્થાન ધરાવે છે. 1949માં પ્રગટ…

વધુ વાંચો >

પેંઢરકર યશવંત દિનકર

પેંઢરકર, યશવંત દિનકર (જ. 9 માર્ચ 1899, ચાફળ, જિલ્લો સાતારા; અ. 26 નવેમ્બર 1985, પુણે) : મરાઠીના અગ્રણી કવિ. સાંગલી ખાતે મૅટ્રિક સુધીનું શિક્ષણ લીધા પછી પુણેમાં કારકુન તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી અને અવસાન સુધી ત્યાં જ વસવાટ કર્યો. શરૂઆતમાં રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત એવી કવિતાની રચના તરફ વધુ ઝોક, પરંતુ…

વધુ વાંચો >

પૈસ (1971)

પૈસ (1971) : મરાઠી લેખિકા દુર્ગા ભાગવત(જ. 1910)કૃત નિબંધસંગ્રહ. તેમાં અંગત શૈલીના 12 નિબંધો છે. નિબંધો પર નજર નાખતાં જણાઈ આવે છે કે તેમાં સાંસ્કૃતિક પાસું પ્રાધાન્ય ભોગવે છે. લેખિકા સંગીત, ચિત્રકળા, શિલ્પ તથા નૃત્યકળા જેવા કળાવિષયો પરત્વે ઊંચી અભિરુચિ તથા સૂઝ ધરાવે છે. વળી વિવિધ ધર્મો, તત્ત્વજ્ઞાન, સમાજવિદ્યાઓ, ભારતીય…

વધુ વાંચો >

પ્રભુ, આરતી

પ્રભુ, આરતી (જ. 18 માર્ચ 1930, બાગલાંચી રાઈ, જિ. રત્નાગિરિ; અ. 1976, મુંબઈ) : મૂળ નામ ચિંતામણ ત્ર્યંબક ખાનોલકર. જાણીતા મરાઠી કવિ. શરૂઆતનું શિક્ષણ રત્નાગિરિ જિલ્લાના કુડાળ ગામે અને માધ્યમિક શિક્ષણ સાવંતવાડી અને મુંબઈમાં. 1959થી 1965 દરમિયાન લોણાવળા ખાતેની ‘ગુરુકુલ’ સંસ્થામાં; આકાશવાણી – મુંબઈ કેન્દ્રમાં તથા મુંબઈ યુનિવર્સિટીમાં સેવાઓ આપી.…

વધુ વાંચો >