ભૌતિકશાસ્ત્ર
વિલ્સન, ચાર્લ્સ થૉમ્સન રીઝ
વિલ્સન, ચાર્લ્સ થૉમ્સન રીઝ (જ. 14 ફેબ્રુઆરી 1869, ગ્લેનકોર્સ, સ્કૉટલૅન્ડ; અ. 15 નવેમ્બર 1959, કર્લોટસ, પીબલશાયર) : બાષ્પના ઘનીભવન દ્વારા વિદ્યુતભારિત કણોનો પથ દૃશ્યમાન થાય તેવી પદ્ધતિ શોધવા બદલ (એ. એચ. કૉમ્પટનની ભાગીદારીમાં) 1927નો નોબેલ પુરસ્કાર મેળવનાર બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની. સ્કૉટલૅન્ડના ભૌતિકવિજ્ઞાની વિલ્સને માન્ચેસ્ટરમાં રહીને જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. સમયાંતરે તે કેમ્બ્રિજ…
વધુ વાંચો >વિલ્સન, રૉબર્ટ વૂડ્રો
વિલ્સન, રૉબર્ટ વૂડ્રો [જ. 10 જાન્યુઆરી 1936, હ્યૂસ્ટન (Houston), ટૅક્સાસ] : બ્રહ્માંડીય સૂક્ષ્મ-તરંગ પૃષ્ઠભૂમિ-વિકિરણ(cosmic microwave back-ground radiation)ની શોધ બદલ 1978નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન વિજ્ઞાની. ન્યૂજર્સીના હોલ્મડેલ (Holmdel) ખાતે આવેલ બેલ ટેલિફોન લૅબોરેટરીઝમાં 1964માં તેમણે પેન્ઝિયાસ સાથે કામ કર્યું. તેમણે 20 ફૂટના શિંગડા આકારના પરાવર્તક ઍન્ટેનાનો ઉપયોગ કર્યો. આ ઍન્ટેનાની…
વધુ વાંચો >વિવર્તન
વિવર્તન : રંધ્ર-રેખા છિદ્ર(slit)ની ધાર જેવા અંતરાય (નડતર) આસપાસ પ્રકાશ-તરંગની વાંકા વળવાની ઘટના. દૂરના પ્રકાશ-ઉદ્ગમ સામે બે પાસપાસેની આંગળીઓની ચિરાડમાંથી જોતાં વિવર્તનની ઘટના જોવા મળે છે અથવા શેરી-પ્રકાશ સામે સુતરાઉ કાપડની છત્રીમાંથી જોતાં વિવર્તનની ઘટનાનો ખ્યાલ આવે છે. વિવર્તનની અસરો સામાન્ય રીતે ખૂબ જ નાની હોય છે. તેથી કાળજીપૂર્વક તેનું…
વધુ વાંચો >વિવર્તન-ગ્રેટિંગ
વિવર્તન–ગ્રેટિંગ : સમાન્તર અને સરખા અંતરે ગોઠવેલી સંખ્યાબંધ ‘સ્લિટો’ની રચના અથવા વર્ણપટીય (spectral) ઘટકોનું વિભાજન કરતી રચના અથવા એકવર્ણી (monochromatic) વિકિરણનું એક અથવા વધુ દિશામાં આવર્તન કરતી રચના. NaCl જેવા સ્ફટિકમાં આવર્તક રીતે ગોઠવાયેલા પરમાણુઓ-વિકિરકો(radiators)ની ત્રિ-પરિમાણવાળી રચના પણ વિવર્તન-ગ્રેટિંગ તરીકે કાર્ય કરે છે. સ્ફટિકમાં ક્રમિક મૂળભૂત વિકિરકો વચ્ચેનું અંતર દૃશ્ય…
વધુ વાંચો >વિશિષ્ટ ઉષ્મા (specific heat)
વિશિષ્ટ ઉષ્મા (specific heat) : એક ગ્રામ પદાર્થનું એક અંશ સેલ્સિયસ તાપમાન વધારવા કે ઘટાડવા માટે આપવી કે લેવી પડતી ગરમીનો જથ્થો. કોઈ પણ પદાર્થને ગરમી આપવાથી કે પછી તેમાંથી ગરમી લઈ લેવાથી અન્ય ફેરફારોમાં સામાન્યત: તેના તાપમાનમાં ફેરફાર થાય છે. વિશિષ્ટ ઉષ્માક્ષમતાને ઘણી વખત વિશિષ્ટ ઉષ્મા તરીકે ઓળખવામાં આવે…
વધુ વાંચો >વિશિષ્ટ ઘનતા (specific density)
વિશિષ્ટ ઘનતા (specific density) : પદાર્થના આપેલ કદ માટે દળના જથ્થા અને એટલા જ કદના પાણીના જથ્થાના દળનો ગુણોત્તર. અન્યથા પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને વિશિષ્ટ ઘનતા કહેવામાં આવે છે. આ રીતે પદાર્થની વિશિષ્ટ ઘનતા એ ઘનતા સાથે સંબંધ ધરાવે છે. સામાન્યત: પાણીની ઘનતા 4o સે. અથવા તો 20o…
વધુ વાંચો >વિસરણ (dispersion)
વિસરણ (dispersion) : વિદ્યુતચુંબકીય અથવા ધ્વનિતરંગોના સંકુલને તેના વિવિધ આવૃત્તિ-ઘટકોમાં અલગ પાડવા તે. દાખલા તરીકે શ્વેત પ્રકાશની કિરણાવલીનું ઘટક રંગોમાં વિઘટન. આવી રંગીન કિરણાવલી વિખેરાતાં વર્ણપટ રચે છે. તેનું દૃષ્ટાંત વર્ણ-વિપથન (chromatic aberration) છે. વધુ વ્યાપક રીતે કહેતાં તે તરંગલંબાઈ (λ) સાથે વક્રીભવનાંક (n)ના વિચરણનું વર્ણન કરે છે. જ્યારે nને…
વધુ વાંચો >વિસર્પણ (slip)
વિસર્પણ (slip) (ભૌતિકવિજ્ઞાન) : અવરૂપક (shearing) બળોની અસર હેઠળ સ્ફટિકના એક ભાગનું બીજા ભાગની સાપેક્ષે સમતલમાં સર્પી (sliding) સ્થાનાંતરણ. પ્રતિબળ (stress) લગાડતાં, દ્રવ્યમાં વિરૂપણ (deformation) થાય છે. મોટેભાગે આવું કાયમી કે સુઘટ્ય (plastic) વિરૂપણ વિસર્પણને લીધે થતું હોય છે. દ્રવ્યની બંધારણ- રચના વ્યક્તિગત સ્ફટિકોમાં અલગ વિસર્પણ પામે છે. વિસર્પણ અને…
વધુ વાંચો >વિસ્પંદ (beats)
વિસ્પંદ (beats) : સ્હેજ જુદી જુદી આવૃત્તિવાળા બે તરંગોથી રચાતા સંયુક્ત તરંગની તીવ્રતામાં થતી નિયમિત વધઘટ. એક તબક્કે તીવ્રતા અધિકતમ થાય છે, તો બીજે તબક્કે તીવ્રતા ન્યૂનતમ થાય છે. પ્રતિ સેકન્ડે અધિકતમ અને ન્યૂનતમની સંખ્યાને વિસ્પંદ કહે છે. સૌપ્રથમ વાર વિસ્પંદની ઘટના ધ્વનિતરંગોની બૉંબતે જોવા મળી. તેમાં જુદી જુદી આવૃત્તિવાળા…
વધુ વાંચો >વિહિત સમૂહ
વિહિત સમૂહ : કણોની વિગતવાર વર્તણૂકનો સ્પષ્ટ સંદર્ભ ન મળતો હોય ત્યાં સાંખ્યિકીય (statistical) અને ઉષ્માયાંત્રિકીય (thermodynamical) વર્તણૂક નક્કી કરવા કણતંત્ર માટે વિધેયાત્મક સંબંધ. યુ. એસ. ભૌતિકવિજ્ઞાની જે. વિલાર્ડ ગિબ્ઝે આ વિહિત સમૂહ દાખલ કર્યો હતો. કણો જ્યારે આંતરક્રિયા કરતા હોય ત્યારે તેવા તંત્રની વિગતવાર વર્તણૂક માટે જરૂરી અવલોકનોમાંથી પેદા…
વધુ વાંચો >