ભૌતિકશાસ્ત્ર

અરેખીય પ્રકાશિકી

અરેખીય પ્રકાશિકી (non-linear optics) : પદાર્થ અને લેઝર વચ્ચેની પારસ્પરિક ક્રિયામાંથી ઉદભવતી વિશિષ્ટ ઘટના. પ્રકાશતરંગો વીજચુંબકીય તરંગોનો એક સીમિત વિસ્તાર છે. 4 × 1014 હર્ટ્ઝથી માંડીને 1 × 1015 હર્ટ્ઝની કંપનઆવૃત્તિવાળા વીજચુંબકીય તરંગો ‘પ્રકાશ’સ્વરૂપે સમજાય છે. તેમના દોલનશીલ (oscillatory) વિદ્યુતક્ષેત્રની અસર નીચે પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રૉન પણ દોલન કરે છે, તેને…

વધુ વાંચો >

અર્ધઆયુષ

અર્ધઆયુષ (half-life period) : વિકિરણધર્મી (radio-active) સમસ્થાનિકના પરમાણુકેન્દ્રોના અર્ધજથ્થાના વિઘટન (disintegration) કે ક્ષય (decay) માટે લાગતો સમય અથવા રેડિયોઍક્ટિવ પદાર્થના નમૂનાનાં દર સેકન્ડે થતાં વિઘટનોની સંખ્યા અડધી થવા માટેનો સમય. દા.ત., રેડિયમ–226નું અર્ધઆયુષ 1,600 વર્ષ છે. એટલે આ સમયના અંતે રેડિયમ–226ના મૂળ જથ્થાનો અડધો ભાગ વિઘટિત (રેડૉન–222 + હીલિયમ–4માં) થઈ…

વધુ વાંચો >

અર્ધવાહક પ્રયુક્તિઓ

અર્ધવાહક પ્રયુક્તિઓ (Semiconductor devices) અર્ધવાહક દ્રવ્યોમાંથી બનાવેલ ઇલેક્ટ્રૉનિક પરિપથ(circuit)ના ઘટકો. વિવિધ પ્રકારનાં અર્ધવાહક દ્રવ્યો તથા વિવિધ પ્રક્રિયાઓ (processes) દ્વારા અનેક પ્રકારની અર્ધવાહક પ્રયુક્તિઓ શક્ય છે. સામાન્ય વપરાશમાં પ્રચલિત પ્રયુક્તિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે : ડાયોડ, 2. ટ્રાન્ઝિસ્ટર, 3. થાઇરિસ્ટર, 4. પ્રકાશવિદ્યુત (photoelectric) અથવા ઑપ્ટોઇલેક્ટ્રૉનિક પ્રયુક્તિઓ. ડાયોડ : અર્ધવાહક ડાયોડ બનાવવામાં…

વધુ વાંચો >

અર્ધવાહકો

અર્ધવાહકો (Semi-conductors) સુવાહકો (good conductors) અને અવાહકો (bad conductors or insulators) વચ્ચેની વાહકતા ધરાવનાર પદાર્થો. વૈદ્યુત (electrical) ગુણધર્મોમાં વિદ્યુત-વાહકતા ઘણી અગત્યની છે. મોટાભાગની ધાતુઓ સુવાહક હોય છે. તેમની વીજ-પ્રતિરોધકતા (resistivity) 10-6 ઓહ્મ-સેમી.થી ઓછી હોય છે. વિદ્યુત-ઉપકરણો(appliances)માં વપરાતા તાંબાની પ્રતિરોધકતા 1.7 × 10-6 ઓહ્મ-સેમી. છે. આથી વિરુદ્ધ જે પદાર્થોની પ્રતિરોધકતા 105…

વધુ વાંચો >

અર્લ, ગરહાર્ડ

અર્લ, ગરહાર્ડ (Ertl, Gerhard) (જ. 10 ઑક્ટોબર 1936, સ્ટટગાર્ટ, જર્મની) : જર્મન ભૌતિકવિદ અને 2007ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. અર્લે 1955થી 1957 દરમિયાન ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ સ્ટટગાર્ટ, 1957–58 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ પૅરિસ અને 1958–59 દરમિયાન લુડવિગ મૅક્સિમિલિયન્સ યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિક ખાતે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. 1961માં તેમણે ટૅકનિકલ યુનિવર્સિટી…

વધુ વાંચો >

અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિકિરણ

અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિકિરણ (radiation) : દૃશ્ય પ્રકાશથી નાની અને ઍક્સ-કિરણો કરતાં મોટી (4થી 400 ને.મી. અથવા 40થી 4000 ગાળાની) તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય (electromagnetic) વિકિરણ. તરંગ (wave) દ્વારા ઊર્જાનું સંચારણ (transmission) વિદ્યુતચુંબકીય વિકિરણ તરીકે ઓળખાય છે. ઉષ્માનાં કિરણો, દૃશ્ય પ્રકાશનાં કિરણો, ઍક્સ-કિરણો વગેરે વિદ્યુતચુંબકીય વર્ણપટ(spectrum)ના પેટાવિભાગો છે. તેમની વચ્ચેનો તફાવત ફક્ત…

વધુ વાંચો >

અલ્ટ્રાસોનિક

અલ્ટ્રાસોનિક : જુઓ, ધ્વનિ.

વધુ વાંચો >

અલ્-હસન

અલ્-હસન (જ. 1 જુલાઈ 965, બસરા, ઇરાક; અ. 6 માર્ચ 1040, કેરો, ઇજિપ્ત) : આરબ ભૌતિકશાસ્ત્રી. મૂળ આખું અરબી નામ અબુ-અલી-અલ્-હસન ઇબ્ન અલ્-હેયતામ (યા હૈશમ). એની પાછલી જિંદગી કેરો(કાહિરા, મિસર)માં વીતી હતી. અલ્-હસન અને મિસરના તત્કાલીન ખલીફા અલ્-હકીમ અંગે બે વિરોધાભાસી કિંવદંતીઓ પ્રચલિત છે. નાઈલ નદીનાં વિનાશકારી પૂરને ખાળી શકે…

વધુ વાંચો >

અવકાશસમૂહ

અવકાશસમૂહ (space group) : સ્ફટિકશાસ્ત્રમાં પરમાણુઓ-(અણુ/આયન)નાં મૂળ સ્થાનો દેખીતી રીતે બદલ્યા વગર સ્ફટિકનો દિગ્વિન્યાસ (orientation) ફેરવવાની એક રીત. પૂર્ણ રીતે વિકસેલ સ્ફટિક સપાટ પૃષ્ઠો(planar faces)થી પ્રતિબદ્ધ (bounded) હોય છે. સ્ફટિકોના સમમિત (symmetrical) ભૌમિતિક આકાર તેના બંધારણીય કણો(પરમાણુ, અણુ, આયન)ની નિયમિત અને આવર્તક (periodic) ગોઠવણીનું પ્રતિબિંબ છે. ત્રિપરિમાણ(three dimensions)માંની બિંદુઓની વિસ્તૃત…

વધુ વાંચો >

અવપરમાણુ કણો

અવપરમાણુ કણો [subatomic (fundamental) particles] દ્રવ્યના સ્વયંસંપૂર્ણ (self-contained) બંધારણીય એકમો. આને પ્રાથમિક કે મૂળકણો પણ કહે છે. 1960-65ના સમયગાળામાં અવપરમાણુ કણોનું સંશોધન એવે તબક્કે હતું કે એને પ્રાણીસંગ્રહાલય સાથે સરખાવવું કોઈને પણ વાજબી લાગે. સોથીયે વધુ આવા કણો શોધાયા હતા. એમના ભાતભાતના વિશિષ્ટ ગુણધર્મો એટલા વિચિત્ર લાગતા હતા કે દરેકનું…

વધુ વાંચો >