ભૌતિકશાસ્ત્ર
ડાયનેમાઇટ
ડાયનેમાઇટ : સ્વીડિશ ભૌતિકશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલ દ્વારા 1867માં શોધાયેલ, નાઇટ્રોગ્લિસરીન ઉપર આધારિત, પ્રબળ વિસ્ફોટકો(high explosives)નો એક વર્ગ. તે અગાઉ, 1850 પહેલાં, નાઇટ્રોગ્લિસરીન અને નાઇટ્રોસેલ્યુલોઝની શોધ થઈ ચૂકી હતી. ત્યારબાદ મકર્યુરી ફુલ્મિનેટ [Hg(ONC)2] સ્ફોટન-ટોટીની શોધ થવાથી ઉચ્ચ વિસ્ફોટકોનો એક યુગ શરૂ થયો. 1867માં ધૂમ્રવિહીન પાઉડર બનાવવામાં આવ્યો ત્યારથી લગભગ એક સૈકા…
વધુ વાંચો >ડાયૉપ્ટર
ડાયૉપ્ટર : પ્રકાશવિજ્ઞાન(optics)માં લેન્સ કે લેન્સ સિસ્ટિમની આવર્ધનક્ષમતા (magnifying power) માટેનો એકમ. લેન્સનો પાવર તેની કેન્દ્રલંબાઈ (focal length) fના વ્યસ્ત પ્રમાણસર હોવાથી, અને તે ફક્ત આંક જ છે. આવર્ધનક્ષમતા ડાયૉપ્ટરની ધન (+ve) કે ઋણ (–ve) સંજ્ઞા દર્શાવે છે કે લેન્સ ઉપર આપાત થતાં પ્રકાશનાં સમાંતર કિરણોનું લેન્સ વડે અભિસરણ (convergence)…
વધુ વાંચો >ડિરાક, પૉલ એડ્રિએન મૉરિસ
ડિરાક, પૉલ એડ્રિએન મૉરિસ (જ. 8 ઑગસ્ટ 1902, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ; અ. 21 ઑક્ટોબર 1984, ટાલાહાસી, યુ. એસ.) : પ્રતિકણ- (antiparticle)ની શોધ માટે વૈજ્ઞાનિક શ્રોડિંજરની સાથે 1933નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ભૌતિકશાસ્ત્રી. તે સ્વિસ પિતા અને અંગ્રેજ માતાનું સંતાન હતા. પ્રારંભિક શિક્ષણ બ્રિસ્ટલમાં મર્ચન્ટ વેન્ચર્સ સ્કૂલમાં લઈને ઉચ્ચ અભ્યાસ માટે બ્રિસ્ટલ…
વધુ વાંચો >ડિસ્કવરર ઉપગ્રહો
ડિસ્કવરર ઉપગ્રહો (Discoverer satellites) : લશ્કરી ઉપયોગ માટેના અમેરિકાના પ્રથમ શ્રેણીના ઉપગ્રહો. 1950ના અંતભાગમાં અમેરિકન વાયુસેના માટે ઉપગ્રહો દ્વારા ઉપયોગી લશ્કરી માહિતી ગુપ્ત રીતે મેળવવા માટે અમેરિકાએ ડિસ્કવરર નામના ઉપગ્રહો બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો. એજીના નામના રૉકેટના સૌથી ઉપરના તબક્કાને, કૅમેરા અને ઉચ્ચ વિભેદન-માપ માટેની પ્રકાશીય વ્યવસ્થાથી સુસજ્જ કરીને, તેનો…
વધુ વાંચો >ડીપ સ્પેસ નેટવર્ક
ડીપ સ્પેસ નેટવર્ક : સૌર મંડળમાં સૂર્યની પ્રદક્ષિણા કરતાં તથા ગહન અંતરિક્ષમાં ફરતાં બધાં જ સ્વયંસંચાલિત વૈજ્ઞાનિક અંતરિક્ષયાનો માટેનું, ભૂમિ-સ્થિત સંદેશાવ્યવહાર અને પથશોધન માટેનું તંત્ર. અંતરિક્ષયાનને અમુક ગ્રહ તરફ તેના નિર્ધારિત ભ્રમણપથમાં મૂકવામાં આવે, પછી થોડા સમયમાં જ ‘ડીપ સ્પેસ નેટવર્ક’ની કામગીરી શરૂ થાય છે. આ તંત્ર, ત્રણ બહુ-ભૂમિમથકોનું સંકુલ…
વધુ વાંચો >ડી.સી. પ્રવાહ
ડી.સી. પ્રવાહ : હંમેશાં એક જ દિશામાં વહેતો વિદ્યુતપ્રવાહ, જે દિષ્ટપ્રવાહ (direct current) કે ટૂંકમાં D.C. તરીકે ઓળખાય છે. આવો વિદ્યુતપ્રવાહ વિદ્યુતકોષ (battery) કે ડી.સી. જનરેટરમાંથી મળતો હોય છે. ડી.સી. કરતાં વિરુદ્ધ એવો A.C. (alternating current) છે, જેની દિશા એકધારી ન રહેતાં, નિયત સમયગાળે ઊલટ-સૂલટ બદલાતી રહે છે. ડી.સી.નો ઉપયોગ…
વધુ વાંચો >ડેડેકિન્ડ, રિચાર્ડ
ડેડેકિન્ડ, રિચાર્ડ (જ. 6 ઑક્ટોબર 1831, બ્રન્સવિક; અ. 12 ફેબ્રુઆરી 1916) : જર્મન ગણિતશાસ્ત્રી. તે કાયદાના પ્રાધ્યાપકના પુત્ર હતા. 1838થી 1847ના ગાળામાં તેમણે બ્રન્સવિક જિમ્નેશિયમમાં અભ્યાસ કર્યો હતો. બાલ્યાવસ્થામાં ગાણિતિક પ્રતિભાનાં લક્ષણો તેમનામાં જણાતાં ન હતાં. તેમને શરૂઆતમાં ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્ર તરફ વધુ લગાવ હતો. ભૌતિકશાસ્ત્રના અભ્યાસમાં તર્કનો અભાવ જણાતાં…
વધુ વાંચો >ડેબાય–હૂકેલ ઑનસૅગેર સમીકરણ
ડેબાય–હૂકેલ ઑનસૅગેર સમીકરણ : પ્રયુક્ત વીજક્ષેત્રની અસર હેઠળ પ્રબળ વિદ્યુતવિભાજ્યોનાં દ્રાવણોની વાહકતામાં સાંદ્રતા સાથે થતા ફેરફારને માત્રાત્મક રીતે સાંકળી લેતું સમીકરણ. વિદ્યુતવિભાજ્યની તુલ્યવાહકતા (equivalent conductivity) ∧ એ ધનાયન અને ઋણાયનની ગતિશીલતા (mobility) અનુક્રમે U+ અને U– તથા વિદ્યુતવિભાજ્યની વિયોજનમાત્રા (degree of dissociation) α સાથે નીચે પ્રમાણે સંબંધ ધરાવે છે :…
વધુ વાંચો >ડેબાય–હૂકેલ સિદ્ધાંત
ડેબાય–હૂકેલ સિદ્ધાંત : વિદ્યુત વિભાજ્યો(electrolytes)નાં મંદ દ્રાવણોની અનાદર્શ (nonideal) વર્તણૂક સમજાવવા માટે પીટર ડેબાય અને એરિક હૂકેલે 1923માં રજૂ કરેલો સિદ્ધાંત. આ સિદ્ધાંત દ્રાવણમાં એક આયનની આસપાસ અન્ય આયનો કેવી રીતે વિતરણ પામે છે અને આસપાસનાં આયનોની તે આયન ઉપર કેવી વાસ્તવિક અસર થાય છે તેની ચર્ચા કરવા ઉપરાંત તે…
વધુ વાંચો >ડેવિસન, ક્લિન્ટન જૉસેફ
ડેવિસન, ક્લિન્ટન જૉસેફ (જ. 22 ઑક્ટોબર 1881, બ્લુમિંગ્ટન, ઇલિનૉય યુ.એસ.; અ. 1 ફેબ્રુઆરી 1958, શાર્લોતેવીય, વર્જિનિયા, યુ.એસ.) : યુનાઇટેડ સ્ટેટ્સના પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી. તેમને 1937માં ઇંગ્લૅન્ડના જ્યૉર્જ પી. ટૉમ્સન સાથે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. પ્રકાશતરંગોની જેમ ઇલેક્ટ્રૉનનું પણ વિવર્તન (diffraction) થઈ શકે છે તેની શોધને માટે તેમને આ…
વધુ વાંચો >