ભૌતિકશાસ્ત્ર

ચર્પાક, જ્યૉર્જીસ

ચર્પાક, જ્યૉર્જીસ (Charpak, Georges) (જ. 1 ઑગસ્ટ 1924, ડેબ્રોવિકા, પોલૅન્ડ; અ. 29 સપ્ટેમ્બર 2010 પૅરિસ, ફ્રાન્સ) : કણ સંસૂચક (particle detetector), ખાસ કરીને બહુતાર પ્રમાણપદ કક્ષ (multiwire proportional chamber)ની શોધ અને વિકાસ માટે 1992નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. જ્યૉર્જીસ ચર્પાક ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી હતા. તેમનાં માતા-પિતા યહૂદી હતા. જ્યારે ચર્પાક…

વધુ વાંચો >

ચંદ્રશેખર, શિવરામ કૃષ્ણ

ચંદ્રશેખર, શિવરામ કૃષ્ણ (જ. 6 ઑગસ્ટ 1930, કોલકાતા; અ. 8 માર્ચ 2004, બેંગાલુરૂ, કર્ણાટક) : ભારતમાં દ્રવસ્ફટિક ભૌતિકી (liquid crystal physics) તથા તેના ઉપયોગના મૌલિક પ્રણેતા. ભારતીય ભૌતિકશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી બી.એસસી.(ઑનર્સ) અને ત્યારપછી એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી, બે સુવર્ણચંદ્રક મેળવી, 1950–54 સુધી બૅંગાલુરુની ‘રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’માં રિસર્ચ સ્કૉલર તરીકે…

વધુ વાંચો >

ચંદ્રશેખર, સુબ્રમણ્યમ

ચંદ્રશેખર, સુબ્રમણ્યમ [જ. 19 ઑક્ટોબર 1910, લાહોર (હવે પાકિસ્તાન); અ. 21 ઑગસ્ટ 1995, શિકાગો, અમેરિકા] : સૈદ્ધાંતિક ખગોળ-ભૌતિકશાસ્ત્રી. ‘ચંદ્રશેખર-સીમા’ (Chandrasekhar Limit) માટે જાણીતા. ભારતીય મૂળના અને 1953માં અમેરિકાના નાગરિક બનેલા પ્રો. સુબ્રમણ્યમ ચંદ્રશેખરનો જન્મ 19મી ઑક્ટોબર 1910ના રોજ બ્રિટિશ શાસનકાળમાં લાહોરમાં થયો હતો. લાહોર ત્યારે ભારતમાં હતું અને ત્યાં તેમના…

વધુ વાંચો >

ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics)

ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics) બળની અસર હેઠળ સમયના વિધેય (function) તરીકે પદાર્થના સ્થાનને લગતું વર્ણનાત્મક વિજ્ઞાન(એને ન્યૂટોનિયન યાંત્રિકી પણ કહે છે). યાંત્રિકી એ ભૌતિક વિજ્ઞાનની શાખા છે. તે દ્રવ્યની સાદામાં સાદી યાંત્રિકીય ગતિ સાથે સંબંધ ધરાવે છે. તેવી ગતિ દરમિયાન પદાર્થના સ્થાનમાં સમય સાથે ફેરફાર થતો હોય છે. પદાર્થ સ્થૂળ…

વધુ વાંચો >

ચુ, સ્ટીવન

ચુ, સ્ટીવન (Chu, Steven)(જ. 28 ફેબ્રુઆરી 1948, સેન્ટ લૂઈસ, મિસુરી, યુ. એસ.એ.) : લેસર પ્રકાશ વડે પરમાણુઓનું શીતલન (cooling) તથા તેમને પાશમાં લેવાની (પ્રગ્રહણ) કાર્યપદ્ધતિ વિકસાવવા માટે 1997નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે સ્ટીવન ચુ, ક્લૉડ કોહેન-તનુજી તથા વિલિયમ ડી. ફિલિપ્સને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.…

વધુ વાંચો >

ચુંબકીય ક્ષેત્ર (magnetic field)

ચુંબકીય ક્ષેત્ર (magnetic field) : કાયમી ચુંબક અથવા જેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તેવા વિદ્યુતવાહકની આસપાસનો ચુંબકીય અસર પ્રવર્તતી હોય તેવો વિસ્તાર. આ વિસ્તારમાં રાખેલા અન્ય ચુંબક કે વિદ્યુતપ્રવાહનું વહન કરતા વાહક પર આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળ લાગુ પાડે છે તેમ ધારી લેવાથી ચુંબકીય અસરને લગતાં અનેક પરિણામો મેળવી…

વધુ વાંચો >

ચુંબકીય ગ્રહણશીલતા (magnetic succeptibility)

ચુંબકીય ગ્રહણશીલતા (magnetic succeptibility) : કોઈ પદાર્થ કે માધ્યમની ચુંબકન (magnetisation) ગ્રહણ કરવાની ક્ષમતાનું માપ. કેટલી સહેલાઈથી પદાર્થનું ચુંબકન થઈ શકે તે તેની ગ્રહણશીલતા વડે જાણી શકાય છે. પદાર્થના એકમ ઘનફળ (કે કદ) દીઠ પ્રાપ્ત થતી ચુંબકીય ચાકમાત્રા(magnetic moment)ને ચુંબકન કહે છે. તેથી જો V કદના ચુંબકીય પદાર્થની ચુંબકીય ચાકમાત્રા…

વધુ વાંચો >

ચુંબકીય દ્રવગતિકી (magnetohydrodynamics – MHD)

ચુંબકીય દ્રવગતિકી (magnetohydrodynamics – MHD) : દ્રવગતિકી (hydrodynamics) અને વિદ્યુત-ચુંબકીય (electromagnetism) નામની બે શાખાઓના સંયોજનથી મળતી ભૌતિકવિજ્ઞાનની એક ઉપશાખા. વિદ્યુત અને ચુંબકત્વ એ બે શાખાઓના યોગ્ય સંયોજન સ્વરૂપે વિદ્યુત-ચુંબકત્વ મળે છે. વિદ્યુત-ચુંબકત્વનો જે ભાગ વિદ્યુતપ્રવાહની અસર સાથે સંકળાયેલો છે તે જ ભાગ એમ.એચ.ડી. સાથે સંબંધિત છે. આથી આ વિજ્ઞાન વિદ્યુત-ચુંબકીય…

વધુ વાંચો >

ચુંબકીય પરિપથ (magnetic circuit)

ચુંબકીય પરિપથ (magnetic circuit) : કાયમી ચુંબક કે વિદ્યુત-પ્રવાહધારિત ગૂંચળામાં ઉત્પન્ન થતા બળ વડે વૈદ્યુત ઉપકરણમાં રચાતો ચુંબકીય અભિવાહ(flux)નો બંધ ગાળો. (ચુંબકીય ફ્લક્સ = ચુંબક-બળરેખાઓની કુલ સંખ્યા). વૈદ્યુત ઉપકરણ તથા તેના ઉપયોગના આધારે, ચુંબકીય પરિપથના (i) અવિભાજિત અને (ii) વિભાજિત એમ બે પ્રકાર છે. અવિભાજિત પરિપથમાં, પરિપથના બધા ભાગમાં એકસરખું…

વધુ વાંચો >

ચુંબકીય પ્રત્યાસ્થ ઘટના (magnetoelastic phenomenon)

ચુંબકીય પ્રત્યાસ્થ ઘટના (magnetoelastic phenomenon) : ચુંબકીય પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં રાખતાં અથવા તે ચુંબકિત થાય ત્યારે, તેના સ્થિતિસ્થાપક ગુણધર્મો ઉપર થતી અસર. પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂકનો અભ્યાસ તેના સ્થિતિસ્થાપક પ્રાચલો (elastic constants) વડે થતો હોય છે. લોહચુંબકીય (ferromagnetic) કે પ્રતિલોહચુંબકીય (anti- ferromagnetic) પદાર્થનું તાપમાન જેમ વધે તેમ તેનું ચુંબકત્વ ક્રમશ: અર્દશ્ય…

વધુ વાંચો >