સ્વરગુણ (Timbre) : સંગીતવાદ્ય કે ધ્વનિ વડે પેદા થતા સ્વર(note)ને, તારત્વ (pitch) અને તીવ્રતા (intensity) સિવાય, સ્પષ્ટપણે જુદો પાડતો ગુણ (quality). સ્વરગુણ, સામાન્ય રીતે સાપેક્ષ કંપવિસ્તાર અને અંશસ્વરની સંખ્યા ઉપર આધાર રાખે છે.

ધ્વનિમાં સામેલ થતા વિવિધ સ્વરકો(tone)ના કંપવિસ્તારના મિશ્રણ ગુણોત્તર (mixing ratio) માટેની સંજ્ઞા. સંગીતવાદ્યોને, તે પેદા કરતા ધ્વનિના સ્વરગુણને આધારે જુદા પાડી શકાય છે.

વાદ્ય માટે સ્વરયુક્ત અવધિ (tonal range) મહત્વની બાબત છે, જે વાદ્યના સ્વરગુણ ઉપરાંત વધારાની લાક્ષણિકતા છે. વાદ્ય વડે પેદા કરી શકાતા મહત્તમ અને ન્યૂનતમ તારત્વના મૂળભૂત સ્વરકોની આવૃત્તિઓ વચ્ચેની અવધિને સ્વરયુક્ત અવધિ કહે છે.

પ્રહલાદ છ. પટેલ