ભૂસ્તરશાસ્ત્ર

સ્ફીન (ટિટેનાઇટ)

સ્ફીન (ટિટેનાઇટ) : નેસોસિલિકેટ. રા. બં. : CaTiSiO5. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : વિવિધ સ્ફટિકો મળે, મોટે ભાગે ચપટા (001), ફાચર આકારના; પ્રિઝમેટિક પણ હોય; ક્યારેક પર્ણાકાર. યુગ્મતા (100) ફલક પર સામાન્ય; (221) ફલક પર પત્રવત્ યુગ્મતા. દેખાવ : પારદર્શકથી લગભગ અપારદર્શક. સંભેદ : (110) સ્પષ્ટ, (221) પર…

વધુ વાંચો >

સ્ફૅલેરાઇટ

સ્ફૅલેરાઇટ : જસતનું ધાતુખનિજ. તે ઝિંકબ્લેન્ડ તરીકે પણ ઓળખાય છે. વુર્ટઝાઇટ અને માટ્રાઇટ સાથે ત્રિરૂપતા ધરાવતું ખનિજ. રાસા. બં. : ZnS; શુદ્ધ સ્ફૅલેરાઇટમાં 67 % જસત અને 33 % ગંધક હોય છે. સ્ફ. વર્ગ : ક્યુબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે ટેટ્રાહેડ્રલ, ડોડેકાહેડ્રલ; ફલકો સામાન્યત: ગોળાઈવાળા; દળદાર, વિભાજતાધારક; દાણાદાર;…

વધુ વાંચો >

સ્ફોટક બખોલ (Blow hole)

સ્ફોટક બખોલ (Blow hole) : સમુદ્ર ભેખડની ખડક-દીવાલમાં ઉદભવતી બખોલ. સમુદ્ર-મોજાંની નિરંતર ક્રિયાથી થતી રહેતી વેગવાળી પછડાટોથી ખડક-દીવાલનો કેટલોક ભાગ સ્ફોટ (ધડાકા) સહિત તૂટીને ઊછળે છે, પરિણામે વખત જતાં કોટર કે બખોલ જેવા પોલાણ-આકારો તૈયાર થાય છે. ગરમી-ઠંડીની અસરથી ખડકની બાહ્યસપાટી પર તડો અને સાંધા ઉદભવે છે. તડોસાંધામાં રહેલી હવા…

વધુ વાંચો >

સ્મિથ વિલિયમ

સ્મિથ, વિલિયમ (જ. 23 માર્ચ 1769, ચર્ચિલ, ઑક્સફર્ડશાયર; અ. 28 ઑગસ્ટ 1839) : ઘણા આગળ પડતા વ્યવહારુ, બ્રિટિશ સર્વેયર, ઇજનેર અને ભૂસ્તરશાસ્ત્રી. નહેરો અને પુલોનાં બાંધકામ માટેના સર્વેક્ષણકાર્ય અંગે દેશભરમાં પ્રવાસ ખેડવાની સાથે સાથે જુદા જુદા ખડક-સ્તરોનો તેઓ અભ્યાસ કરતા ગયેલા. દક્ષિણ ઇંગ્લૅન્ડના વિપુલ જીવાવશેષયુક્ત જુરાસિક ખડકોમાં કરેલા ક્ષેત્રકાર્યના અભ્યાસ…

વધુ વાંચો >

સ્લેટ

સ્લેટ : સૂક્ષ્મ દાણાદાર વિકૃત ખડક. તે મુખ્યત્વે તો ક્વાર્ટ્ઝ અને અબરખના કણોથી બનેલો હોય છે, તેમ છતાં તેમાં સ્થાનભેદે અને બંધારણભેદે ક્લોરાઇટ, હેમેટાઇટ તેમજ અન્ય ખનિજો થોડી માત્રામાં હોઈ શકે છે. તે મોટે ભાગે તો રાખોડીથી કાળા રંગમાં મળે છે; પરંતુ બંધારણમાં રહેલાં ખનિજોના પ્રમાણ મુજબ તે રાતો કે…

વધુ વાંચો >

સ્લેટ-સંભેદ

સ્લેટ-સંભેદ : જુઓ સંભેદ.

વધુ વાંચો >

સ્વેસ એડુઅર્ડ

સ્વેસ, એડુઅર્ડ (જ. 20 ઑગસ્ટ 1831, લંડન; અ. 26 એપ્રિલ 1914, વિયેના) : ઑસ્ટ્રિયન ભૂસ્તરશાસ્ત્રી. વિયેના યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક (1859–1901). આગ્નેય અંતર્ભેદકો, ભૂકંપની ઉત્પત્તિ અને પોપડાની સંચલનક્રિયા માટે જાણીતા. દક્ષિણ ગોળાર્ધમાં ગોંડવાના નામનો વિશાળ ભૂમિસમૂહ અસ્તિત્વ ધરાવતો હતો. એડુઅર્ડ સ્વેસ તે મધ્યજીવયુગના પૂર્વાર્ધકાળમાં તૂટીને તેમાંથી આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ઍન્ટાર્ક્ટિકા અને…

વધુ વાંચો >

હટન જેમ્સ

હટન, જેમ્સ (જ. 1726; અ. 1797) : સ્કૉટિશ ભૂસ્તરશાસ્ત્રી અને ડૉક્ટર. હટનનો જન્મ એડિનબરોમાં થયેલો. તેઓએ એડિનબરો, પૅરિસ અને લીડેન તથા નેધરલૅન્ડમાં અભ્યાસ કરેલો. તેઓ પૃથ્વીની ઉત્પત્તિના સિદ્ધાંતો માટે જાણીતા બન્યા છે. તેઓ અર્વાચીન ભૂસ્તરશાસ્ત્રના પિતા ગણાય છે. જેમ્સ હટન હટનના ઘણા સિદ્ધાંતો પૈકીના એક સિદ્ધાંત મુજબ, પૃથ્વીની ઉત્પત્તિમાં ગરમીએ…

વધુ વાંચો >

હમાઇટ (હ્યુમાઇટ  Humite)

હમાઇટ (હ્યુમાઇટ  Humite) : સ્ફટિકરચના અને રાસાયણિક બંધારણનું ઘનિષ્ઠ સંકલન અને સંબંધ ધરાવતી મૅગ્નેશિયમ નેસોસિલિકેટ ખનિજોની શ્રેણી. નીચેની સારણીમાં બતાવ્યા મુજબ આ શ્રેણીમાં ચાર ખનિજોનો સમાવેશ થાય છે : હમાઇટ શ્રેણીનાં ખનિજોનાં બંધારણ : કોષ (cell) પરિમાણ ખનિજ     બંધારણ a0 b0 c0 નૉર્બર્ગાઇટ Mg3(SiO4)(F·OH)2 8.74 4.71 10.22 કૉન્ડ્રોડાઇટ Mg5(SiO4)2(F·OH)2…

વધુ વાંચો >

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ) : એક નદીનું બીજી નદી દ્વારા હરણ થઈ જવાની ક્રિયા. આ ઘટનાને સ્રોતહરણ (river capture or river piracy) પણ કહે છે. એક જળપરિવાહ થાળાનો જળપ્રવાહ બીજા કોઈ નજીકના જળપરિવાહ થાળામાં ભળી જાય ત્યારે જે નદીનાં પાણીનું હરણ થયું હોય તે નદીને હરિતસ્રોત સરિતા તરીકે ઓળખાવાય છે. આમાં…

વધુ વાંચો >