ભૂસ્તરશાસ્ત્ર

સ્ટૅક (stack)

સ્ટૅક (stack) : ઘસારાનાં પરિબળો દ્વારા તૈયાર થતું ટાપુ જેવા આકારનું ભૂમિસ્વરૂપ. દરિયાકિનારા નજીકનો ભૂમિભાગ અનુકૂળ સંજોગો હેઠળ દરિયાઈ મોજાંની અસરને કારણે જો બે બાજુથી ઘસાતો જાય તો એક લાંબા જિહવાગ્ર ભાગ જેવો ભૂમિઆકાર તૈયાર થાય છે. પછીથી આવો વિભાગ છેડાઓ પરથી પણ મોજાંઓની પછડાટને કારણે ઘસાઈ જાય છે અને…

વધુ વાંચો >

સ્ટેનાઇટ (stannite)

સ્ટેનાઇટ (stannite) : ઘંટની બનાવટમાં ઉપયોગી ધાતુખનિજ. રાસા. બં. : કલાઈનું સલ્ફાઇડ. Cu2S·FeS·SnS2. તાંબુ : 29.5 %. લોહ : 13.1, કલાઈ : 27.5 %. ગંધક : 29.9. સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ-સ્ફિનૉઇડલ; યુગ્મતાને કારણે સ્યુડોઆઇસોમૅટ્રિક-ટેટ્રાહેડ્રલ. સ્ફ. સ્વ. : યુગ્મ સ્ફટિકો; દળદાર, દાણાદાર અને વિખેરણ રૂપે. ચમક : ધાત્વિક. સંભેદ : ક્યૂબિક-અસ્પષ્ટ.…

વધુ વાંચો >

સ્ટૅમ્પ ઍલ. ડડલી

સ્ટૅમ્પ, ઍલ. ડડલી (જ. 1898; અ. 1967) : ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગોળવિદ. સ્ટૅમ્પે તેમના અભ્યાસકાળ દરમિયાન ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળનું શિક્ષણ મેળવેલું. 1923–1926ના સમયગાળામાં મ્યાનમારની રંગૂન યુનિવર્સિટીમાં ભૂગોળ વિષયના વ્યાખ્યાતા તરીકે અને પછીથી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. લંડન યુનિવર્સિટીમાં પણ 1926થી 1965 સુધી સેવાઓ આપેલી. દુનિયાની જાણીતી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને ક્લાર્ક, સ્ટૉકહોમ…

વધુ વાંચો >

સ્ટૉકવર્કસ (stockworks)

સ્ટૉકવર્કસ (stockworks) : બખોલપૂરણીનો એક પ્રકાર. ખનિજ-ધાતુખનિજધારક નાની નાની શિરાઓની અરસપરસની ઘનિષ્ઠ ગૂંથણી દ્વારા જ્યારે આખોય ખડકભાગ આવરી લેવાયેલો હોય ત્યારે એવા શિરાગૂંથણીસ્વરૂપને લઘુશિરાજાલ જૂથનિક્ષેપ (સ્ટૉકવર્કસ) કહેવાય છે. આગ્નેય અંતર્ભેદકોના પ્રાદેશિક ખડકો સાથે સંપર્કમાં રહેલા બાહ્ય વિભાગો ઝડપથી ઠરતા હોય છે. ઘનીભવન દરમિયાન થતા સંકોચનથી તેમાં અસંખ્ય તડો પડતી જાય…

વધુ વાંચો >

સ્ટોરોલાઇટ

સ્ટોરોલાઇટ : પ્રાદેશિક વિકૃતિની પેદાશ. રા. બં. : Fe2A19Si4O22(OH)2. સ્ફ. વર્ગ : ઑર્થોરહોમ્બિક (સ્યુડો-ઑર્થોર્હોમ્બિક) મૉનોક્લિનિક. સ્ફ. વ. : સ્ફટિકો ટૂંકા પ્રિઝમેટિક, આછી ખરબચડી સપાટીઓવાળા, યુગ્મતાવાળા; યુગ્મતા બ્રેકિડોમ ફલક પર – કાટખૂણો દર્શાવતી, વધસ્તંભ જેવી; ક્યારેક 60°ને ખૂણે પણ મળે. દેખાવ : પારભાસકથી અપારદર્શક. સંભેદ : (010) સ્પષ્ટ. પ્રભંગ : ખરબચડાથી…

વધુ વાંચો >

સ્ટ્રોમેટોલાઇટ

સ્ટ્રોમેટોલાઇટ : એક પ્રકારની સંરચના. ચૂનાયુક્ત–લીલમય ઉત્પત્તિના માનવામાં આવતા કૅલ્શિયમ કાર્બોનેટ અને કૅલ્શિયમ–મૅગ્નેશિયમ કાર્બોનેટના ગોળાકાર, અર્ધગોળાકાર, પડવાળા જથ્થાઓની બનેલી ચૂનાયુક્ત ખડકોમાં જોવા મળતી સંરચના. આ સંરચનાઓ અનિયમિત સ્તંભાકાર અને અર્ધગોલકીય આકારની હોય છે, તેમજ પરિમાણમાં તે 1 મિમી.થી ઘણા મીટરની જાડાઈવાળી હોઈ શકે છે. તે નાનકડા બટનથી માંડીને બિસ્કિટ જેવડી…

વધુ વાંચો >

સ્તર (stratum bed)

સ્તર (stratum, bed) : સ્તરબદ્ધ શ્રેણીનો નાનામાં નાનો એકમ. ખનિજ કે ધાતુખનિજ જથ્થાનો કે કોલસાનો પટ. સપાટીખાણમાંનો કોઈ પણ વિવૃત ભાગ. સ્તર અને પ્રસ્તર બંને સમાનાર્થી પર્યાયો છે. સ્તરને પોતાનું આગવું ખડકબંધારણ હોય છે. આ એવો એકમ છે, જે ઉપર-નીચેના સ્તરોની સ્પષ્ટ તલસપાટીઓ(bedding planes)થી અલગ પડતો હોય. આ શબ્દ સામાન્ય…

વધુ વાંચો >

સ્તરનિર્દેશન (strike)

સ્તરનિર્દેશન (strike) : સ્તરોનું દિશાનિર્દેશન. સ્તરની તલસપાટી પર દોરાતી ક્ષિતિજ-સમાંતર રેખાની દિશા. નમન દર્શાવતી સ્તરસપાટી(કે સાંધાસપાટી કે સ્તરભંગ સપાટી)માં ક્ષિતિજ-સમાંતર રેખાકીય દિશાને સ્તરનિર્દેશન કહેવાય. રચનાત્મક દૃષ્ટિએ, નમેલા સ્તરનો ક્ષિતિજ-સમાંતરતા સાથેનો આડછેદ તે સ્તર માટેનું સ્તરનિર્દેશન થયું ગણાય. આમ સ્તરનિર્દેશન એ દિશાકીય લક્ષણ બને છે, જે દિશાકોણ દ્વારા દર્શાવી શકાય છે.…

વધુ વાંચો >

સ્તરબદ્ધ ખડકો

સ્તરબદ્ધ ખડકો : ભૂપૃષ્ઠમાં રહેલા કોઈ પણ પ્રકારના જૂના ખડકો પર થતી ધોવાણની ક્રિયા દ્વારા નીપજતા દ્રવ્યની કણજમાવટમાંથી તૈયાર થતા સ્તરવાળા ખડકો. તેમાં સેન્દ્રિય દ્રવ્ય પણ સામેલ થતું હોય છે. આ પ્રકારમાં સંશ્લેષિત (ઘનિષ્ઠ) તેમજ બિનસંશ્લેષિત (છૂટા કણનિક્ષેપ) દ્રવ્યનો સમાવેશ થઈ જાય છે. સ્તરબદ્ધ ખડકોનું તેમાં રહેલા દ્રવ્યના પ્રકાર તેમજ…

વધુ વાંચો >

સ્તરભંગ (fault)

સ્તરભંગ (fault) ખડકોમાં ઉદભવતી તૂટવાની અને ખસવાની ઘટના. પૃથ્વીના પોપડામાં ઉત્પન્ન થતાં પ્રતિબળોની અસર જ્યારે ખડકો પર થાય છે ત્યારે તેમાં વિરૂપતા આવે છે. વિરૂપતા ગેડીકરણની કે ભંગાણ પ્રકારની હોઈ શકે છે. ખડકો બરડ હોય અને અસર કરતાં પ્રતિબળો વિરૂપણ (shear) પ્રકારનાં હોય ત્યારે સામાન્ય રીતે ખડકજથ્થા તેમની મૂળસ્થિતિ જાળવી…

વધુ વાંચો >