સ્ટૅક (stack) : ઘસારાનાં પરિબળો દ્વારા તૈયાર થતું ટાપુ જેવા આકારનું ભૂમિસ્વરૂપ. દરિયાકિનારા નજીકનો ભૂમિભાગ અનુકૂળ સંજોગો હેઠળ દરિયાઈ મોજાંની અસરને કારણે જો બે બાજુથી ઘસાતો જાય તો એક લાંબા જિહવાગ્ર ભાગ જેવો ભૂમિઆકાર તૈયાર થાય છે. પછીથી આવો વિભાગ છેડાઓ પરથી પણ મોજાંઓની પછડાટને કારણે ઘસાઈ જાય છે અને બાકીના ભૂમિભાગથી અલગ પડી જાય છે. આ પ્રકારના ટાપુ જેવા આકારને સ્ટૅક તરીકે ઓળખવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા