ભૂસ્તરશાસ્ત્ર
સમાંતરવત સ્તરભંગ સમૂહ
સમાંતરવત સ્તરભંગ સમૂહ : જુઓ સ્તરભંગ.
વધુ વાંચો >સમુદ્રતલીય પર્વત
સમુદ્રતલીય પર્વત :જુઓ મધ્યમહાસાગરીય ડુંગરધારો.
વધુ વાંચો >સર્વસામાન્ય આગ્નેય ખડકો (ભારત)
સર્વસામાન્ય આગ્નેય ખડકો (ભારત) : ભારતના સંદર્ભમાં જોતાં, નીચેના ખડકપ્રકારો વિશેષ પ્રમાણમાં મળે છે : (1) ગ્રૅનાઇટ : હિમાલય હારમાળા, અરવલ્લી હારમાળા (માઉન્ટ આબુ) તથા પૂર્વઘાટના વિસ્તારોમાં આ ખડકપ્રકાર વિપુલ પ્રમાણમાં મળે છે. તેમના બંધારણમાં ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર, ક્વાટર્ઝ, મસ્કોવાઇટ અને થોડા પ્રમાણમાં હૉર્નબ્લેન્ડ હોય છે. બાંધકામમાં તે સુશોભન હેતુઓ માટે…
વધુ વાંચો >સલાડો-રચના (Salado Formation)
સલાડો–રચના (Salado Formation) : બાષ્પનિર્મિત ક્ષારનિક્ષેપથી બનેલી રચના. તે પશ્ચિમ ટૅક્સાસ(યુ.એસ.)ના ગ્વાડેલૂપ પર્વતોના વિસ્તારમાં મળે છે. આ રચના દુનિયાભરના પોટૅશિયમના ક્ષારો પૈકી મહત્ત્વનો સ્રોત બની રહેલી છે. દેલાવર થાળામાં આ ક્ષાર-રચનાની મહત્તમ જાડાઈ 720 મીટરની છે. સલાડો-રચના એ ઊર્ધ્વ પર્મિયન કાળ(વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થયેલી અને 5.5…
વધુ વાંચો >સલ્ફાઇડ-સમૃદ્ધિ-નિક્ષેપો
સલ્ફાઇડ–સમૃદ્ધિ–નિક્ષેપો : ભૂપૃષ્ઠમાં ઓછી ઊંડાઈએ ઑક્સીભૂત નિક્ષેપોમાંથી ટપકી ટપકીને જમાવટ પામતા પરિણામી નિક્ષેપો. ઑક્સીભૂત વિભાગમાંથી સ્રવીને ધાત્વિક દ્રાવણો જ્યારે ભૂગર્ભ જળસપાટીથી નીચે તરફ પહોંચે છે ત્યારે ત્યાં મુક્ત ઑક્સિજનની ઉપલબ્ધિ ન હોવાથી, સ્રાવદ્રવ્ય પરિણામી સલ્ફાઇડ (secondary sulphide) સ્વરૂપે જમા થાય છે. ઑક્સીભૂત વિભાગમાંથી છૂટાં પડેલાં ધાત્વિક દ્રવ્યો અહીં અગાઉથી અસ્તિત્વ…
વધુ વાંચો >સહસ્ફટિકીભવન (Eutectic)
સહસ્ફટિકીભવન (Eutectic) : બે અમિશ્રિત ઘટકોથી બનેલા દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણમાં બે ઘટકોની એકસાથે તૈયાર થવાની પ્રક્રિયા. દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણની આ પ્રકારની પ્રક્રિયા તાપમાન-બંધારણના આલેખની મદદથી સમજાવી શકાય. પરંતુ અહીં મહત્ત્વની બાબત એ છે કે જ્યારે મૅગ્મા બે ઘટકોનો બનેલો હોય ત્યારે તેમાં દરેક ઘટકના અમુક ચોક્કસ ગુણધર્મોમાં ફેરફાર થાય છે.…
વધુ વાંચો >સંગતિ (conformity)
સંગતિ (conformity) : સ્તરબદ્ધતાનું સાતત્ય. સ્તરોમાં જોવા મળતું સંરચનાત્મક વલણ. કોઈ પણ જાતના વિક્ષેપ કે નિક્ષેપવિરામ (depositional break) વિના, જ્યારે કણજમાવટની ક્રિયા સતત ચાલુ રહે, જામેલા કોઈ પણ સ્તર કે સ્તરોનું ધોવાણ થયા વિના કોઈ એક સ્થાનમાં એકબીજા ઉપર સમાંતર સ્થિતિમાં સ્તરો કે સ્તરસમૂહો ગોઠવાયેલા હોય ત્યારે તેમને સંગત સ્તરો…
વધુ વાંચો >સંચય-ખડક (Reservoir rock)
સંચય–ખડક (Reservoir rock) : જળ કે ખનિજતેલ જેવાં પ્રવાહીઓ અથવા કુદરતી વાયુનો સંચય કરી શકે તેમજ જાળવી શકે એવા ખડકો. આવા સંચય-ખડકો સામાન્ય રીતે સ્તરોની સ્થાનિક વિરૂપતાને કારણે અથવા સછિદ્રતામાં ફેરફારો થવાને કારણે અથવા અંતર્ભેદકોના અવરોધને કારણે તૈયાર થતા હોય છે. લક્ષણો : પર્યાપ્ત સછિદ્રતાવાળા અને પારગમ્યતાવાળા ખડકો જ સંચય-ખડકો…
વધુ વાંચો >સંતૃપ્તિ (Saturation)
સંતૃપ્તિ (Saturation) : ખડકો કે ખનિજો તૈયાર થવા માટેના માતૃદ્રવમાં જે તે ઘટકદ્રવ્યોની પર્યાપ્ત હોવાની સ્થિતિ. આવી સ્થિતિ ન પ્રવર્તતી હોય તો તે દ્રાવણ અર્ધસંતૃપ્ત, અંશત: સંતૃપ્ત કે અસંતૃપ્ત ગણાય. સંતૃપ્તિનો આ સિદ્ધાંત અગ્નિકૃત અને વિકૃત ખડકોના અભ્યાસ માટેના ‘ફેઝ રૃલ’(Phase rule)ના ઉપયોગમાંથી ઊભો થયેલો છે. એ સ્પષ્ટ છે કે…
વધુ વાંચો >સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology)
સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology) : ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખા. પૃથ્વીનો પોપડો ક્યારેય શાંત સ્થિતિમાં હોતો નથી. તેની જુદી જુદી ઊંડાઈના જુદા જુદા ભાગોમાં તાપમાન અને દાબનાં પ્રતિબળો (stresses) કાર્યરત હોય છે. પ્રતિબળોમાંથી ઉદ્ભવતી ઊર્જા પોપડામાં ભેગી થતી રહે છે. વધુ પડતી સંચિત થયેલી ઊર્જા પોપડાના જે તે સ્થાનમાં વિક્ષેપ ઊભો કરે છે.…
વધુ વાંચો >