ભૂસ્તરશાસ્ત્ર
મુલિયન-સંરચના
મુલિયન-સંરચના (mullion structure) : (1) સ્તરભંગ-સપાટીમાં ખડકોની સરકવાની દિશાને સમાંતર લાંબા, પહોળા સળ બનાવતી રચના. (2) સળિયા જેવી સંરચના. (3) વિકૃત ખડકોમાં જોવા મળતી સમાંતર સ્તંભોની શ્રેણી, જેમનો વ્યાસ અનેક સેમી. હોય, લંબાઈ કેટલાક મીટરની હોય તથા દરેક સ્તંભ ગેડવાળા વિકૃત ખડકોથી બનેલો હોય. ર્દઢ સ્તરોમાં દાબની અસર હેઠળ વિકસતી…
વધુ વાંચો >મૃણ્મય ખડકો
મૃણ્મય ખડકો (Argillaceous Rocks) : કણજન્ય જળકૃત ખડકોનો સામૂહિક પ્રકાર. આ પ્રકારના ખડકો માટીના કણોથી બનેલા હોવાથી તેમને મૃણ્મય ખડકો કહે છે. તે ‘લ્યુટાઇટ્સ’ના સામૂહિક નામથી પણ ઓળખાય છે, જેમાં શેલ, આર્જિલાઇટ્સ, કાંપપાષાણ (સિલ્ટસ્ટોન) તથા પંકપાષાણ (મડસ્ટોન) જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. આ બધા એવા કણજન્ય ખડકપ્રકારો છે, જેમનાં કણકદ…
વધુ વાંચો >મૃત સમુદ્ર
મૃત સમુદ્ર (Dead Sea) : નૈર્ઋત્ય એશિયામાં જૉર્ડન અને ઇઝરાયલની સરહદ પર આવેલું ખારા પાણીનું સરોવર. તે જૉર્ડન ખીણની દક્ષિણ ધાર પર, જૉર્ડન નદીના મુખ પર આવેલું છે. જૉર્ડન–ઇઝરાયલ સરહદ સરોવરની મધ્યમાંથી પસાર થાય છે અને તેના લગભગ બે સરખા ભાગ પાડે છે. તે 31° 30´ ઉ. અ. અને 35°…
વધુ વાંચો >મૃદ્-ખનિજો
મૃદ્-ખનિજો (Clay-minerals) : માટીદ્રવ્યનાં બનેલાં ખનિજો. પૃથ્વી પર જોવા મળતું માટીદ્રવ્યનું મુખ્ય ઘટકબંધારણ મૃદ્-ખનિજોથી બનેલું હોય છે. તે અતિસૂક્ષ્મ સ્ફટિકમય કણ-સ્વરૂપે મળે છે. મૃદ્-ખનિજો આવશ્યકપણે જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ છે. અમુક મૃદ્-ખનિજોમાં આલ્કલી (કે આલ્કલાઇન)-મૃદ્ પણ મુખ્ય ઘટક તરીકે હોય છે. વળી, અમુક મૃદ્-ખનિજોમાં મૅગ્નેશિયમ કે લોહ કે બંને સંપૂર્ણપણે કે…
વધુ વાંચો >મેકેન્ઝી
મેકેન્ઝી–1 (નદી – ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્વીન્સલૅન્ડની ફિટ્ઝરૉય નદીની સહાયક મુદતી નદી. ભૌગોલિક સ્થાન : 23° 0´ દ. અ. અને 149° 0´ પૂ. રે.. પૂર્વ તરફના ઉચ્ચપ્રદેશીય વિભાગમાંથી નીકળતી કૉમેટ અને નોગોઆ નદીઓના સંગમ પછીથી બનતી નદી એ મેકેન્ઝી નદી. સંગમ પછી તે એક્સપિડિશન હારમાળાને વીંધીને ઈશાન તરફ 275…
વધુ વાંચો >મેક્યુલોઝ-સંરચના
મેક્યુલોઝ-સંરચના : વિકૃત ખડકોમાં જોવા મળતી ડાઘ, ટપકાં કે ગાંઠનાં લક્ષણો દર્શાવતી સંરચના. ખાસ કરીને સંસર્ગ-વિકૃતિજન્ય ખડકસમૂહોમાં જોવા મળતી આ પ્રકારની સંરચના માટે આ શબ્દ ઉપયોગમાં લેવાય છે; દા.ત., ટપકાંવાળો સ્લેટ ખડક. વિકૃત ખડકોમાં જ્યારે ઍન્ડેલ્યુસાઇટ, કૉર્ડિરાઇટ, ક્લોરીટૉઇડ, ઑટ્રેલાઇટ, બાયૉટાઇટ જેવાં ર્દઢ ખનિજોના મહાસ્ફટિકો (porphyroblasts) સુવિકસિત જોવા મળે અથવા તો…
વધુ વાંચો >મેક્સિકોનો અખાત
મેક્સિકોનો અખાત : ઉત્તર અમેરિકાના અગ્નિકોણ પર આવેલો ઍટલાંટિક મહાસાગરનો સમુદ્રી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 25° 00´ ઉ. અ. અને 90° 00´ પ. રે.ની આજુબાજુનો, અંડાકારે પથરાયેલો, આશરે 13 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ; પશ્ચિમ, દક્ષિણ અને અગ્નિ તરફ મેક્સિકો…
વધુ વાંચો >મેગેલનની સામુદ્રધુની
મેગેલનની સામુદ્રધુની : દક્ષિણ અમેરિકા ખંડની મુખ્ય ભૂમિના દક્ષિણ છેડાને ટિયેરા ડેલ ફ્યુએગો ટાપુઓથી જુદો પાડતો સાંકડો દરિયાઈ માર્ગ. ભૌગોલિક સ્થાન : 54° 00´ દ. અ. અને 71° 00´ પ. રે.ની આજુબાજુ તે પહોળા V આકારનો દરિયાઈ માર્ગ બનાવે છે. તે 595 કિમી. લાંબી અને સ્થાનભેદે 3થી 32 કિમી. પહોળી…
વધુ વાંચો >મૅગ્નેટાઇટ
મૅગ્નેટાઇટ : લોહધાતુખનિજ. સ્પાઇનેલ ખનિજ સમૂહ, મૅગ્નેટાઇટ શ્રેણી. રાસા. બં. : Fe3O4. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યપણે ઑક્ટાહેડ્રલ; ડોડેકાહેડ્રલ પણ હોય, ક્યારેક મોટા પરિમાણવાળા સ્ફટિકો પણ મળી આવે છે. રેખાંકનોવાળા પણ મળે. મોટેભાગે દળદાર, ઘનિષ્ઠ, સૂક્ષ્મથી સ્થૂળ દાણાદાર. અપારદર્શક. યુગ્મતા (111) ફલક પર સામાન્ય; પર્ણાકાર કે…
વધુ વાંચો >મૅગ્નેસાઇટ
મૅગ્નેસાઇટ : મૅગ્નેશિયા અને મૅગ્નેશિયમ ધાતુપ્રાપ્તિ માટેનું મુખ્ય ખનિજ. રાસા. બં. : MgCO3. લોહ, મૅંગેનીઝ અને કોબાલ્ટ દ્વારા મૅગ્નેશિયમનું થોડા પ્રમાણમાં વિસ્થાપન થઈ શકે છે. સ્ફટિક વર્ગ : હેક્ઝાગોનલ. સ્ફટિક સ્વ. : સામાન્ય: તેના સ્ફટિકો મળતા નથી, મળે તો મોટે ભાગે રહોમ્બોહેડ્રલ હોય છે. તેનું રચનાત્મક માળખું કૅલ્સાઇટ જેવું હોય…
વધુ વાંચો >