ભૂસ્તરશાસ્ત્ર

મધ્ય મહાસાગરીય ડુંગરધારો

મધ્ય મહાસાગરીય ડુંગરધારો (Mid-oceanic Ridges) દુનિયાનાં બધાં જ મહાસાગરતળના મધ્યભાગને આવરી લેતી, આજુબાજુના ખંડોના કિનારાઓને લગભગ સમાંતર અને સળંગ ચાલુ રહેતી પર્વતમાળાઓ. અન્યોન્ય જોડાયેલી આ પર્વતમાળાઓ વળાંકો લઈને શાખાઓમાં વિભાજિત પણ થયેલી છે. તેમની કુલ લંબાઈ 65,000 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 500થી 5,000 કિમી. જેટલી છે. તે મહાસાગરીય મધ્યતળના લગભગ…

વધુ વાંચો >

મધ્યસ્થ હિમઅશ્માવલિ

મધ્યસ્થ હિમઅશ્માવલિ : જુઓ હિમનદીઓ

વધુ વાંચો >

મરે, જૉન (સર)

મરે, જૉન (સર) (જ. 3 માર્ચ 1841, કૉબુર્ગ, ઑન્ટેરિયો; અ. 16 માર્ચ 1914) : સ્કૉટલૅન્ડના સમુદ્રવિજ્ઞાની–દરિયાઈ ભૂસ્તરશાસ્ત્રી. તેમણે ‘રિપૉર્ટ ઑન ધ સાયન્ટિફિક રિઝલ્ટ્સ ઑવ્ ધ વૉયેજ ઑવ્ એચ. એમ. એસ. ચૅલેન્જર ડ્યુરિંગ ધ યર્સ 1872–1876’ નામના વિસ્તૃત અહેવાલનું સંપાદન કર્યું. 52 ગ્રંથોની આ મહાશ્રેણી એક સુવાંગ અને આગવા સમુદ્રવિજ્ઞાનના અભ્યાસસંચય…

વધુ વાંચો >

મર્ચિસન, રૉડરિક ઇમ્પે

મર્ચિસન, રૉડરિક ઇમ્પે (જ. 1792; અ. 1871) : ખ્યાતનામ સ્કૉટિશ ભૂસ્તરશાસ્ત્રી. પ્રથમ જીવયુગનો સ્તરાનુક્રમ ગોઠવી આપવાનો સર્વપ્રથમ પ્રયાસ કરનાર સ્તરવિદ તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે. વેલ્સમાંથી સાઇલ્યુરિયન રચનાનો લાક્ષણિક સ્તરાનુક્રમ શોધીને તેને પ્રથમ જીવયુગમાં યોગ્ય સ્થાને ગોઠવી આપવાનું કાર્ય તેમનાં સંશોધનોનું પરિણામ હતું, પરંતુ તેમણે વધુ નીચેના સ્તરોનો પણ સાઇલ્યુરિયનમાં સમાવેશ…

વધુ વાંચો >

મલબાર મહાસ્તરભંગ

મલબાર મહાસ્તરભંગ (Great Malabar Fault) : ભારતીય દ્વીપકલ્પના આખાય પશ્ચિમ કિનારાની ધારે ધારે આવેલો સ્તરભંગ. પશ્ચિમ કિનારાથી અરબી સમુદ્રમાં ઢળેલી સપાટી સ્તરભંગ-સપાટી છે. વાસ્તવમાં કચ્છથી છેક કન્યાકુમારી સુધી એક મહાસ્તરભંગ પસાર થાય છે, આ સ્તરભંગક્રિયા માયો-પ્લાયોસીન કાળગાળામાં થયેલી. તેની અસરથી આજની કિનારારેખાથી વધુ પશ્ચિમ તરફ વિસ્તરેલો ભારતનો મોટો ભૂમિભાગ દરિયા…

વધુ વાંચો >

મસ્કોવાઇટ

મસ્કોવાઇટ (muscovite) : અબરખ સમૂહનું ખનિજ. ફાયલોસિલિકેટ. આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી અબરખપ્રકાર. તે શ્વેત-અબરખ અથવા પોટાશ-અબરખ તરીકે પણ ઓળખાય છે. રાસા. બં. : KAl2 (AlSi3)O10(OH, F)2. Si4O10 રચનાત્મક માળખામાં Al સિલિકોનથી વિસ્થાપિત થાય છે. Kની જગાએ Na, Ba અને Rbનું ગૌણ પ્રમાણ આવી શકે છે; Alની જગાએ એ જ રીતે Mg,…

વધુ વાંચો >

મહાજલપ્રપાત

મહાજલપ્રપાત (cataract) : વિશાળ પાયા પરનો જલધોધ. જે જલધોધમાં વિપુલ જલરાશિ એકીસાથે સીધેસીધો નીચે તરફ લંબદિશામાં પડતો હોય અથવા ઊંચાણવાળા ભાગમાંથી ઊભરાઈને આવતું પાણી બધું જ એકસરખી રીતે નીચે પડતું હોય તેને મહાજલપ્રપાત કહે છે. તેનાથી નાના પાયા પરના જલધોધને નાનો ધોધ (cascade) કહે છે. તેમાં આંતરે આંતરે એક પછી…

વધુ વાંચો >

મહાસાગર-સ્થિત ટાપુઓ

મહાસાગર-સ્થિત ટાપુઓ (Oceanic Islands) : ઊંડા સાગરતળમાંથી ઉદભવેલા અને સમુદ્રસપાટી પર બહાર દેખાતા ટાપુઓ. વિશાળ મહાસાગરથાળાની ધાર પર આવેલા સમુદ્રો અને અખાતોમાં જોવા મળતા મોટાભાગના ટાપુઓ તેમજ છીછરી ખંડીય છાજલીઓ પરના ટાપુઓ નજીક આવેલા ખંડોનાં ભૂસ્તરીય લક્ષણોવાળા હોય છે, તેથી તેમનો અહીં સમાવેશ થતો નથી. મહાસાગર-થાળાંઓમાંથી ઉદભવેલા, પરવાળાંના ખરાબાઓ સહિત…

વધુ વાંચો >

મહાસાગરીય (સામુદ્રિક) કોતરો

મહાસાગરીય (સામુદ્રિક) કોતરો : સમુદ્ર કે મહાસાગરતળમાં જોવા મળતાં સીધા ઢોળાવવાળાં, સાંકડાં, ઊંડાં ગર્ત. આ પ્રકારનાં ગર્ત ભૂમિસ્વરૂપોમાં જોવા મળતી ઊભી, સાંકડી V-આકારની ખીણોને સમકક્ષ હોય છે. તેમની દીવાલો છેક તેમના તળ સુધી વિસ્તરેલી હોય છે. આમ તો સમુદ્ર કે મહાસાગરનું તળ જાતજાતનાં વિવિધ લક્ષણો ધરાવતું હોય છે, પરંતુ આ…

વધુ વાંચો >

મહાસાગરો

મહાસાગરો : પૃથ્વીના ગોળા પર અખૂટ જળરાશિથી ભરાયેલાં રહેતાં અગાધ ઊંડાઈ ધરાવતાં વિશાળ થાળાં. આ મહાસાગરોનું જો વિહંગાવલોકન કરવામાં આવે તો તેમની વિશાળતાનો ખ્યાલ આવી શકે. મહાસાગર અને સમુદ્ર બંને સમાનાર્થી શબ્દો છે. તફાવત માત્ર વત્તીઓછી વિશાળતાનો જ છે, એટલે સમુદ્રોને મહાસાગરના પેટાવિભાગો તરીકે ઘટાવી શકાય. કેટલાક સમુદ્રો અંશત: કે…

વધુ વાંચો >