ભૂસ્તરશાસ્ત્ર
પ્રાથમિક ભૂકંપતરંગ
પ્રાથમિક ભૂકંપતરંગ : જુઓ ભૂકંપ
વધુ વાંચો >પ્રાદેશિક ખડકો (country rocks)
પ્રાદેશિક ખડકો (country rocks) : અગ્નિકૃત ખડકોથી ભેદાતા કે ખનિજશિરાઓનો અથવા વિસ્થાપિત ખનિજ-જથ્થાઓનો સમાવેશ કરતા કોઈ પણ પ્રદેશમાં આજુબાજુ રહેલા ખડકો. જે ખડકો તેમના પોતાના જ ઉત્પત્તિસ્થાનમાં મળી આવે તેમને પ્રાદેશિક ખડકો તરીકે ઓળખાવી શકાય. પ્રાદેશિક ખડકો અગ્નિકૃત, જળકૃત કે વિકૃત ઉત્પત્તિવાળા હોઈ શકે. જે તે પ્રદેશમાં વિસ્તરણ પામેલા ખડકોને…
વધુ વાંચો >પ્રી-કૅમ્બ્રિયન કાળગાળો
પ્રી-કૅમ્બ્રિયન કાળગાળો પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને કૅમ્બ્રિયનના પ્રારંભ સુધીનો કાળગાળો. આ કાળગાળા દરમિયાન તૈયાર થયેલી ખડકરચનાઓ માટે પણ ‘પ્રી-કૅમ્બ્રિયન રચના’ એવો શબ્દપ્રયોગ ઉપયોગમાં લેવાય છે. અમુક સમય પહેલાં આ કાળની બધી જ રચનાઓને જીવાવશેષરહિત સમજવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં રહેલી ઉપરની રચનાઓમાંથી જીવાવશેષ-સામગ્રી મળી આવી છે. કિરણોત્સારી પદ્ધતિથી આ કાળના…
વધુ વાંચો >પ્રોપિલાઇટીકરણ (propylitisation)
પ્રોપિલાઇટીકરણ (propylitisation) : ઉષ્ણજળજન્ય દ્રાવણો (hydrothermal solutions) દ્વારા અગ્નિકૃત ખડકમાં થતી પરિવર્તન-પ્રક્રિયા. મુખ્યત્વે મધ્યમ કે બેઝિક બંધારણવાળા સૂક્ષ્મ દાણાદાર અગ્નિકૃત ખડક (દા.ત., એન્ડેસાઇટ) પર જ્વાળામુખીના પ્રસ્ફુટન દરમિયાન છૂટતું કાર્બોનેટજન્ય ઉષ્ણ જળ પ્રક્રિયા કરે ત્યારે કણશ: વિસ્થાપન થાય છે અને આ પ્રકારના ખડકો પરિવર્તન પામે છે. તેમાં રહેલાં અસરગ્રાહ્ય મૂળ ખનિજો…
વધુ વાંચો >પ્લાયસ્ટોસીન રચના
પ્લાયસ્ટોસીન રચના : ચતુર્થ જીવયુગના પૂર્વાર્ધ કાલખંડ દરમિયાન રચાયેલી ભૂસ્તર-શ્રેણીનો સમૂહ. તેમાંનાં મૃદુશરીરી પ્રાણીઓનાં પ્રમાણ, તેમાં રહેલાં સસ્તન પ્રાણીઓના અવશેષો અને ત્યારે પ્રવર્તેલી હિમજન્ય આબોહવા જેવી ભિન્ન ભિન્ન હકીકતોના સંદર્ભમાં સર ચાર્લ્સ લાયલે ‘પ્લાયસ્ટોસીન’ શબ્દ પ્રયોજેલો છે. જોકે આ પૈકીની એક પણ બાબત વ્યાપક રીતે બધા વિસ્તારો માટે સરખી રીતે…
વધુ વાંચો >પ્લાયોસીન રચના
પ્લાયોસીન રચના : તૃતીય જીવયુગના પાંચ કાલખંડ પૈકીનો સૌથી ઉપરનો, પાંચમો વિભાગ. તેની નીચે માયોસીન રચના અને ઉપર ચતુર્થ જીવયુગની પ્લાયસ્ટોસીન રચના રહેલી છે. ભૂસ્તરીય ઇતિહાસની કાળગણનાના ક્રમ મુજબ તેના ખડકસ્તરોની જમાવટ આજથી ગણતાં 1 કરોડ 20 લાખ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 16 લાખ વર્ષ અગાઉ સુધી ચાલેલી, એટલે…
વધુ વાંચો >પ્લાયોસીન-પ્લાયસ્ટોસીન સીમા
પ્લાયોસીન-પ્લાયસ્ટોસીન સીમા : તૃતીય જીવયુગના છેલ્લા કાળગાળા પ્લાયોસીન અને ચતુર્થ જીવયુગના પ્રથમ કાળગાળા પ્લાયસ્ટોસીન વચ્ચેની સીમા. પૃથ્વી 4.6 કરોડ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવેલી છે. પૃથ્વી પર ઘટેલી વિશિષ્ટ ઘટનાઓનું કાલગણના સાથે સંકલન કરીને પૃથ્વીના ઇતિહાસના વિવિધ કાળગાળાઓને યુગ, કાળ, કાલખંડ વગેરે જેવા અનેક વિભાગોમાં વહેંચી નાખવામાં આવેલા છે. તૃતીય જીવયુગ…
વધુ વાંચો >પ્લેજિયોક્લેઝ (Plagioclase)
પ્લેજિયોક્લેઝ (Plagioclase) : ફેલ્સ્પાર ખનિજો પૈકીનો એક ખનિજ-જૂથપ્રકાર; ટેક્ટોસિલિકેટ સમૂહનાં ખનિજો. પ્લેજિયોક્લેઝના સામાન્ય નામથી ઓળખાતાં ફેલ્સ્પાર ખનિજો ટ્રાયક્લિનિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. પ્લેજિયોક્લેઝ ખનિજો સમરૂપતા(isomorphism)નો વિશિષ્ટ ગુણધર્મ ધરાવતાં હોવાથી તેમનું રાસાયણિક બંધારણ Na2O·Al2O3·6SiO2થી CaO·Al2O3·2SiO2 સુધી ક્રમશ: બદલાતું રહે છે. રાસાયણિક બંધારણની ભિન્નતા મુજબ આ સમરૂપ શ્રેણીને 6 ખનિજપ્રકારોમાં વિભાજિત કરેલી…
વધુ વાંચો >ફલિતનદી
ફલિતનદી : જુઓ નદી
વધુ વાંચો >ફાટ (fracture, fissure)
ફાટ (fracture, fissure) : પોપડાના ખડકોમાં જોવા મળતી તિરાડ. તે સાંકડી કે પહોળી, ટૂંકી કે લાંબી, છીછરી કે ઊંડી, આડી, ઊભી, ત્રાંસી કે વાંકીચૂકી હોઈ શકે છે. તેમનાં પરિમાણ પણ ગમે તે હોઈ શકે. ખડકોમાં ઉદભવેલા સાંધા કે સ્તરભંગ, સુકાતા જતા પંકજથ્થાઓમાં જોવા મળતી પંકતડ (આતપ-તડ) પણ એક પ્રકારની ફાટ…
વધુ વાંચો >