પ્રાદેશિક ખડકો (country rocks) : અગ્નિકૃત ખડકોથી ભેદાતા કે ખનિજશિરાઓનો અથવા વિસ્થાપિત ખનિજ-જથ્થાઓનો સમાવેશ કરતા કોઈ પણ પ્રદેશમાં આજુબાજુ રહેલા ખડકો. જે ખડકો તેમના પોતાના જ ઉત્પત્તિસ્થાનમાં મળી આવે તેમને પ્રાદેશિક ખડકો તરીકે ઓળખાવી શકાય. પ્રાદેશિક ખડકો અગ્નિકૃત, જળકૃત કે વિકૃત ઉત્પત્તિવાળા હોઈ શકે. જે તે પ્રદેશમાં વિસ્તરણ પામેલા ખડકોને તે પ્રદેશ માટેના પ્રાદેશિક ખડકો કહેવાય; દા.ત., સાબરમતીનો કાંપ અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર માટે પ્રાદેશિક ખડક કહેવાય. ઉદેપુરની આજુબાજુનો વિસ્તાર ફિલાઇટ અને ક્વાર્ટ્ઝાઇટના પ્રાદેશિક ખડકોથી બનેલો છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે