ભૂસ્તરશાસ્ત્ર

ધારવાડ રચના

ધારવાડ રચના (Dharwar system) : ભારતમાં મળી આવતી પ્રી-કૅમ્બ્રિયન ખડકરચનાઓ પૈકીની દ્વિતીય ક્રમે રહેલી રચના. તેની નીચે તરફ આર્કિયન રચના અને ઉપર તરફ કડાપ્પા રચના રહેલી છે. પ્રી-કૅમ્બ્રિયન કાળગાળાની ભારતમાં મળતી ખડકરચનાઓના નિમ્ન ભાગનો આર્કિયન સમૂહમાં અને ઊર્ધ્વ ભાગનો પ્રાગ્જીવસમૂહમાં સમાવેશ કરેલો છે. આ બંને ભાગોના ફરીથી બે બે પેટાવિભાગો…

વધુ વાંચો >

નદી

નદી ભૂપૃષ્ઠ પરના પહાડી પ્રદેશોમાંથી નાનાંમોટાં ઝરણાં રૂપે નીકળી તળેટીપ્રદેશમાં ઢોળાવ-આધારિત વહનપથ પરથી એકધારો વહીને ઘણુંખરું સમુદ્રમાં ભળી જતો જળપ્રવાહ. ઘસારો, વહનક્રિયા અને નિક્ષેપક્રિયા દ્વારા ભૂપૃષ્ઠ પર મોટા પાયા પરના ફેરફારો માટે નદી ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ નદી ઊંચાણવાળા ભૂમિભાગમાંથી નીચાણવાળા પ્રદેશ તરફ વહેતી હોય છે, પરંતુ…

વધુ વાંચો >

નદીજન્ય નિક્ષેપ (fluviatile deposits)

નદીજન્ય નિક્ષેપ (fluviatile deposits) : નદીની વહનક્રિયા દ્વારા સ્થાનાંતરિત થતો રહીને નદીપથનાં અનુકૂળ સ્થાનોમાં જમાવટ પામતો દ્રવ્યજથ્થો. નદીઓ દ્વારા થતી નિક્ષેપક્રિયા માટે મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર ગણાય છે : જળપ્રવાહથી ઉદ્ભવતી શક્તિ, નદીપટ અને પથમાં થતું રહેતું પરિવર્તન અને નદી-અવસ્થા. નદીના જળપ્રવાહની ગતિ અને જળજથ્થાનું પ્રમાણ ઘટી જાય તો વહનક્ષમતા…

વધુ વાંચો >

નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass)

નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass) : કોઈ પણ પ્રકારના ભૂસ્તરીય ક્ષેત્રકાર્યમાં સ્તરનમન (નમનકોણ–નમનદિશા) દિશાકોણ અને દિશામાપન માટે ઉપયોગમાં લેવાતું સાધન. ઊંચાઈ માપવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સાદા ઘડિયાળની જેમ જ ચપટા, ગોળાકાર આ સાધનમાં રેખાંકિત ચંદો (dial) જડેલો હોય છે. તેની બાહ્ય કિનારી 0°થી 360° સુધી…

વધુ વાંચો >

નમન, નમનકોણ (dip), નમનદિશા

નમન, નમનકોણ (dip), નમનદિશા : શૈલ સ્તરનો ક્ષૈતિજ સમતલ અધિકતમ ઢોળાવ, તેનો કોણ અને તેની દિશા. લગભગ બધા જ જળકૃત ખડકો અનુકૂળ સંજોગો હેઠળ ક્ષિતિજસમાંતર સ્થિતિમાં એક પછી એક કણજમાવટ પામીને પ્રત્યેક સ્તર અલગ પાડી શકાય એવા શ્રેણીબદ્ધ સ્તરસમૂહ રૂપે તૈયાર થતા હોય છે. પ્રત્યેક સ્તર તેના રંગ, ખનિજબંધારણ અને…

વધુ વાંચો >

નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier)

નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier) : ભૂસ્તરીય વયમાં નવા સમયના ખડકોથી બધી બાજુએ સંપૂર્ણપણે ઘેરાયેલા, પણ મર્યાદિત વિસ્તાર આવરી લેતા જૂના સમયના ઓછાવત્તા ગોળાકાર-લંબગોળાકાર સ્વરૂપવાળા વિવૃત ખડકોથી બનતી રચના. જુદા જુદા પ્રમાણવાળા ઘસારાની, અસંગતિની, સ્તરભંગની કે ઊર્ધ્વવાંકમય ગેડીકરણની ક્રિયાથી તે તૈયાર થાય છે. નવપરિવેષ્ટિત ખડકભાગો સામાન્ય રીતે ખીણવિસ્તારોમાં, ગર્ત કે…

વધુ વાંચો >

નાઇસ

નાઇસ : વિકૃત ખડકનો એક પ્રકાર. એવો સ્થૂળદાણાદાર ખડક કે જેમાં દાણાદાર ખનિજઘટકોથી બનેલા પટ્ટા વારાફરતી શિસ્ટોઝ સંરચનાવાળા પટ્ટાઓ સાથે ગોઠવાયેલા જોવા મળે છે. આવી ગોઠવણી મોટેભાગે વ્યવસ્થિત હોય છે. આ પ્રકારની ગોઠવણીને કે દેખાવને નાઇસિક, નાઇસોઇડ કે નાઇસોઝ સંરચના કહેવાય છે. આ સંરચના મિશ્ર પ્રકારની હોવાથી તેના ખનિજીય બંધારણ…

વધુ વાંચો >

નાઇસ-સંરચના

નાઇસ-સંરચના : જુઓ, નાઇસ.

વધુ વાંચો >

નિકોલાઇટ

નિકોલાઇટ : અન્ય નામો નિકલાઇન, નિકોલાઇન. રાસા. બં. : NIS; સ્ફ. વર્ગ : હેક્ઝાગોનલ; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો વિરલ, નાના, પિરામિડલ, મોટે ભાગે જથ્થામય/દળદાર, વૃક્કાકાર, સ્તંભાકાર રચનાવાળા અથવા ખડકમાં વેરવિખેર કણસ્વરૂપે. યુગ્મતા (1011) ફલક પર. અપારદર્શક. સં. નથી હોતો; ભં. સ. ખરબચડી, બરડ; ચ. ધાત્વિક, રં. ઝાંખો તામ્રવર્ણી લાલ, ખુલ્લા…

વધુ વાંચો >

નિક્ષેપરચનાપ્રકારો (facies)

નિક્ષેપરચનાપ્રકારો (facies) : ખડકોની નિક્ષેપજમાવટ દરમિયાન પ્રાપ્ત સંજોગો મુજબ તૈયાર થતો રચનાપ્રકાર. નિક્ષેપરચનાપ્રકાર પ્રદેશભેદે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ હેઠળ ફેરફારોને અધીન રહે છે. ભૂસ્તરીય સંદર્ભમાં નિક્ષેપરચનાપ્રકારના જુદા જુદા અર્થ ઘટાવી શકાય છે : ખડકવિદ્યાત્મક, સ્તરવિદ્યાત્મક, ઉત્પત્તિસ્થિતિજન્ય, જીવાવશેષજન્ય અને સ્થાનિક પરિસ્થિતિજન્ય. જળકૃત ખડક પ્રકાર, ખનિજબંધારણ, સ્તરરચનાત્મક લક્ષણો, સમાવિષ્ટ જીવાવશેષ પ્રકાર વગેરે જેવી…

વધુ વાંચો >