ભૂસ્તરશાસ્ત્ર

ટિગ્મૅટિક ગેડીકરણ

ટિગ્મૅટિક ગેડીકરણ : કરચલીયુક્ત શિરા કે ખડકદ્રવ્યથી ઉદભવતી  ગેડરચના. મૂળ ગ્રીક શબ્દ ‘ટિગ્મા’ અર્થાત્ કરચલીવાળો પદાર્થ. મિગ્મેટાઇટ ખડકમાં સામાન્યત: જોવા મળતા પ્રવાહવત્ ગેડીકરણના પ્રકાર માટે સર્વપ્રથમ આ શબ્દ વપરાયેલો, હવે આ પર્યાય ઉગ્ર વિકૃતિ ધરાવતા પ્રદેશોમાં તેમજ ગ્રૅનાઇટની ઉત્પત્તિવાળા વિસ્તારોમાં જોવા મળતી વધુ પડતી વળાંકવાળી ક્વાટર્ઝ-ફેલ્સ્પારયુક્ત શિરાઓ માટે પણ ઉપયોગમાં…

વધુ વાંચો >

ટિલ (ટિલાઇટ)

ટિલ (ટિલાઇટ) : હિમનદીના વહેણ વડે તળખડકોને લાગતા ઘસારાને કારણે બરફ ઓગળે તે સ્થળે જમા થતો સ્તરબદ્ધતાવિહીન નિક્ષેપ. તેને ગોળાશ્મ મૃત્તિકા (ગોલકમૃદ-boulder clay)પણ કહે છે. સંશ્લેષિત ટિલથી ઉદભવતો ઘનિષ્ઠ જળકૃત ખડક તે ટિલાઇટ. તળખડકોના પ્રકાર તેમજ હિમનદીથી થતા  ઘસારા  પ્રમાણે ટિલની કણરચના ચૂર્ણ જેવા અતિસૂક્ષ્મ દ્રવ્યથી માંડીને ભિન્ન ભિન્ન પરિમાણવાળા…

વધુ વાંચો >

ટુર્મેલીન

ટુર્મેલીન : રાસા. બં. : આલ્કલી તેમજ લોહ-મૅગ્નેશિયમ સહિતનું ઍલ્યુમિનિયમનું જટિલ બોરોસિલિકેટ. તેની ઉત્પત્તિ-સ્થિતિ મુજબ તેમાં Na, Ca, Fe, Mg, Li વગેરેનું પ્રમાણ જુદું જુદું હોય છે. આ કારણે  તેનું સામાન્ય સૂત્ર આ પ્રમાણે મુકાય છે : XY3 B3 (AlFe3+)6 Si6O27 (OH · F)4, જેમાં X = Na, Ca; Y =…

વધુ વાંચો >

ટુર્મેલીનીકરણ

ટુર્મેલીનીકરણ : ફેલ્સ્પારની ટુર્મેલીનમાં ફેરવાવાની પ્રક્રિયા. ગ્રૅનાઇટ બંધારણવાળા મૅગ્માનાં અંતર્ભેદનો સાથે સંકળાયેલી ઉષ્ણબાષ્પ-ખનિજ પ્રક્રિયાને ત્રણ પ્રકારોમાં વહેંચેલી છે : (1) ટુર્મેલીનીકરણ, (2) ગ્રાયસેનીકરણ અને (3) કેઓલિનીકરણ. ટુર્મેલીનીકરણમાં ગ્રૅનાઇટના સ્ફટિકીકરણની અંતિમ સ્થિતિ વખતે મૅગ્માજન્ય અવશિષ્ટ દ્રાવણમાં જલબાષ્પ, બોરોનબાષ્પ અને ફ્લોરિનબાષ્પ જો સંયુક્તપણે સંકેન્દ્રિત થયેલી હોય અને તે મુક્ત બનીને ઘનીભૂત થયેલા…

વધુ વાંચો >

ટેકરી

ટેકરી (hill) : ભૂમિસ્વરૂપોનો એક પ્રકાર. પૃથ્વીની સપાટી ઉપર ઊંચાણ–નીચાણ દર્શાવતા આકારો. ટેકરી એ પૈકીનું એક ભૂમિસ્વરૂપ છે. 600 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા ભૂમિસ્વરૂપને ટેકરી કહેવાય છે, જે પર્વતને મળતું આવતું નાનું સ્વરૂપ છે. તેનો શીર્ષભાગ શિખર આકારમાં સ્પષ્ટપણે જુદો તરી આવે છે. ટેકરીનો બધી બાજુનો ઢોળાવ એકસરખો હોવા છતાં…

વધુ વાંચો >

ટૅકિલાઇટ

ટૅકિલાઇટ (tachylite) : કુદરતી કાચ. ટૅકિલાઇટ એ બેસાલ્ટ બંધારણવાળો જ્વાળામુખીજન્ય કાચ છે. કુદરતમાં તે જવલ્લે જ મળી આવે છે. બેસાલ્ટ બંધારણવાળાં અંતર્ભેદનોની ત્વરિત ઠરી ગયેલી કિનારીઓ પર તે બને છે. સિડરોમિલેન પણ આ જ પ્રકારનો કાચ છે, જે પેલેગોનાઇટ ટફની લાક્ષણિકતા દર્શાવે છે. ઑબ્સિડિયન પણ જ્વાળામુખીજન્ય કાચ છે. જેનું બંધારણ…

વધુ વાંચો >

ટેક્ટાઇટ

ટેક્ટાઇટ : 1. ટેક્ટાઇટ (tektites) : કાચમય બંધારણવાળી ઉલ્કાઓ. શંકાસ્પદ અવકાશીય ઉત્પત્તિજન્ય વિવિધ ગોળાઈવાળા આકારો ધરાવતા લીલાથી કાળા કાચમય દ્રવ્યથી બનેલા પદાર્થો માટે આ શબ્દ વપરાય છે. તેમની ઉલ્કાજન્ય ઉત્પત્તિ માટે નિષ્ણાતો શંકા સેવે છે  અને સૂચવે છે કે પૃથ્વી કે ચંદ્ર પર થયેલી ઉલ્કા-અથડામણને કારણે તૂટીને છૂટું પડેલું દ્રવ્ય…

વધુ વાંચો >

ટેક્ટોજન

ટેક્ટોજન : જ્વાળામુખી ખડકોનું વિપુલ પ્રમાણ ધરાવતા ભૂસંનતિમય થાળામાં નિક્ષેપજન્ય કણજમાવટથી બનેલો ઊંડાઈએ રહેલો ઘનિષ્ઠ ગેડીકરણ પામેલો પટ્ટો (belt). ભૂસંનતિમય થાળામાંનો જથ્થો જ્યારે જ્યારે પણ પર્વત સંકુલમાં ઉત્થાન પામે છે ત્યારે આ પ્રકારનો ખડકપટ્ટો પર્વતહારમાળાઓની નીચે ગોઠવાય છે. તે અત્યંત જાડાઈવાળો  હોય છે અને સિયાલ-ખડકદ્રવ્યના બંધારણવાળો હોય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

ટેક્ટોનાઇટ

ટેક્ટોનાઇટ : વિવિધ ભૂસંચલનજન્ય ખડકો માટે ઉપયોગમાં લેવાતું જૂથનામ. જે ખડકો  દાબનાં પ્રતિબળોની અસર હેઠળ સ્ફટિકીકરણ પામ્યા હોય અને તેને પરિણામે તેમાંના મૂળ ખનિજ ઘટકોનું માળખું નવેસરથી ચોક્કસ રેખાકીય દિશામાં ગોઠવણી પામ્યું હોય, તેમને ‘ટેક્ટોનાઇટ’ નામ હેઠળ આવરી લેવામાં આવે છે. મૂળ ખડકોમાંના ખનિજ ઘટકો પોતાની મૂળ પ્રકૃતિ કે લક્ષણો…

વધુ વાંચો >

ટેટ્રાગોનલ પ્રણાલી

ટેટ્રાગોનલ પ્રણાલી (tetragonal system) : ખનિજસ્ફટિકોની છ સ્ફટિકપ્રણાલી પૈકીની એક. તેમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ સ્ફટિક અક્ષ હોય છે, જે પૈકી ક્ષિતિજસમાંતર સ્થિતિમાં રહેતા બે અક્ષ સમાન લંબાઈના હોય છે અને એકમમૂલ્ય ધરાવે છે. ઊભી સ્થિતિમાં રહેતો ત્રીજો અક્ષ એકમ-મૂલ્ય કરતાં ટૂંકો કે લાંબો હોઈ શકે છે, પરંતુ જે તે…

વધુ વાંચો >