ભૂસ્તરશાસ્ત્ર

ગ્રૅનોડાયોરાઇટ

ગ્રૅનોડાયોરાઇટ : ગુરુદાણાદાર, ગ્રૅનાઇટ કણરચનાવાળો ઍસિડિક અંત:કૃત ખડક. તેના બંધારણમાં ક્વાર્ટ્ઝ (10 % કે તેથી વધુ), આલ્કલી ફેલ્સ્પાર (ઑર્થોક્લેઝ), પ્લેજિયોક્લેઝ (ઓલિગોક્લેઝથી એન્ડેસિન ગાળાનું બંધારણ), બાયૉટાઇટ અને હૉર્નબ્લેન્ડ જેવાં રંગીન ખનિજો તેમજ સ્ફિન, ઍપેટાઇટ અને મૅગ્નેટાઇટ જેવાં અનુષંગી ખનિજો રહેલાં હોય છે. આ ખડકમાં પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની વિપુલતા હોય છે, જ્યારે આલ્કલી…

વધુ વાંચો >

ગ્રૅનોફાયર

ગ્રૅનોફાયર : ભૂમધ્યકૃત ઍસિડિક ખડક. તે શિરાઓ તરીકે મોટે ભાગે મળી આવે છે. તેની કણરચના સંપૂર્ણ સ્ફટિકમય હોય છે; પરંતુ ખનીજોનાં કદ અંત:કૃત ખડકો કરતાં નાનાં અને જ્વાળામુખી ખડકો કરતાં મોટાં હોય છે. ગ્રૅનોફાયરના ખનીજબંધારણમાં ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર ઑર્થોક્લેઝ (પ્લેજિયોક્લેઝ), બાયૉટાઇટ અને હૉર્નબ્લેન્ડ જેવાં ખનિજો રહેલાં હોય છે. આ ખડકમાં ક્વાર્ટ્ઝ…

વધુ વાંચો >

ગ્રૅનોફાયરિક આંતરવિકાસ કણરચના

ગ્રૅનોફાયરિક આંતરવિકાસ કણરચના : જુઓ ગ્રૅનોફાયર.

વધુ વાંચો >

ગ્રૅનોફાયરિક કણરચના

ગ્રૅનોફાયરિક કણરચના : જુઓ કણરચના.

વધુ વાંચો >

ગ્રૅન્યુલોઝ સંરચના

ગ્રૅન્યુલોઝ સંરચના : સમાન કદવાળા ખનીજકણોની વિપુલતાને કારણે વિકૃત ખડકોમાં ઉદભવતી પુન:સ્ફટિકીકૃત કણરચના. આ પ્રકારની કણરચનાવાળા ખડકોમાં સમાન કદવાળા ક્વાર્ટ્ઝ ફેલ્સ્પાર અને કૅલ્સાઇટ ખનીજોની વિપુલતા હોય છે, જ્યારે બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ જેવાં સળી આકારનાં ખનીજો અલ્પ પ્રમાણમાં હોય છે અથવા એવાં ખનીજોનો અભાવ હોય છે. પરિણામે આ પ્રકારની સંરચનાવાળા ખડકોમાં મોટે…

વધુ વાંચો >

ગ્રૅફાઇટ (ભૂસ્તરશાસ્ત્ર) (પ્લમ્બેગો અથવા કાળું સીસું)

ગ્રૅફાઇટ (ભૂસ્તરશાસ્ત્ર) (પ્લમ્બેગો અથવા કાળું સીસું) : રા. બં. : શુદ્ધ કાર્બન C. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ. સ્વ. : સ્ફટિકો દુર્લભ; સામાન્યત: પતરી-સ્વરૂપે પડ કે દાણાદાર સ્વરૂપે મળે છે. રં. : લોખંડ જેવો રાખોડી કે પોલાદ જેવો ઘેરો રાખોડી. સં. : બેઝલ પિનેકોઇડને સમાંતર સુવિકસિત સંભેદ. ચ : ધાતુમય. ભં.…

વધુ વાંચો >

ગ્રેવૅક

ગ્રેવૅક : ઘેરા રંગવાળા રેતીખડક માટે વપરાતો પર્યાય. રેતીખડકોને તેમાં રહેલા સંશ્લેષણદ્રવ્યના પ્રમાણ મુજબ ‘ઍરેનાઇટ’ શુદ્ધ અને ‘વૅક’ અશુદ્ધ રેતીખડકો – એમ બે મુખ્ય વર્ગોમાં વહેંચેલા છે. જે રેતીખડકોમાં સંશ્લેષણદ્રવ્યનું પ્રમાણ ખડકના જથ્થાના 10 ટકા કરતાં વધુ હોય તે ‘વૅક’ તરીકે ઓળખાય છે. વિવિધ પ્રકારના ખડકો(બેઝિક અગ્નિકૃત ખડકો, સ્લેટ અને…

વધુ વાંચો >

ગ્રોસ્યુલેરાઇટ

ગ્રોસ્યુલેરાઇટ : ગાર્નેટ વર્ગનું ખનિજ. રા. બં : 3CaO.A12O3.3SiO2 સ્ફ. વ. : ક્યૂબિક. સ્વ. : રૉમ્બ્ડોડેકાહેડ્રોન. રં. : રંગવિહીન, સફેદ, આછો લીલો, મધ જેવો પીળો, દારૂ જેવો પીળો, કથ્થાઈ જેવો પીળો, તજ જેવો કથ્થાઈ, નીલમ જેવો લીલો, ગુલાબી. સં. : –. ચ. : કાચમય; અર્ધપારદર્શક. ભં. સં. –. ચૂ. –.…

વધુ વાંચો >

ગ્લાઉપ

ગ્લાઉપ : દરિયાઈ ઘસારાને કારણે ઉદભવતું એક ઘસારાજન્ય લક્ષણ. દરિયાકિનારે આવેલા ખડકજથ્થા સાથે પાણી અથડાય છે અને ઘસારાની ક્રિયા બને છે. મોજાં દ્વારા થતી આ પ્રકારની ઘસારાની ક્રિયા સાંધા અને તિરાડો પર વધુ અસરકારક બને છે. પરિણામે મોજાં દ્વારા થતી ઘસારાની ક્રિયાને કારણે વચ્ચેના નબળા ભાગમાં પોલાણ અસ્તિત્વમાં આવે છે…

વધુ વાંચો >

ગ્લૉકોનાઇટ

ગ્લૉકોનાઇટ : અબરખ વર્ગનું ખનિજ. રા. બં. : મુખ્યત્વે હાઇડ્રસ સિલિકેટ ઑવ્ આયર્ન અને પોટૅશિયમ – છતાં તેમાં ઍલ્યુમિનિયમ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ પણ હોય છે. સંભવિત બંધારણ : K2(Mg2Fe)2Al6(Si4O10)3. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્વ. : ચૂર્ણસ્વરૂપ દાણાદાર અથવા માટી સ્વરૂપ. રં. : ઑલિવ જેવો લીલો, પીળાશ પડતો રાખોડી કે કાળાશ…

વધુ વાંચો >