ભૂસ્તરશાસ્ત્ર

કૃમિમાર્ગો

કૃમિમાર્ગો : ખડક-સપાટી પરનાં જળવાઈ રહેલાં પ્રાણીઓનાં પદચિહનો. જળકૃત ખડકોમાં પ્રાચીન કાળનાં પ્રાણીઓ દ્વારા થયેલા હલનચલનના માર્ગો દર્શાવતાં પદચિહનો જેવાં લક્ષણો જોવા મળે છે. આવાં ચિહનોને કૃમિમાર્ગો તરીકે ઓળખાવાય છે. પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓનાં આ પ્રકારનાં માર્ગચિહનોને અંગ્રેજીમાં Tracks and Trails કહે છે. જળકૃત ખડકોમાં જોવા મળતાં આ જીવજન્ય લક્ષણોને…

વધુ વાંચો >

કેઓલિનાઇટ (કેઓલિન)

કેઓલિનાઇટ (કેઓલિન) : માટી વર્ગનાં ખનિજો માટે અપાયેલું જૂથનામ. ચિનાઈ માટી (china clay) એ આ ખનિજ માટે વપરાતો પ્રચલિત પર્યાય છે. કેઓલિનાઇટ એ Al2(Si2O5)(OH)4ના સરખા બંધારણવાળાં કેઓલિનાઇટ, ડિકાઇટ અને નેક્રાઇટ, જેવાં જુદી જુદી અણુરચનાવાળાં ખનિજોને આપેલું જૂથનામ છે. કેઓલિનાઇટમાંનું કેઓલિન – Al2O3•2SiO2•2H2O – એ ચાઇના ક્લેનો મુખ્ય ઘટક ગણાય છે.…

વધુ વાંચો >

કૅનોઝોઇક યુગ

કૅનોઝોઇક યુગ (Cainozoic Era) : ભૂસ્તરીય ઇતિહાસનો અંદાજે છેલ્લાં 6.5-7 કરોડ વર્ષનો સમયગાળો. પૃથ્વીના પટ પર આજે જોવા મળતા ખંડો, સમુદ્રો અને મહાસાગરો, ભવ્ય પર્વતરચનાઓનાં વિવિધ ભૂમિર્દશ્યો, જળપરિવાહ અને નદીમાર્ગો, વિશાળ મેદાનો, આબોહવાના વિભાગો, પ્રાણીઓ અને વનસ્પતિ જેવાં જીવનસ્વરૂપો તેમજ તેમનું વિતરણ વગેરે જેવાં લક્ષણો કૅનોઝોઇક યુગના ટૂંકા ભૂસ્તરીય સમયગાળા…

વધુ વાંચો >

કૅન્ક્રિનાઇટ

કૅન્ક્રિનાઇટ : ફેલ્સ્પૅથોઇડ સમૂહનું ખનિજ. રા. બં. – (Na-Ca)7-8 A16Si6O24 (CO3, SO4, Cl) 1.5-2, 1-5H2O અથવા 4(Na Al SiO4) CaCO3-H2O (લગભગ); સ્ફ. વ. – હેક્ઝાગોનલ; સ્વ.-જથ્થામય; રં. – રંગવિહીન, સફેદ, પીળો, નારંગી, ગુલાબીથી રતાશ પડતો, લાલ, આછા વાદળીથી રાખોડી વાદળી; ચ. – કાચમય, મૌક્તિક, તૈલી, પારદર્શકથી અર્ધપારદર્શક; ભં. સ. –…

વધુ વાંચો >

કેમ્ઝ

કેમ્ઝ : હિમનદીના નિક્ષેપકાર્યથી રચાતો એક વિશિષ્ટ ભૂમિઆકાર. હિમનદીના જળપ્રવાહ સાથે રેતી, માટી જેવાં દ્રવ્યો માર્ગમાં ઊંચાનીચા ઢગરૂપે જમા થઈને બનતી રેતી અને માટીની ટેકરીને ‘કેમ’ કહે છે. આ પ્રકારની કેમ ટેકરીઓ એકબીજી સાથે જોડાતાં ટેકરીઓની જે લાંબી હાર બને છે તેને લાંબી કેમ-ટેકરીઓ અથવા હિમ અશ્માવલીની ટેકરીઓ (glacial moraines…

વધુ વાંચો >

કેમ્પ્ટોનાઇટ

કેમ્પ્ટોનાઇટ : ભૂમધ્યકૃત ખડકોનો પ્રકાર. મૅગ્માની સ્વભેદનક્રિયાથી ઉદભવેલો ઘેરા રંગવાળો બેઝિક અગ્નિકૃત ખડક. તેની કણરચના અંત:કૃત અને બહિષ્કૃત ખડકોની વચ્ચેની છે. તેથી નરી આંખે તેના ખનિજબંધારણમાં રહેલાં ખનિજો પારખી શકાતાં નથી, માત્ર સૂક્ષ્મદર્શક હેઠળ તેનું ખનિજ-બંધારણ જોઈ-જાણી શકાય છે. આ ખડકના બંધારણમાં પ્લેજિયોક્લેઝ, આલ્કલી ઍમ્ફિબૉલ-બાર્કેવિકાઇટ અને પાયરૉક્સિન-ટાઇટનઓગાઇટ ખનિજો રહેલાં હોય…

વધુ વાંચો >

કૅમ્બ્રિયન રચના

કૅમ્બ્રિયન રચના : પ્રથમ જીવયુગની છ ખડકરચનાઓ પૈકી જૂનામાં જૂની, ખડકરચના. આ રચના તૈયાર થવા માટેનો સમયગાળો એટલે કૅમ્બ્રિયન કાળ. ભૂસ્તરીય ઇતિહાસના ભૂતકાળમાં 10 કરોડ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલો કૅમ્બ્રિયન કાળ આજથી 60 કરોડ વર્ષ પૂર્વે શરૂ થયેલો અને 50 કરોડ વર્ષ પૂર્વે પૂરો થયેલો. આ રચના માટે…

વધુ વાંચો >

કેરબો (તૃણમણિ – અંબર)

કેરબો (તૃણમણિ, અંબર) : બંધારણ C : H : Oના ભિન્ન ભિન્ન પ્રમાણવાળું. શંકુદ્રુમ જંગલોનાં વૃક્ષોનો રેઝિન અવશેષ. તે પારદર્શક, પીળો, નારંગી કે લાલ-બદામી રંગોમાં ઉપલબ્ધ હોઈ, અસ્ફટિકમય હોવા છતાં ઝવેરાતમાં વપરાય છે. મુખ્યત્વે પોલૅન્ડ, સિસિલી અને મ્યાનમારમાંથી મળી રહે છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

કેલાર (રેહ)

કેલાર (રેહ) : કેલાર, રેહ કે ઊસ એ ગંગાનાં મેદાનોના સૂકા જિલ્લાઓમાંની કાંપની જમીનની સપાટી ઉપર આચ્છાદન સ્વરૂપે જોવા મળતા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્ષારોના ભિન્ન ભિન્ન પ્રમાણ સહિત સોડિયમ કાર્બોનેટ, સલ્ફેટ અને ક્લોરાઇડના મિશ્રણની બનેલી ખારી ફૂગનાં ગામઠી નામ છે. આ ક્ષારોની મૂળ ઉત્પત્તિ પર્વતોના શિલાચૂર્ણના રાસાયણિક વિભંજનમાંથી થયેલી છે,…

વધુ વાંચો >

કૅલિડોનિયન ગિરિનિર્માણ

કૅલિડોનિયન ગિરિનિર્માણ (Caledonian orogeny) : પશ્ચ- સાઇલ્યુરિયન ગિરિનિર્માણક્રિયા. સાઇલ્યુરો-ડેવોનિયન ભૂસંચલન-ઘટના. સાઇલ્યુરિયન સમયના અંતિમ ચરણ વખતે મોટા પાયા પર શરૂ થઈને ડેવોનિયનના મધ્યકાળ વખતે સમાપ્ત થયેલી પર્વતમાળાઓનું નિર્માણ કરતી પૃથ્વીના પોપડામાં થયેલી પ્રચંડ હલનચલનની ઘટના. મુખ્યત્વે કરીને યુરોપના ભૂપૃષ્ઠમાં થયેલાં ઘણાં અગત્યનાં ભૂસંચલનોની ક્રમિક શ્રેણીઓ દ્વારા સાઇલ્યુરિયન સમયનો, અર્થાત્ નિમ્ન પેલિયોઝોઇક…

વધુ વાંચો >