કેરબો (તૃણમણિ, અંબર) : બંધારણ C : H : Oના ભિન્ન ભિન્ન પ્રમાણવાળું. શંકુદ્રુમ જંગલોનાં વૃક્ષોનો રેઝિન અવશેષ. તે પારદર્શક, પીળો, નારંગી કે લાલ-બદામી રંગોમાં ઉપલબ્ધ હોઈ, અસ્ફટિકમય હોવા છતાં ઝવેરાતમાં વપરાય છે. મુખ્યત્વે પોલૅન્ડ, સિસિલી અને મ્યાનમારમાંથી મળી રહે છે.

ગિરીશભાઈ પંડ્યા