કૃમિમાર્ગો : ખડક-સપાટી પરનાં જળવાઈ રહેલાં પ્રાણીઓનાં પદચિહનો. જળકૃત ખડકોમાં પ્રાચીન કાળનાં પ્રાણીઓ દ્વારા થયેલા હલનચલનના માર્ગો દર્શાવતાં પદચિહનો જેવાં લક્ષણો જોવા મળે છે. આવાં ચિહનોને કૃમિમાર્ગો તરીકે ઓળખાવાય છે. પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓનાં આ પ્રકારનાં માર્ગચિહનોને અંગ્રેજીમાં Tracks and Trails કહે છે. જળકૃત ખડકોમાં જોવા મળતાં આ જીવજન્ય લક્ષણોને આંશિક જીવાવશેષ (trace fossil) અને તેના અભ્યાસને પદચિહનાશ્મિકી (ichnology) કહે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે