ભૂગોળ
અંબિકા (નદી)
અંબિકા (નદી) : દક્ષિણ ગુજરાતની એક મહત્વની નદી. ડાંગ જિલ્લામાં સાપુતારાની ટેકરીઓમાંથી નીકળીને આ નદી વઘઈ અને ચીખલીની ઉત્તરે થઈ ગણદેવી નજીક ખંભાતના અખાતને મળે છે. આ નદીની લંબાઈ આશરે 64.36 કિમી. જેટલી છે. ધરમપુરના ડુંગરમાંથી નીકળતી ખરેરા નદી બીલીમોરા પાસે આ નદીને મળે છે. દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડી…
વધુ વાંચો >અંબિકાપુર
અંબિકાપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 230 07’ ઉ. અ. અને 830 12’ પૂ. રે. તે સરગુજા અને વિશ્રામપુર એ બે નામોથી પણ પ્રસિદ્ધ છે. મધ્ય પ્રદેશના સરગુજા જિલ્લાનું આ મુખ્ય મથક હોવાથી તેનો સ્વાભાવિક વિકાસ થયો છે. રસ્તાથી તે ધર્મજયગૃહ અને પટણા સાથે જોડાયેલું છે.…
વધુ વાંચો >અંબેર
અંબેર : રાજસ્થાન રાજ્યમાંની પ્રાચીન ઐતિહાસિક નગરી. ‘ગુલાબી નગર’ની ઉપમા પામેલ જયપુરથી 8 કિમી. પૂર્વમાં આ અતિપ્રાચીન અને જૂનું રાજધાનીનું શહેર આવેલું છે. ભગવાન શિવના નામ ‘અંબિકેશ્વર’ અથવા ‘અંબરીષ’ ઉપરથી આ શહેરનું નામ આમેર કે અંબેર પડેલું હશે તેમ માનવામાં આવે છે. ઈ.સ. બારમી સદીની મધ્યમાં કછવાહા રાજપૂતોએ આ શહેર…
વધુ વાંચો >આઇર (Ayr)
આઇર (Ayr) : સ્કૉટલૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આઇર નદીના મુખ પર, સ્ટ્રૅથક્લાઇડ પ્રદેશમાં, ગ્લાસગોના નૈર્ઋત્યમાં 53 કિલોમીટરના અંતરે આવેલું દક્ષિણ આયરશાયરનું વહીવટી વડું મથક. ભૌગોલિક સ્થાન : 550 28´ ઉ. અ. અને 40 38´ પ. રે. (પશ્ચિમ). વસ્તી આશરે 48,200 (1991) બાજુમાં કોલસાની ખાણો છે. ફર્થ ઑવ્ ક્લાઇડ નામના સમુદ્રના ફાંટા…
વધુ વાંચો >આઇલ ઑવ્ મૅન
આઇલ ઑવ્ મૅન : ઇંગ્લૅન્ડની વાયવ્યે આયરિશ સમુદ્રમાં એક ટાપુ જે આશરે 48 કિમી. લાંબો અને 16 કિમી. પહોળો છે. ભૌગોલિક સ્થાન : 540 15´ ઉ. અ. અને 40 30´ પ. રે. વિસ્તાર : 570 ચોકિમી. વસ્તી 69,800 (1991). પાટનગર : ડગ્લાસ, તે બ્રિટનનો ભાગ નથી, પરંતુ બ્રિટનના રાજાએ 1928માં…
વધુ વાંચો >આઇસલૅન્ડ
આઇસલૅન્ડ : સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં 800 કિમી. દૂર ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ. વિસ્તાર : 1,03,000 ચોકિમી. ત્યાં ધરતીકંપો વારંવાર થાય છે, પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. કુલ 200માંથી 30 જેટલા જ્વાળામુખી સક્રિય છે. અહીં નવા નવા બર્ફાચ્છાદિત જ્વાળામુખી શોધાતા રહે છે જે સક્રિય જ્વાળામુખી છે. મિશિગન સરોવરના કિનારે `બીઝારે’ બર્ફાચ્છાદિત…
વધુ વાંચો >આક્રા
આક્રા : ગિનીના અખાત પર આવેલું ઘાનાનું રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 5° 33´ ઉ. અ. ૦° 13´ પ. રે. ઘાનાના સૌથી મોટા આ શહેરના કિનારા નજીક ટેમા નામનું જોડિયું શહેર તેમજ બંદર પણ છે. ઘાના યુનિવર્સિટી આ શહેરમાં આવેલી છે. ત્યાં ઑઇલ રિફાઇનરી તેમજ ઍલ્યુમિનિયમ પ્લાન્ટ આવેલાં…
વધુ વાંચો >આગાના
આગાના : પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલા ગુઆમ ટાપુનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 144° 45´ પૂ. રે. આ ટાપુ યુ. એસ.ના વર્ચસ હેઠળ છે. તે ગુઆમ ટાપુના પશ્ચિમ કિનારા પર મધ્યમાં આવેલું છે. 194૦માં 1૦,૦૦૦ની વસ્તી ધરાવતું આગાના બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. યુદ્ધ બાદ…
વધુ વાંચો >આગ્રા
આગ્રા : ભારતના ઉત્તર પ્રદેશનો જિલ્લો, તેનું વડું મથક અને ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : 270 18’ ઉ. અ. અને 780 ૦1’ પૂ. રે. પર સ્થિત છે. વસ્તી (જિલ્લો) 43,80,793 (2011)છે. જિલ્લાનો વિસ્તાર 4027 ચોકિમી. આગ્રા જિલ્લો યમુના અને ચંબલ નદીના ફળદ્રુપ મેદાનોનો બનેલો છે.જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે.…
વધુ વાંચો >આજી
આજી : સૌરાષ્ટ્રની મુખ્ય પાંચ નદીઓ (ભાદર, મચ્છુ, શેત્રુંજી, સુકભાદર અને આજી) પૈકી એક. રાજકોટ જિલ્લાનાં સરધાર અને ત્રંબા ગામ વચ્ચે આવેલી સરધારી ધારમાંથી આ નદી નીકળીને ઉત્તરમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં થઈ કચ્છના અખાતને મળે છે. રાજકોટ નજીક આ નદી ઉપર આજી ડૅમ બાંધવામાં આવેલ છે. તેના દ્વારા રાજકોટ…
વધુ વાંચો >