ભૂગોળ
છત્રપુર
છત્રપુર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 24 6´ ઉ. અ.થી 25 20´ ઉ. અ. જ્યારે 78 59´થી 80 26´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્ય અને પૂર્વે પન્ના જિલ્લો, દક્ષિણે દમોહ, નૈર્ઋત્યે સાગર જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. મધ્યપ્રદેશના સાગર વિભાગનો…
વધુ વાંચો >છપરા
છપરા : બિહાર રાજ્યના. સરન જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન 25o 46’ ઉ. અ. અને 84o 45’ પૂ. રે. પર તે પટનાની પશ્ચિમે આશરે 48 કિમી. અંતરે આવેલું છે. ઘાઘરા નદીના ડાબા કિનારા પર તથા ગંગા અને ઘાઘરા નદીઓના સંગમ પાસે આ નગર વિકસ્યું છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન આ નગર…
વધુ વાંચો >છીંદવાડા (જિલ્લો)
છીંદવાડા (જિલ્લો) : મધ્યપ્રદેશ રાજ્યના મોટા જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ અને જળપરિવહન : તે 21 28´ ઉ. અ.થી 22 49´ ઉ. અ. અને 78 40´ પૂ.રે.થી 79 24´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે નર્મદાપુરમ અને નરસિંહપુર, પૂર્વે સીઓની જિલ્લો, પશ્ચિમે બેતુલ જિલ્લો, દક્ષિણે મહારાષ્ટ્રના પરભાની અને નાગપુર જિલ્લો સીમારૂપે…
વધુ વાંચો >છોટાઉદેપુર જિલ્લો
છોટાઉદેપુર જિલ્લો : વડોદરા જિલ્લાનું વિભાજન કરીને બનાવાયેલો નવો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : આ જિલ્લો 22 19´ ઉ. અ. અને 74 36´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે દાહોદ જિલ્લો, વાયવ્યે વડોદરા જિલ્લો, દક્ષિણે નર્મદા જિલ્લો તેમજ પૂર્વે અને અગ્નિએ અનુક્રમે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર…
વધુ વાંચો >છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ
છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ : ઝારખંડ-પ-બંગાળને આવરી લેતો 220થી 250 30’ ઉત્તર અક્ષાંશ અને 830 27´થી 870 50’ પૂર્વ રેખાંશ વચ્ચેનો વિસ્તાર. તેનું ક્ષેત્રફળ 86,240 ચોકિમી. છે. આમાં ઝારખંડના રાંચી, હજારીબાગ, સિંગભૂમ, ધનબાદ, પાલામૌ, સંથાલ વિસ્તારો અને પશ્ચિમ બંગાળનો પુરુલિયા વિસ્તાર આવે છે. આ ઉચ્ચપ્રદેશની પૂર્વમાં ગંગા નદીનું મેદાન, પશ્ચિમ બાજુએ વિંધ્યાચળ-બુંદેલખંડ…
વધુ વાંચો >જગદાલપુર
જગદાલપુર : ભારતના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં આવેલું શહેર. 19° 04’ ઉત્તર અક્ષાંશ, 82° 02’ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. બસ્તરના મહારાજાએ આ શહેરની સ્થાપના કરી હતી. આ શહેર ઇન્દ્રાવતી નદીની દક્ષિણે આવેલું છે. આ શહેર ચારે બાજુ ગીચ જંગલોથી ઘેરાયેલ છે. આ શહેરથી 104 કિમી. દૂર સિંગભૂમનાં લોહઅયસ્ક ક્ષેત્રો…
વધુ વાંચો >જગન્નાથપુરી
જગન્નાથપુરી : ભારતના પૂર્વભાગમાં ઓડિસા રાજ્યમાં 20° ઉ. અક્ષાંશ અને 86° પૂ. રેખાંશ પર બંગાળના ઉપસાગરને કિનારે આવેલું સુપ્રસિદ્ધ નગર. કૉલકાતાથી 500 કિમી. દક્ષિણે, ચેન્નાઈથી 1000 કિમી. ઉત્તરે રેલવે માર્ગથી જોડાયેલું આ નગર કટક શહેરથી દક્ષિણ-પશ્ચિમે 40 કિમી.ના અંતરે છે. ભારતના પૂર્વ-પશ્ચિમ છેડાઓને જોડતો ઓખાપુરી રેલમાર્ગ શરૂ થયો છે. ઈ.…
વધુ વાંચો >જગાધરી
જગાધરી : હરિયાણા રાજ્યના યમુનાનગર જિલ્લામાં આવેલું શહેર. તે 33° 10’ ‘ઉત્તર અક્ષાંશ, 77° 18’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના નિર્માણમાં ગંગા નદીનો ફાળો અધિક હોવાથી તેને પહેલાં ગંગાધરી તરીકે ઓળખતા, પ્રાચીન સમયમાં પરંતુ અપભ્રંશ થતાં તે આજે જગાધરી તરીકે ઓળખાય છે. જગાધરી નજીક સુધ ગામ આવેલ છે. ઈ.…
વધુ વાંચો >જબલપુર
જબલપુર : ભારતના મધ્યભાગમાં આવેલ મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિકસ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 23 10´ ઉ. અ. અને 79 56´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જે સમુદ્રની સપાટીથી સરેરાશ 412 મીટરની ઊંચાઈએ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને કટની, પૂર્વે ઉમરિયા અને ડિડોંરી, અગ્નિએ માંડલ, દક્ષિણે સીઓની, નૈર્ઋત્યે નરસિંહપુર,…
વધુ વાંચો >જમનોત્રી
જમનોત્રી : જમના નદીના ઊગમસ્થાને આવેલું તીર્થક્ષેત્ર. જૂના વખતમાં તે ગઢવાલ રાજ્યનો ભાગ હતો; પરંતુ હવે તે ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાનો ભાગ ગણાય છે. તે સમુદ્રની સપાટીથી આશરે 6316 મીટર ઊંચાઈ પર, હિમાલય પર્વતશ્રેણીના બંદરપૂંછ શિખરની પશ્ચિમે 10 કિમી. અંતરે આવેલું છે. બંદરપૂંછ શિખર બારે માસ હિમાચ્છાદિત હોય છે અને…
વધુ વાંચો >