ભૂગોળ
ખડકવાસલા
ખડકવાસલા : પુણે જિલ્લાના હવેલી તાલુકાનું મહત્વનું શહેર. ભૌ. સ્થાન : 18o. 32´ ઉ. અ. અને 73o. 52´ પૂ. રે. તે પુણેથી 17 કિમી. દૂર નૈર્ઋત્યમાં સહ્યાદ્રિનાં શિખરો વચ્ચે મૂઠા નદી પર આવેલું છે. પુણે શહેરના પાણીપુરવઠા માટે 1879માં 32.6 મી. ઊંચો બંધ બાંધી અહીં જળાશય બનાવવામાં આવ્યું હતું. 1961માં…
વધુ વાંચો >ખડગપુર
ખડગપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના મિદનાપોર જિલ્લામાં આવેલું મહત્વનું ઔદ્યોગિક શહેર અને શૈક્ષણિક કેન્દ્ર. ખડગપુર 22o-20´ ઉ.અ અને 87o-21´ પૂ. રે. ઉપર કૉલકાતા-નાગપુર રેલવેલાઇન ઉપર આવેલું છે. તે કૉલકાતાથી 115 કિમી. પશ્ચિમે છે. તે દક્ષિણ-પૂર્વ રેલવેનું પ્રમુખ કેન્દ્ર છે અને રેલમાર્ગે મુંબઈ અને કૉલકાતા સાથે અને શાખા રેલવે-લાઇન દ્વારા બાંકુરા,…
વધુ વાંચો >ખમ્મામ
ખમ્મામ (Khammam) : તેલંગણા રાજ્યમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 16o 45´થી 18o 35´ ઉ.અ. અને 79o 47´થી 80o 47´ પૂ.રે. 16,029 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે છત્તીસગઢ અને ઓરિસા રાજ્યોની સીમા, પૂર્વ તરફ પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લા, દક્ષિણ તરફ કૃષ્ણા જિલ્લો, પશ્ચિમ તરફ નાલગોંડા અને વારંગલ…
વધુ વાંચો >ખરગાંવ
ખરગાંવ : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો ખંડવા જિલ્લો અગાઉ પશ્ચિમ નિમાડ તરીકે ઓળખાતો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 20 22´ થી 22 35´ ઉ. અ. અને 74 25´ થી 76 14´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે ધાર, ઇન્દોર અને દેવાસ જિલ્લા, દક્ષિણે મહારાષ્ટ્રનો જલગાંવ જિલ્લો, પૂર્વે ખંડવા અને…
વધુ વાંચો >ખરાબો
ખરાબો : વનસ્પતિવિહીન ભાગો. પૃથ્વીની સપાટી પરના કેટલાક ભાગો લગભગ વનસ્પતિવિહીન હોય છે, ત્યાં ઘસારાની ક્રિયાને કારણે સામાન્ય પ્રકારની ટેકરીઓ અને ખીણોને બદલે વાંકાચૂકાં સાંકડાં, ઊંડાં કોતરો અને ધારદાર ટોચ અસ્તિત્વમાં આવેલાં હોય છે. આ પ્રકારના લક્ષણવાળા જમીનવિસ્તારો ‘ખરાબો’ના નામથી ઓળખાય છે. આવા વિસ્તારોમાં મુસાફરી કરવાનું અશક્ય બની જાય છે…
વધુ વાંચો >ખવાણ
ખવાણ : ભૌતિક તેમજ રાસાયણિક ફેરફારોને કારણે પૃથ્વીની સપાટી પરના ખડકજથ્થાની નરમ થવાની, ભાંગી જવાની અને ખવાઈ જવાની ક્રિયા. પૃથ્વીની સપાટી પર જોવા મળતાં જુદાં જુદાં લક્ષણો વિવિધ પ્રાકૃતિક બળોની ક્રિયાઓને કારણે ઉદભવે છે. પ્રાકૃતિક બળોની સતત અસરથી ભૂપૃષ્ઠમાં મુખ્યત્વે ખવાણ, ઘસારો અને નિક્ષેપક્રિયા દ્વારા ફેરફારો થતા હોય છે. આ…
વધુ વાંચો >ખંડ
ખંડ (continent) : વિશાળ ભૂમિસમૂહ. પૃથ્વીની ર્દશ્યમાન સપાટી ભૂમિસમૂહ અને જલસમૂહ જેવા બે વિભાગમાં વહેંચાઈ ગયેલી છે. ભૂમિસમૂહો પૃથ્વીની કુલ સપાટીનો 1⁄3 ભાગ રોકે છે, જે મોટે ભાગે જુદા જુદા જલસમૂહોને કારણે એકબીજાથી અલગ પડે છે. ભૂમિસમૂહો ખંડો અને જલસમૂહો સમુદ્ર કે મહાસાગર તરીકે ઓળખાય છે. મુખ્ય ખંડો એશિયા, યુરોપ,…
વધુ વાંચો >ખંડજન્ય નિક્ષેપો
ખંડજન્ય નિક્ષેપો : દરિયાઈ નિક્ષેપોનો પ્રકાર. તે નદી અને દરિયાકિનારાના ઘસારાને કારણે જમીનવિસ્તારમાંથી પ્રાપ્ત થયેલાં દ્રવ્યોનો બનેલો હોય છે. ભૂમિ નજીકના સમુદ્રતળના વિસ્તારો, જેવા કે ખંડીય છાજલી અને ખંડીય ઢોળાવના વિસ્તારોમાં પ્રાણી અને વનસ્પતિના અસ્તિત્વ માટેના સંજોગો અનુકૂળ હોય છે. તેથી પ્રાણી-વનસ્પતિ-અવશેષો ખંડજન્ય નિક્ષેપો સાથે મળે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >ખંડનિર્માણ ભૂસંચલન
ખંડનિર્માણ ભૂસંચલન (epeirogenic movements) : ભૂસંચલનની ક્રિયાથી ખંડીય ભૂમિભાગ બનવાની ઘટના. ભૂસંચલન અને જ્વાળામુખીની પ્રક્રિયા થવા માટે પોપડાની અંદર ઊંડાઈએ ઉત્પન્ન થતાં વિરૂપક બળોને કારણભૂત ગણાવેલાં છે. આ પ્રકારની ક્રિયાઓ પૃથ્વીની સપાટીના ભૂમિભાગોનું ઉત્થાન દ્વારા નિર્માણ કરવામાં મોટો ભાગ ભજવે છે, જેને પરિણામે ખંડીય વિસ્તારોને સમુદ્રસપાટી સુધી ઘસાઈ જતાં અટકાવવામાં…
વધુ વાંચો >ખંડપર્વત
ખંડપર્વત (block mountain) : પર્વતનો એક પ્રકાર. ભૂસંચલન ક્રિયાઓને કારણે ભૂપૃષ્ઠમાં બે લાંબા, સમાંતર, સ્તરભંગ પડે ત્યારે વચ્ચેનો ભાગ સ્થિર રહે કે ઉપર તરફ ખસે અને બાજુના બે ભૂમિભાગ નીચે બેસી જાય ત્યારે જે પર્વતરચના થાય તેને ખંડપર્વત કહેવાય છે. સ્તરભંગને કારણે ઊંચકાયેલો વચ્ચેનો ભાગ ઉચ્ચપ્રદેશ કે ડુંગરધારનું સ્વરૂપ ધારણ…
વધુ વાંચો >